૧૫-૨૦ વર્ષ પહેલા આ ૨૦ વસ્તુઓ રોજબરોજ માં આપણી આસપાસ રહેતી – હવે શોધવાથી પણ ના મળે

સમય અનુસાર પરિવર્તન થવું એ કુદરતનો નિયમ છે, કંઇ પણ વસ્તુ ફિક્સ નથી હોતી સમય જતા બધુ બદલાતુ રહે છે, જો કે તેને રોકી પણ શકાતુ નથી. પરિવર્તનથી ફાયદો પણ થઇ શકે છે અને નુક્સાન પણ થઇ શકે છે. સમયસર પરિવર્તન થવુ પણ જરુરી છે. તમે તમારી જ જેંદગીના અમુક કિસ્સાઓ જોઇ લો કે સમય જતા કેટલું બદાય ગયુ છે, જે પહેલા હતુ તે હવે રહ્યુ નથી. જો કે આપણે માત્ર છેલા 15 – 20 વર્ષની જ વાત કરવાનાં છીએ. તો ચાલો જોઇએ આપણી નજર સામે થયેલા અમુક પરિવર્તનો જે હવે આગલી જનરેશન કદાચ નહિ જોઇ શકે અને આપણે ક્યારેય ભુલી નહી શકીયે…

1. એક સમય મિત્રતાનો એવો હતો કે શાળાએથી છુટીને બધા મિત્રો ભેગા થઇ જતા અને કેરમ તેમજ અન્ય બીજી ગેમો રમતા, એ સમયે કોઇ પાસે મોબાઇલ ન હોવા છતા પણ ખુશી સૌ પાસે હતી. એક વાત તો છે બોસ કે આ PUBG કરતા તે સમયેની ગેમમાં ખુબ મજા આવતી. જેને આપણે ક્યારેય નહી ભુલી શકીયે.

2. મિત્રો એ સમય સ્માર્ટ ફોન કે યુટ્યુબ નો ન હતો ત્યારે બધા પોતાના મનપસન્દ ગિતની ઓડીયો કેસેટ ખરીદતા. જો સંભળાઇ ગયેલ ગીત ફરીવાર સાંભળવુ હોય તો કેસેટના ચકેડા ફેરવીને રિવર્સ પણ કરતા. પરંતુ ત્યારની મોજ કંઇક અલગ જ હતી.

3. મિત્રો હવે આવે છે વિડીઓ ગેમ કિબોર્ડ, જો કે આ પણ થોડી લેટેસ્ટ વસ્તુ છે. પરંતુ આપણા સમયમાં આ હતી ખરા, અને આ સ્માર્ટ જમાનાની શરુઆત જ આને કરાઇ. બાકી આપણે તો મોઇ ડાંડીમાં પણ ખુશ જ હતા.

4. મિત્રો એ સમયે હસ્વા માટે કોઇ વિડીઓ કે પોસ્ટર ન જોવા મળતા, કેમ કે ત્યારે જમાનો ફેસબૂકનો કે યુટ્યુબનો ન હતો, ત્યારે આવી જોક્સ, કે નાના પ્રસંગોની બૂકો આવતી. જેને શોખ હોય તે ખરીદીને ટાઇમ પસાર કરી લેતા.

5. અત્યારે સમય એવો છે કે જો છોકરાનો હાથ પણ ગંદો થઇ જાય તો તેને નથી ગમતુ પરંતુ આપણા એ જમાનામાં આવી ઇંકપેનથી લોકો લખવાનો ખુબ જ શોખ પણ ધરાવતા અને ખુબ જ પ્રખ્યાત પણ હતી. જેમાં હાથ બગડી જતા, અને એ જ તો આજની જનરેશનને નથી ગમતુ.

6. આ જમાનામાં D2H આવી ગયુ હોવાથી આજની જનરેશને કદાચ એરિયલ જોયુ પણ નહિ હોય. એ સમયમાં આખી શેરીમાં 1 2 ઘર જ એવા હોય જ્યા ટીવી હોય અને આખી શેરીના લોકો ત્યા ટીવીમાં મેચ કે ફિલ્મ જોવા ભેળા થતા.

7. આજના સમયમાં દરેક પાસે સ્માર્ટ ફોન છે, અને હવે તો નાના બાળકો પણ ફોન રાખે છે. અને દિવસમાં ગમે ત્યારે અને ગમે એટલા ફોટાઓ પાડે છે. પરંતુ ત્યારે આવા રોલ વાળા કેમેરા આવતા જેમા રોલ નાખીને માત્ર 32 જ ફોટાઓ પાડી શકાતા. અને તે જ દિવસે જોઇ શકાતા તેમજ રોલ ધોવડાવવો પડતો અને પછે તસ્વીરો તસ્વોરો જોવા મળતી.

8. આજકાલની જનરેશને કદાચ ભાગ્યે જ લેંડલાઇન ફોન જોયા હસે. તે સમયે આવા ફોન હતા અને પ્રેંક કરવામાં મજા આવતી કેમ કે ત્યારે ટ્રુકોલર કે કંઇ હતુ નહી. તેથી ખબર પણ ન પડતી કે ફોને કોને કર્યો છે અને ક્યાથી આવ્યો છે. તેથી ઘણા લોકો બ્લેંક કોલ કરીને સામેવાળાને પરેશાન કરીને મજા લેતા.

9. જ્યારે પ્રાથમિક શાળામાંથી પુસ્તકો આપવામાં આવતા અને સાયબ એમ કેતા કે કાલે બધાના પુઠા ચડી જવા જોઇએ, તેવા સમયે આવા પુઠા ગોતીને અલગ અલગ રીતે પુસ્તકોમાં પુઠા ચડાવવામાં મજા જ કંઇક અલગ હતી.

10. એ સમયે પિઝાનું તો ગામડામાં કોઇએ નામ પણ નહોતુ સાંભડ્યુ પરંતુ ગામમાં ત્યારે મેગી ટ્રેન્ડમાં જરુર હતી. પિઝા ખાવા એ એક સમયે સપનું હતુ.

11. જો કે આ સ્વિચ ભાગ્ય જ કોઇકે જોઇ હસે, જુના ઘરો, દેસી નળીયાવાળા મકાનો માં આવી સ્વિચો જોવા મળતી. પરંતુ તે સમયે આપણે સ્વિચ નહી પરંતુ “ચાપ” કહેતા. કેટલાને યાદ છે?

12. મિત્રો આજકાલ તો મેસેજ કરવામાં વાર લાગી જાય તો પણ લોકો ખોટુ લગાડી જાય છે, જ્યારે આપણે તો ટપાલ પોસ્ટના જમાનામાંથી પસાર થયેલા માણસો છીયે. તે સમયે કોઇને ત્યાં મહેમાનગતી કરવા જવાની હોય તો પણ અગાવથી ટાપાલ લખતા અને સામી ટપાલની રાહ જોતા. જે આવા તપાલ બોક્સમાં નાખવામાં આવતા.

13. મિત્રો એ સમયે નામ વાળા કે ફોટા વાળા સ્ટીકર તો ન મળતા પરંતુ અલગ અલગ પ્રકારના ડાગલા વાળા સ્ટિકર આપણે આપણા રૂમમાં, ક્લાસ રૂમમાં, બેંચમાં, દરવાજામાં, તેમજ કબાટ જેવી જગ્યાએ લગાવીને મજા લેતા.

14. એક સમય હતો જ્યારે મહેમાનો માટે ક્યારે માન ખુટતા નહિ, અતિથી દેવો ભવ: નો એ જમાનો હતો. પરંતુ હવે એવું ખાસ કંઇ રહ્યુ નથી. તે જમાનામાં ઘરની બહરના પગ લુછણીયામાં પણ Wel Come લખવામાં આવતું અને મેહેમાનોનું માન પણ એટલું હતુ. એની જગ્યાએ હવે જો વધુ મહેમાન આવી પડે તો લોકોને ગમતુ નથી.

15. આત્યારની જનરેશને કદાચ આવી સ્કુલ બેગ જોઇ પણ નહી હોય એવી બેગ લઇને આપણે બધા ભણ્યા છીયે. ક્યારેક ટાઇમ મળે તો તમારા બાળકો સાથે આ બધી વાતો શેર કરીને જુની યાદોને તાજી કરી લેવી જોઇએ.

16. અત્યારે પેલા ધોરણથી જ બાળકોને પેન કે પેંસિલનો ઉપયોગ કરાવે છે જ્યારે આપણા આ સમયમાં 6-7 સુધી તો પાટી પેન લઇને જ ભણ્યા છીએ. એમા પણ જેટલી પેન લખવામાં ન ઘસતા એટલી પેનો તો આપણે ખાઇ જતા. મિત્રો તમે પન પેન ખાઇ જ હસે.

17. આજના સમયમાં સિટીમાં રહેતા લોકોએ તેના જીવનમાં ભાગ્યે જ ગાય કે ભેંસનું તાજુ અને ચોખ્ખુ દુધ પીધુ હસે, અને આપણો એ એક સમય હતો કે સવારે સિરામણમાં રોટલી સાથે માખણ, બપોરે દહિં અને સાંજે દુધ સિવાય આપણને જમવાનું ન ભાવતુ. જેના ઘરે ગાય ભેંસ ન હોય તેને પણ આ મોજ તો ગામડે રહીને માણેલી જ હસે.

18. એ સમયે ઘરે ઘરે પાણીની લાઇનો કે નળ ન હતા, ગામની સ્ત્રીઓ સાથે મળીને ડંકી એ અથવા જો નદીમાં પાણી હોય તો નદી કાઠે ગારવામાં આવતા વિડામાં પાણી ભરવા માટે જતી. અને મિત્રો એ પાણીમાં એટલી તાજગી હતી જેટલી આજના ફિલ્ટરમાં તમને ક્યારેય એટલે ક્યારેય નથી મળવાની.

19. તે સમયે જ્યારે લાઇટ જતી રહેતી તો કોઇ પાસે ફોન કે બતીઓ પણ ન હતી ઘરમાં મીણબતી કે દિવો હાથ વગો જ રાખવામાં આવતો. જેથી લાઇટ જતા જ મિણબતી કે દિવો કરવામાં આવતો. જો કે હવે કોઇના ઘરમાં આ વસ્તુઓ જોવા મળતી નથી.

20. એક સમય હતો જ્યારે ગુલ્ફી ખાવી પણ એક સપનું જ રહી જતુ. કેમ કે ત્યારે ઘરેથી એક રુપિયો મળતો અને પેપ્સી ખાવા સિવાય કોઇ રસ્તો ન હતો જો કે પેપ્સી માં પણ એ મજા આવતી જે અત્યારે 50 60 વાળી ગુલ્ફીમાં નથી આવતી.

ત્યારે ગુલ્ફી ખાવા માટે પણ એક એક રુપિયો ભેગો કરવો પડતો ત્યારે માંડ 5 દિવસે ગુલ્ફી ખાવા મળતી. રોજ બપોરે પેપ્સી ખવાની મજા કંઇક અલગ જ હતી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!