આ કારણથી વોટ્સએપે તાજેતરમાં ૨૦ લાખથી વધુ નંબર બ્લોક કર્યા – તમે ના કરશો આ ભૂલ

વોટ્સએપે (WhatsApp) કડક પગલાં લેતા ભારતમાં ચાલી રહેલા 20 લાખથી વધુ વોટ્સએપ એકાઉન્ટ બંધ કરી દીધા છે. વર્ષ 2019માં થયેલ લોકસભા ચૂંટણી પહેલા વોટ્સએપ દ્વારા કરવામાં આવેલ આ કામગીરી ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે, વોટ્સએપનો દાવો છે કે, જે એકાઉન્ટ બંધ કરવામાં આવ્યા છે એ બધા ફેક ન્યુઝ ફેલાવવાનું કામ કરતા હતાં.

વોટ્સએપના કહેવા મુજબ, એમણે બંધ કરેલ દરેક એકાઉન્ટની ઓળખાણ એક લર્નિંગ સિસ્ટમની મદદથી કરી છે અને લર્નિંગ સિસ્ટમ મશીન દ્વારા જે એકાઉન્ટ ખોટા સમાચાર કે માહિતી ફેલાવતા હતા અથવા વોટ્સએપનો દુરુપયોગ કરીને ચાલાકી કરતા હતા એ બધા એકાઉન્ટને બંધ કરી દીધા છે.

કઈ રીતે મશીનની મદદથી ઓળખાણ થઈ?
લર્નિંગ સિસ્ટમ મુજબ નીચેની કેટલીક વસ્તુઓને ધ્યાનમાં રાખીને એવા વોટ્સએપ એકાઉન્ટને બંધ કરવા માટેનું એક લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું.

● જે ડિવાઈસ એક દેશમાં રજીસ્ટર્ડ હોય, પણ બીજા દેશના નેટવર્કનો ઉપયોગ કરીને વોટ્સએપ એકાઉન્ટનાં માધ્યમથી એક સાથે ઘણાં (બલ્ક) મેસેજ મોકલતા હોય.

● એવા વોટ્સએપ એકાઉન્ટ કે જેના દ્વારા મેસેજ મોકલતા હોય પણ વોટ્સએપનાં માધ્યમથી વાર્તાલાપ (one-to-one whatsapp conversation) નહોતા કરતા. સાથે ઘણાં બધા મેસેજ એકસાથે મોકલતા હોય.

● જે વોટ્સએપ એકાઉન્ટમાં કોઈપણ પ્રકારના ટાઈપિંગ ઈન્ડિકેટર ન હોય. મતલબ, કોઈ દિવસ કોઈ નોર્મલ ટાઈપિંગ દ્વારા મેસેજ ટાઈપ ન કર્યો હોય.

● જે વોટ્સએપ એકાઉન્ટ બનતાની સાથે એમાંથી એકસાથે ઘણા બધા (બલ્ક) મેસેજ મોકલવાનું શરૂ થઈ જતું હતું.

વોટ્સએપ એકાઉન્ટ કેમ બંધ થયા ?


આ 20 લાખ એકાઉન્ટ બંધ કરવાનો મુખ્ય ઉદ્દેશ ફક્ત એટલો છે કે ખોટા કન્ટેન્ટને (માહિતીને) શેર થતો અટકાવવો. નોંધનીય છે કે, ભારતમાં વોટ્સએપનો ઉપયોગ કરીને ઘણી ફેક ન્યુઝ અને ખોટી માહિતી ફેલાઈ રહી હતી. આ ઉપરાંત લોકોને લિંક્સ મોકલીને એમની અંગત માહિતી એકઠી કરવામાં આવતી હતી.

રાજનૈતિક પાર્ટીઓને અસર થશે :


ભારતમાં લગભગ 20 કરોડ લોકો વોટ્સએપનો ઉપયોગ કરે છે અને વર્ષ 2018માં રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં થયેલ ચૂંટણી સમયે રાજનૈતિક પાર્ટીઓએ વોટ્સએપનો ખુબ જ ઉપયોગ કર્યો હતો. વોટ્સએપના કહ્યા મુજબ, રાજનૈતિક પાર્ટીઓ આ એપમાં એકાઉન્ટ બનાવીને એક સાથે ઘણા મેસેજ મોકલીને ફાયદો મેળવતી હતી અને હવે વોટ્સએપ પ્લેટફોર્મનો દુરુપયોગ રોકવા માટે એકાઉન્ટ બંધ કરવામાં આવ્યા છે. આ કંપની અનુસાર, ફેક ન્યુઝ ફેલાવનાર લોકોને એમણે પહેલા પણ ચેતવણી આપી હતી. પરંતુ તો પણ લોકોએ વોટ્સએપના માધ્યમથી ફેક ન્યુઝ ફેલાવવાનું બંધ નહોતું કર્યું.

મહત્વનું છે કે આપણાં દેશમાં આ એપ્લિકેશનનો ખુબ મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે અને ભારતમાં કરોડો લોકો આ એપ સાથે જોડાયેલ છે. તો વળી, વોટ્સએપ દ્વારા ફેલાવવામાં આવતી ફેક ન્યુઝ માટે આ એપ સામે ઘણી ફરિયાદો ઉઠવા પામી હતી. ત્યારબાદ આ કંપનીએ ફેક ન્યુઝને બંધ કરવા માટે ખોટા (ડમી) એકાઉન્ટ બંધ કરવાનું મિશન હાથ ધર્યું. એટલું જ નહીં આ કંપની દ્વારા ફેક ન્યુઝ બંધ કરવા માટે અને લોકોમાં જાગૃતિ આવે એ હેતુથી ન્યૂઝપેપર અને ટી.વી.માં જાહેરાત પણ આપવામાં આવી રહી છે. જેમાં દેખાડવામાં આવે છે કે, ફેક ન્યુઝ ફેલાવનાર વ્યક્તિ કે ગૃપ પર ધ્યાન આપવું નહિ. ફેક ન્યૂઝને ફેલાવતા અટકાવો અને જાગૃત રહો.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ ઉપયોગી આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!