૧૮ વર્ષથી નાના બાળકો ને આવી આઝાદી આપશો તો જીવનભર પસ્તાવાનો વારો આવશે – ૪ નંબરની તો કોઈ સંજોગોમાં નહિ

એવું માનવામાં આવે છે કે 18 વર્ષની ઉંમર બાદ દિકરો કે દિકરી ઉંમર લાયક થઇ જસે. આ ઉંમર પછી તે તેના પર્સનલ નિર્ણય લેવા માટે સમક્ષ થઇ જાય છે. એવામાં એક પેરેંટ હોવાના નાતે તમારે તમારા 18 વર્ષથી નાની ઉંમરના દિકરાઓને આ 5 આઝાદિયો દેવી ન જોઇએ.

1. બીડી, સિગરેટ, તમ્બાકૂ, દારુ, ડ્રગ્સ એવી વસ્તુઓ છે. જે તમારા બાળકનું ભવિષ્ય બરબાદ કરી શકે છે. અને જો નાની ઉંમરથી જ તેને આ વસ્તુઓની લત લાગી જાય તો તેનું ભવિષ્ય બર્બાદી તરફ જતુ રહે છે. ફિલ્મોમાં અને દોસ્તોને આ વસ્તુનું સેવન કરતા જોઇને બાળકોને લાગે છે કે આ બધી વસ્તુઓ કુલ છે. અમુક એવું પણ કહે છે કે જીવનમાં બધી વસ્તુઓની મજ લેવી જોઇએ.

પરંતુ એવા લોકો એવુ નથી શિખવતા કે મજા તો બીજી વસ્તુમાંથી પણ લઇ શકાય છે. આ વસ્તુઓ તો તમારુ જીવન ઓછુ કરી શકે છે. કહેવાનો મતલબ એ જ છે કે જ્યા સુધી તમારો દિકરો કે દિકરી 18 વર્ષના ન થાય ત્યાં સુધી તેને આ વસ્તુઓથી થતુ નુક્શન સારી રીતે સમજાવવું જોઇએ. 18 વર્ષનો થયા પછી તેને આ કામ કરવા કે નઇ તે જાતે જ નક્કી કરી શકે છે.

2. ઘરે આવવાના અને બહાર જવાના સમય પર કાબુ રાખવો ખુબ જ જરુરી છે. પછી તે દિકરો હોય કે દિકરી. આ મામલ માં ખુલી અને વધુ છુટ ક્યારેય ન આપવી જોઇએ. અને જો તેની ઉંમર 18 થી ઓછી છે તો પોતાનું સરખી રીતે ધ્યાન પણ રાખી શકે તેમ ન હોય. બાળકોને ક્યાંય  એકલુ જવા દેવુ અથવા તેના પર નજર ન રાખવી એ ક્યારેક ખતરનાક સબિત થઇ શકે છે. આજકાલ કેવો જમાનો ચાલી રહ્યો છે એ વાત તો તમે બધા જાણો જ છો.

3. પ્રેમ અને શારીરિક સંબંધો જેવી વસ્તુઓમાં તમારે પુરે પુરી છુટ ન આપવી જોઇએ. જો કે 18 વર્ષની નાની ઉંમરના બાળકો માટે આ વાત તમને સાંભળવામં થોડી અજીબ લાગશે પરંતુ આજનાં સમય માં 18 વર્ષથી ઓછી ઉંમરે પણ ગર્લફ્રેંડ બોય ફ્રેંડ બનાવે છે. એવામાં તે નવો પ્રયોગ કરવાના ચક્કરમાં, કોઇના કહેવાથી કે ફિલ્મો જોઇને ખરાબ કામ પણ કરી શકે છે.

ત્યારે ઘણા અત્યારથી લગ્નના સપના જોવા લાગે છે. એવામાં સાચો લવ પાર્ટનર શોધવાની સમજ તેનામાં નથી આવતી. તેથી આ બાબત પર તમારે તેને ગાઇડ કરવા જોઇને પરંતુ જો તે 18 વર્ષથી મોટી ઉંમરના થઇ જાય તો તેને તેનો આ નિર્ણય જાતે જ લેવા દો તેમા તમારે વધુ દખલગીરી કરવી નહી.

4. ઘણી બાબતમાં બાળકોને તેના કરિયરને લઇને પણ સમજણ નથી હોતી. જેમ કે કોઇ સિંગર બનવા માંગે છે, કોઇ ક્રિકેટર બનાઅ માંગે છે, તો ઘણા એક્ટીંગમાં જવા માંગે છે. જો કે આમાં કાંઇ ખોટુ નથી. પરંતુ જો તમારા બાળકમાં તે હુનર જ નથી તો પછી તે દીશામાં આગળ વધવાનો અને ભણતર પર ઓછુ ધ્યાન દેવાનો કોઇ મતલબ રહેતો નથી. તેથી તેને ભણતરનું મહત્વ સમજાવો. તે એક વખત બેજિક ભણતર કરી લે તેથી તેના સપના પુરા ન થાય ત્યા સુધી તે સાથે બીજી નૌકરી પણ કરી શકે.

5. ઘણાઘણા માં-બાપ તેના બાળકની બાઇક્સ કે કાર ચલાવતા જોઇને ખુશ થાય છે. જો કે 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોએ વાહન ચલાવવું કાયદેસર નથી. તેમજ બાળકો વધુ સ્પીડમાં બાઇક્સ ચલાવે છે તો સુરક્ષા માટે પણ આ સારુ નથી. તેથી 18 વર્ષ થયા પછી જ બાળકોને વાહન ચલાવવાની છુટ આપવી જોઇએ.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!