પિતાની કર્બન કોપી છે બોલીવુડના આ 4 સિતારાઓ – બીજા નંબર વાળો તો લાગે છે જુડવા ભાઇ

“બાપ એવા બેટા” આ કહેવત તો તમે લોકોએ સંભળી જ હસે. તેના ઘણા ઉદાહરણ પણ તમે તમારા જીવનમાં જોયા હસે. જો કે દિકરો પરીવારમાં માં અથવા બાપ પર જાય છે. જેમ જેમ તે મોટો થતો જાય છે તેનો ચહેરો પણ તેના જેવો લાગવા મંડે છે.

બોલીવુડમાં પણ બાપ દિકરાની આ જ હાલત છે. એવામાં આજે અમે તમને બોલીવુડની દુનિયાનાં અમુક એવા દિકરાઓ વિશે જણાવવા જઇ રહ્યા છીયે. જે દેખાવમાં બીલકુલ તેના પિતાની ફોટો કોપી છે. તેમજ દેખાવની સાથે સાથે કરિયરમાં પણ તેના પિતાની જેમ જ બોક્સ ઓફીસમાં ધુમ મચાવે છે.

રણવીર કપૂર અને ઋષિ કપૂર :

રણવીર કપૂર અને ઋષિ કપૂરમાં ઘણી સારી સમાનતા છે. પહેલા તો એ બન્ને દેખવમાં એક જેવા જ છે. તેમજ બંને ખુબ જ હેંડસમ પણ છે. મતલબ કે જો તમે ઋષિ કપૂરનો જવાનીનો ફોટો જોસો તો આજના રણવીર કપૂર સાથે ઘણો મેચ થાય છે. અને એક વાત એ પણ  છે કે બન્ને માટે છોકરીઓ પાગલ બનતી રહેતી. જ્યારે ઋષિ કપૂર યંગ હતા તો છોકરીઓ વચ્ચે ખુબ જ ફેમસ હતા અને આજે એ જ હાલત રણવીરની પણ છે.

સંજય દત્ત અને સુનિલ દત્ત :

મિત્રો એ વાત તો તમે બધા જાણો છો કે સંજય દત્ત સુનિલ દત્તના દિકરા છે. આ બન્ને બાપ દિકરા વચ્ચે ખુબ જ પ્રેમ હતો. આજે સુનિલ સાહેબ આપણી વચ્ચે નથી. સંજય જ્યારે પણ તેના જવાનીના દિવસોમાં મુશ્કેલીમાં ફસાઇ જતા હતા તો સુનિલ દત્ત તેને બહાર કાઢતા અને તેને સાચો રસ્તો બતાવવાનું કામ કરતા.  સંજયને તેના જવાનીના દિવસોમાં દારુ, સિગરેટ અને ડ્રગ્સ ની ખુબ જ આદત હતી. એવામાં સુનિલ દત્તે સંજયને સુધારવાનું કામ કર્યુ. અને જો વાત કરીયે બન્નેના ચહેરાની તો બન્નેનો ચહેરો પણ ઘણો મળે છે.

ટાઇગર શ્રોફ અને જૈકી શ્રોફ :

 

ટાઇગર બોલીવુડના બેસ્ટ એક્શન હિરો તરીકે ઓળખાય છે. લાખો છોકરીઓ તેની બોડીની દીવાની છે. ટાઇગરનો ચહેરો પણ જૈકી શ્રોફ પર ગયો છે. જો તમે જૈકી શ્રોફને ક્લીન શેવમાં જોસો તો ટાઇગરથી ઘણી સમાનતા લાગસે. જો કે પર્સનાલિટી ની વાત કરીયે તો જૈકી થોડા બિંદાસ અને મોજીલા હતા જ્યારે ટાઇગરનો સ્વભાવ થોડો શર્મીલો છે.

હર્ષવર્ધન અને અનિલ કપૂર :

બોલીવુડના મિસ્ટર જકાસ અનિલ કપૂર કોણ જાણે કઇ માટીના બન્યા છે. 60 વર્ષથી વધુ ઉંમર હોવા છતા પણ તેની ઉંમરનો કોઇ અંદાજ લગાઈ ન શકે. તેને આજસુધી ખુદને એવી રીતે સંભાળીને રાખ્યા છે કે તેના દિકરા હર્ષવર્ધનથી પણ વધુ હેંડસમ દેખાય છે. હર્ષ મિર્જિયા ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કરી ચુક્યા છે. જો કે આ ફિલ્મ બોક્સ ઓફીસ પર ફેલ થઇ હતી. પરંતુ જો વાત કરીયે ચહેરાની અને સુંદરતાની તો આ બાપ-દિકરાના ચહેરા વધુ સરખા લાગે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!