મોદીજીને પસંદ છે આ ૫ વસ્તુઓ – જે આખા દેશમાં લગભગ બીજા કોઈ પાસે નહિ જ હોય

દોસ્તો ! આપણે સૌ કોઈ જાણીએ છીએ કે, આપણાં પ્રધાનમંત્રી મોદીજી બધા માટે આદર્શ બની ગયા છે. નાના-નાના છોકરા પણ મોદીજીનાં ફેન્સ બની ચુક્યા છે. વર્ષ 2014માં ભારતની જનતાએ મોદીજીને PMનાં રૂપમાં પસંદ કર્યા હતાં. આજે આખી દુનિયા મોદીજીને ઓળખે છે પણ આજે અમે તમને મોદીજીની કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવવાના છીએ કે જે એમને ખૂબ પસંદ છે. તો ચાલો જાણીએ આ કઈ-કઈ વસ્તુ છે અને મોદીજીને આ વસ્તુ કેમ પસંદ છે?

મોદીજીનાં ચશ્મા અને ડ્રેસ :


બધા જાણે છે કે, મોદીજી હંમેશા ચશ્મા પહેરે છે. આપણા પ્રધાનમંત્રી એટલા લોકપ્રિય છે કે હવે લોકો એ પણ જાણવા માંગે છે કે, મોદીજી કઈ બ્રાન્ડનાં ચશ્મા પહેરે છે? તમને જણાવી દઈએ કે, મોદીજીને ચશ્મા પહેરવા ખૂબ ગમે છે. તેઓ જ્યાં પણ જાય ચશ્મા પહેરેલા જ રાખે છે. તેઓ ક્યારેક જ ચશ્મા કાઢતા હશે. મોદીજી બુલ્ગરી બ્રાન્ડનાં ચશ્મા પહેરે છે. જેની કિંમત જાણીને તમારા હોંશ ઉડી જશે. તમને જણાવી દઈએ કે, આ ચશ્માની માર્કેટ કિંમત 30 હજાર રૂપિયાથી શરૂ થાય છે અને તે લાખો સુધી હોય શકે.

મોદીજીનાં કપડાંથી તો સૌ કોઈ પ્રભાવિત છે. ખાસ કરીને મોદી જેકેટ. આજકાલ બધા લોકો મોદી સૂટ સિવડાવે છે. મોદીજીનાં ડ્રેસની ચર્ચા તો દેશ-વિદેશમાં થાય છે. કોલેજીયન છોકરાઓ પણ મોદીજીની સ્ટાઈલને ફોલો કરે છે. તમારી જાણકારી માટે કહી દઈએ કે, મોદીજી ફક્ત એક જ દુકાને કપડાં સિવડાવે છે અને આ દુકાન અમદાવાદમાં છે. જી હાં, PM મોદી ભલે આખી દુનિયામાં હરે-ફરે પણ તેઓ પોતાના કપડાં તો અમદાવાદમાં જ સિવડાવે છે. વર્ષ 1989 થી જ મોદીજી જીતેન્દ્ર ચૌહાણ નામના દરજી પાસે કપડાં સિવડાવે છે. પહેલા એમની ટેઈલરની દુકાન ખૂબ નાની હતી પરંતુ આજે આ દુકાન ખૂબ જ પ્રસિદ્ધ છે.

PM મોદીની પેન :


તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ચશ્મા પહેરવા ગમે છે એવી જ રીતે એમને પેનથી લખવું પણ ખૂબ પસંદ છે. એમના હાથ અથવા ખિસ્સામાં હંમેશા એક પેન રહે છે. પરંતુ કોઈ નથી જાણતું કે, આ પેનનું નામ શું છે અને એની કિંમત કેટલી છે? મોદીજી જે પેનનો ઉપયોગ કરે છે એ પેનની કિંમત 1 લાખ 30 હજાર રૂપિયા છે. આ પેન ખાસ મોદીજી માટે મંગાવવામાં આવે છે.

PM મોદીનો મોબાઈલ અને સિમ :


હવે વાત કરીએ મોદીજીનાં મોબાઈલની, તો તેઓ એપલનો સ્માર્ટફોન યુઝ કરે છે અને આ ઉપરાંત એક બીજો ફોન પણ સાથે રાખે છે. મોદીજી વોડાફોનનું સિમ વાપરે છે અને આ સિમ ઘણું જૂનું છે. એમની પાસે બે ફોન છે અને બંનેમાં વોડાફોનનું સિમ રાખે છે.

તમે જોયું જ હશે કે, મોદીજી હંમેશા હસતા રહે છે. તેઓ આ ઉંમરે પણ ઘણા ફિટ છે. એમની આ ફિટનેસનું રહસ્ય બધા લોકો જાણવા માંગે છે. તો અમે તમને જણાવી દઈએ કે, તેઓ પોષણયુક્ત સમતોલ આહાર લે છે. કઢી-ખીચડી એમની ફેવરિટ છે. તેઓ પૂરતું પાણી પીવે છે. તેઓ સવારે વહેલા ઉઠીને કસરત કરે છે. સવારે હળવો નાસ્તો પણ કરે છે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ માહિતી-સભર આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!