આ કારણ હતું જેથી હનુમાનજી ને પંચમુખી રૂપ ધારણ કરવું પડેલું – વાંચો વિગત

મિત્રો આપણે બધા નાનપણથી રામાયણ જોતા આવ્યા છીયે અને પુસ્તકોમાં વાંચતા આવ્યા છીયે. તેમ છતા રામાયણના અમુક કિસ્સાઓ એવા છે જેને આપણે આજ સુધી જાણી નથી શક્યા. કેમ કે આપણે એટલું જ જાણીયે છીયે જેટલુ પુસ્તકોમાં વાંચીયે છીએ અને ટીવી માં જોઇએ છીએ. શું તમે જાણો છો હનુમાનજી એ પંચમુખી રૂપ શા માટે ધારણ કર્યુ હતુ? તો ચાલો આ લેખમાં જાણીએ કે હનુમાનજીએ પંચમુખી રૂપ શા માટે ધારણ કર્યુ હતુ.

મિત્રો એ વાત તો તમે બધા જાણો જ છો કે જે સમયે સિતા માતા અને ભાઇ લક્ષ્મણ સાથે રામ ભગવાન વનવાસ ગયા હતા ત્યાં રાવણે દગો કરીને સિતા માતાનું અપહરણ કરી લીધુ હતુ. ત્યારબાદ દરેક જગ્યાયે માતા સિતાને શોધવામાં આવ્યા પરંતુ અંતે હનુમાનજી એ જ સિતામાતાને શોધ્યા.

જ્યારે સિતાજીના અપહરણની વાત ભગવાન રામને ખબર પડી તો તેને રાવણ સાથે યુદ્ધ કરવાનો નિર્ણય લીધો. તમને જણાવી દઇયે કે યુદ્ધ દરમીયાન રાવણનો એક ભાઇ જેનું નામ કહિરાવણ હતુ તે તેના ભાઇની મદદ માટે આવી ગયો. જ્યારે ભગવાન શ્રી રામ અને લક્ષ્મણ ઉંઘમાં હતા ત્યારે તેને પાતાળ લોકમાં લઇ ગયો.

 

ભગવાન શ્રી રામ અને લક્ષ્મણ ને શોધતા શોધતા હનુમાનજી પાતાળ લોકમાં પહોંચી ગયા. દ્વાર પર મકરધ્વજ રક્ષક ના રુપે ઉભા હતા. મિત્રો તમને જણાવી દઇયે કે મકરધ્વજ હનુમાનજીના જ પુત્ર હતા.

કહેવાય છે કે એકવાર જ્યારે હનુમાનજીની આંખોમાં આંસૂ આવ્યા તો તેમાથી એક ટીપૂ નદીમાં પડ્યુ અને તે એક મગરમચ્છ પી ગયુ અને તેને મકરધ્વજને જન્મ આપ્યો. જ્યારે મકરધ્વજને હરાવીને હનુમાનજી અંદર ગયા તો તેને જોયુ કે ચારે દિશાઓમાં 5 દિપક પ્રગટેલા હતા. જેની અંદર માઁ ભવાની ની સામે શ્રી રામ અને લક્ષ્મણની બલી દેવાની તૈયારીઓ ચાલી રહી હતી.

આ કરણે હનુમાનજીને ધારણ કરવું પડ્યુ હતુ પંચમુખી રૂપ :

ભગવાન શ્રી રામ અને લક્ષ્મણને બચાવવા માટે હનુમાનજીને તે 5 દિવા એક સાથે જ બુજાવવાના હતા. તેથી હનુમાનજીએ તે સમયે પંચમુખી રૂપ ધારણ કર્યુ અને પાંચેય દિવાને એકસાથે બુજાવી દીદા. ત્યારબાદ ભગવાન શ્રી રામ અને લક્ષ્મણને છોડાવીને અહિરાવણનો વધ કર્યો.

તો આ કારણે હનુમાનજીને પંચ મુખી રુપ ધારણ કરવું પડ્યુ હતુ. જે લોકો હનુમાનજીના આ પંચ મુખી રૂપની પૂજા કરે છે તેના દુખો દુર થઇ જાય છે અને તેને જીવનમાં કોઇ પણ પ્રકારની કોઇ પરેશાની રહેતી નથી.

મોટાભાગે તમે મંદિરોમાં હનુમાનજીની એકમુખી રુપ વાળી મુર્તી જ જોઇ હસે. એવા ઘણા ઓછા મંદીરો હસે જ્યાં ભગવાન હનુમાનજીની પંચમુખી મુર્તિ હસે. જે લોકો ભગવાન હનુમાનજીની સાચા મનથી પૂજા કરે છે તેની દરેક ઇચ્છાઓ પુરી થાય છે. જે સમયે ભગવાન હનુમાનજીએ પંચમુખી રુપ દારણ કર્યુ હતુ તે દિવસથી લોકો તેના આ રુપની જ પૂજા વધુ કરે છે. જો કે હવે પંચમુખી હનુમાનનાં મંદિરો પણ જોવા મળે છે.

!! જય બાલાજી !!

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!