આ સિતારાઓએ તેનાથી મોટી ઉંમરની સ્ત્રીઓ સાથે કર્યા છે લગ્ન – પ્રેમમાં ઉંમરનું કોઇ મહત્વ નથી…

હાલમાં જ કરવામાં આવેલ એક શોધ અનુસાર આજકાલનાં છોકરાઓને તેનાથી મોટી ઉંમરની છોકરીઓ વધુ પસંદ આવે છે. જો કે આ વાત પર બધાને જલ્દી વિશ્વાસ નહી આવે પરંતુ આ વાત બિલકુલ સાચી છે. તેમજ આ શોધમાં એવા અમુક કારણો પણ દર્શાવવામં આવ્યા છે કે જેના લીધે પુરુષોને તેના કરતા મોટી ઉંમરની સ્ત્રેઓ વધુ પસંદ આવે છે.

હવે જો છોકરીઓ ઉંમરમાં મોટે હસે તો મોટાભાગની પરણીત જ હસે. પરણીત અને છુટાછેડા કરેલ સ્ત્રીઓ પ્રત્યે પણ આજકાલના છોકરાઓની રુચી વધી રહી છે. જો કે તેના ઘણા ઉદાહરણો બોલીવુડમાં પણ જોવા મળશે. આજે આપણે બોલીવુડના અમુક એવા સિતારાઓ વિશે વાત કરી રહ્યા છીએ જેને તેનાથી મોટી ઉંમરની સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા છે.

પરમીત શેટ્ટી અને અર્ચના પૂરણ સિંહ :

પ્રેમ હોય ત્યા ઉંમર જોવામાં આવતી જ નથી એવુ આ બન્નેએ સાબીત કરી દીધુ કેમ કે, અર્ચના પૂરણ સિંહે તેનાથી 7 વર્ષ નાના પરમીત શેટ્ટી સાથે લગ્ન કર્યા છે. જો કે ઉંમરમાં તફાવત વધુ છે પરંતુ બન્ને વચ્ચે પ્રેમ એટલો જ વધુ છે.

મહેશ બાબુ અને નમ્રતા શિરોડકર :

એક સમય હતો જ્યારે નમ્રતા બોલીવુડ પર રાજ કરતી હતી, બોલીવુડની સૌથી હિટ અભિનેત્રી તે સમયે નમ્રતા હતી. નમ્રતાએ પણ સાઉથના સુપરસ્ટાર મહેશ બાબૂ સાથે લગ્ન કર્યા છે જે તેનાથી 4 વર્ષ નાના છે. પરંતુ બન્ને એકબીજાને ખુબ જ પ્રેમ કરે છે.

અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાય

બિગ બી ના દિકરા અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાયના લગ્ન વર્ષ 2007 માં થયા હતા. જણાવી દઇએ કે એશ્વર્યા અભિષેકથી 2 વર્ષ મોટી છે.

સૈફ અલી ખાન અને અમૃતા સિંહ

જ્યારે સૈફ અલી ખાનના લગ્ન થયા ત્યારે તે માત્ર 21 વર્ષના હતા અને અમૃતા તેનાથી 13 વર્ષ મોટી હતી. એટલે કે તેના લગ્ન વખતે અમૃતાની ઉંમર 34 વર્ષની હતી. જો કે હાલામાં બન્નેના છુટાછેડા થઇ ચુક્યા છે.

નિક જોનસ અને પ્રિયંકા ચોપડા :

બોલીવુડની જાણીતી અભિનેત્રી પ્રિયંકાએ અમેરીકાના ફેમસ સિંગર નિક જોનસ સાથે લગ્ન કર્યા તેને હજુ એક વર્ષ પણ નથી થયુ. બન્નેના લગ્ન ખુબ જ ચર્ચામાં રહ્યા હતા. પરંતુ મિત્રો તમને જણાવી દઇયે કે પ્રિયંકા નિક જોનસ કરતા 10 વર્ષ મોટી છે.

શિરીષ કુંદ્રા અને ફરાહ ખાન :

પોપ્યુલર કોરિયોગ્રાફર અને ડાયરેક્ટર ફરાહ ખાને શિરીષ કુંદ્રા સાથે લગ્ન કર્યા છે, જે તેનાથી 8 વર્ષ નાના છે.

કૃણાલ ખેમૂ અને સોહા અલી ખાન :

કૃણાલ ખેમૂના લગ્ન પટૌડી ખાનદારની દિકરી સોહા અલી ખાન સાથે થયા છે. જણાવી દઇયે કે કૃણાલ તેનાથી 5 વર્ષ નાના છે.

આદિત્ય પંચોલી અને જરીના વહાબ :

મિત્રો તમને જણાવી દઇયે કે આદિત્ય પંચોલી તેની પત્ની જરીના થી ઉંમરમાં 6 વર્ષ નાના છે. બન્નેએ વર્ષ 1986 માં લગ્ન કર્યા હતા.

ફરહાન અખ્તર અને અધુના ભબાની :

ફરહાન અખ્તર તેની એક્સ વાઇફ અધુના થી 6 વર્ષ નાના હતા.

સુનિલ દત્ત અને નર્ગિસ :

સુનિલ દત્તે તેનાથી 1 વર્ષ મોટી ઉંમરની નર્ગિસ સાથે લગ્ન કર્યા હતા. બન્નેની મુલાકાત ફિલ્મ મધર ઇંડીયાના સેટ પર થઇ હતી. અને ત્યાથી જ તેની પ્રેમ કહાની શરુ થયેલી.

અર્જુન રામપાલ અને મેહર જેસિયા :

અર્જુન રામપાલ તેની પત્ની મેહરથી 2 વર્ષ નાના હતા, જો કે હાલમાં બન્નેએ છુટાછેડા લઇ લીધા છે.

ધનુષ અને એશ્વર્યા :

ધનુષે રજનીકાંતની મોતી દિકરી સાથે લગ્ન કર્યા છે, જણાવી દઇયે કે એશ્વર્યા ધનુષથી 1 વર્ષ મોટી છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!