આ દંપતી વૃક્ષો ઉગાડીને કરે છે અઢળક કમાણી – આઈડિયા વાંચીને ચોંકી જશો

દુનિયાને કંઇક નવું પસંદ છે, જે લોકો કંઇક અલગ જ કરી બતાવે છે તે વાઇરલ જરુર થાય છે. આપણા રોજિંદા જીવનમાં ઘણી ફર્નિચરની બનેલી વસ્તુઓઓ ઉપયોગ કરતા હોઇએ છીએ, જેમ કે ઘરમા સેટ્ટી, લાકડાનો કબાટ, તેમજ ઓફીસમાં ટેબલ-ખુરસી વગેરે બનાવવા માટે રોજનું હજારો ટન લાકડુ વાપરવામાં આવે છે અને રોજ લાખો વૃક્ષો કાપવામાં આવે છે.

આ સિસ્ટમ વર્ષોથી ચાલી આવે છે અને રોજના હજારો ટન લાકડાઓ વપરાય છે. પરંતુ શું તમે ક્યારેય એવું વિચાર્યુ છે કે વ્રુક્ષોને જ ફર્નિચર જેમ કે ટેબલ ખુરશીના આકારમાં ઉગાડી શકાય? જો કે સંભળીને આ વાત તમને મજાક લાગસે પરંતુ આ વાત સાચી છે. ઇંગ્લેંડનાં એક કપલે આ વાત સાબિત કરી બતાવી છે. તો ચાલો વિગતે જાણીએ..

અમે ઉગાડીએ છીયે ફર્નિચર આકારના વૃક્ષો :

મિત્રો તમને જણાવી દઇયે કે ઇંગ્લેંડના રહેવાસી ગેવીન મુનરો અને એલિસ મુનરો બન્ને એક દંપતિ છે અને બન્ને તેના ખેતરમાં ટેબલ ખુરશી આકારના વૃક્ષો વાવે છે. આ આઇડીઆથી આ દંપતિએ લાખો રુપિયા બનાવી લીધા છે. તેનીં માનવું છે કે ફર્નિચર બનાવવા માટે વર્ષો જુના ઝાડવા કાપવા કરતા આપ્ણે વૃક્ષ જ ફર્નિચર આકારનું બનાવીએ તો શું ખોટુ?

11 લાખનું ટેબલ અને 8 લાખની ખુરશી :

આ દંપતિ વૃક્ષોને આકાર જ એવો આપે છે કે મોટુ થતા તે વૃક્ષ ટેબલ કે ખુરશી જ બને. જણાવી દઇએ કે આ તેનો બિઝનેશ છે અને તેની કંપની પણ છે. સામાન્ય ખુરશીની જેમ તે ખુરશી પર પણ બેસી શકો છો અને ટેબલ નો પણ ઉપયોગ કરી શકો છો. આ દંપતિએ જણાવ્યુ કે વૃક્ષને પોતાની ઇચ્છા મુજબ આકાર આપવાનું અને નિયંત્રણ કરવાનું કામ ખુબ જ અઘરુ છે. પરંતુ હવે આટલા સમયે તેને તેમા ઝડપ આવી ગઇ છે. હવે તેના માટે ખુરશી કે ટેબલ બનાવવું સામાન્ય વાત છે.

આ રીતે આ દંપતીએ અત્યાર સુધીમાં 250 ખુરશીઓ અને 50 જેટલા ટેબલ બનાવ્યા છે. તેમજ 100 લેમ્પ પણ બનાવ્યા છે. મિત્રો તમે જાણીને ચોંકી જસો કે એક ટેબલની કિંમત 11 લાખ અને એક ખુરશીની કિંમત 8 લાખ રાખવામાં આવી છે. તેમજ લેમ્પ 80 હજારમાં વેંચે છે. જો કે તેને એક ખુરશી બનતા અંદાજે 6 7 મહીના લાગે છે અને એટલો જ સમય તેને સુકવતા લાગે છે. આ જોઇને એવું લાગસે કે જે કિંમત છે તે બરોબર છે.

પહેલી વખત બનાવ્યુ તો સસલા ચરી ગયા :

ગેવીન જ્યારે નાનો હતો ત્યારે તેને એક વૃક્ષને ખુરશીના આકારમાં જોયુ હતું અને ત્યારથી જ તેના મગજમાં આ આઇડીયા આવતો હતો. અને તેને મહેનત કરીને તેના ખેતરમાં વર્ષ 2006માં બે ખુરશીઓ પણ તૈયાર કરેલી. થોડા જ વર્ષમાં એલીસ સાથે તેના લગ્ન થયા અને બન્નેએ આ વિષય પર કામ કરવાનું ચાલુ કર્યુ. અને એક કંપની પણ ચાલું કરી.

તેમણે જ્યારે પહેલી વાર સાહસ કર્યો તો તેના તેબલ ખુરશી હજુ ઉગતા હતા ત્યાં સસલા અને ગાયો ચરી ગયા. જો કે આ વાતથી આ દંપતીએ હાર માની નહિ તેને પોતાનું કામ ચાલું રાખ્યુ. આખરે તેને સફળતા મળી. જો કે આ આઇડીયા કોઇ નવો નથી પ્રાચીન સમયમાં ચીનીઓ, રોમન અને જાપાની લોકો આ રીતે જ વૃક્ષોને તેની ઇચ્છા મુજબના ફર્નિચરનો આકાર આપતા.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!