ટીવીની આ અભિનેત્રીઓ હંમેશા માંગ ભરીને અને મંગલસૂત્ર સાથે જ જોવા મળે – પતિ ને પરમેશ્વર માને છે

ભારતમાં પતિને વધુ મહત્વ આપવામાં આવે છે, તેમજ ઘણા લોકો પતિને પરમેશ્વર પણ માને છે. ભારતની છોકરીઓને નાનપણથી જ સિખવવામાં આવે છે કે તેને પરણીને સાસરે જવાનું છે તેમજ છોકરીઓ પણ આ વાત સમજી જાય છે. લગ્ન પછી છોકરાઓમાં કોઇ બદલાવ આવતો નથી પરંતુ છોકરીઓમાં ઉઠવા-બેસવા, ખાવા-પિવામાં, કપડા પહેરવા સાથે ઘણા બધા બદલાવો આવે છે.

તેમાથી એક છે સિંદુર અને મંગલસુત્ર જેને દરેક ભારતીય મહિલા તેની માંગ અને ગળામાં સજાવીને રાખે છે. આવું માત્ર સમાન્ય મહિલાઓ જ નહિ પરંતુ ફિલ્મ અભિનેત્રીઓ પણ કરે છે. ટીવીની આ અભિનેત્રીઓ હંમેશા સિંદુર અને મંગલસુત્ર સાથે જ રહે છે.

ટીવીની આ અભિનેત્રીઓ હંમેશા સિંદુર અને મંગલસુત્ર સાથે જ રહે છે :

 

આ ફેશનનો સમય છે અને મહિલઓએ માંગમાં સિંદુર લગાવવાનું ઓછુ કરી દીધુ છે. જ્યારે ગ્લેમરસ લૂક આપવા વાળી અભિનેત્રીઓએ એક ભારતીય હોવાનો મતલબ હંમેશા લોકોને બહુ સારી રીતે સમજાવ્યુ છે. આજે આપણે અમુક આવી અભિનેત્રેઓ વીશે જ વાત કરવાના છીએ.

અનિતા હસનંદાની :

ટીવી જગતની રાણી અંનીતાએ તેના કરિયરની શરુઆત 12 વર્ષ પહેલા કાવ્યાંજલિથી કરી હતી. ત્યારબાદ તેને ઘણા ટીવી શો અને રિયલીટી શો માં કામ કર્યુ, અનિતા ખુબ જ સુંદર છે. અનિતાએ રોહિત રેડ્ડી સાથે લગ્ન કર્યા હતા અને તેને ખુબ જ પ્રેમ પણ કરે છે. ત્યારે જ તમે તેની માંગ માં હંમીશા સિંદુર જોઇ શકો છો, અને તે તેના પતિનું સન્માન પણ કરે છે.

રુબીના દિલાઇક :

ટીવી જગતની ખુબસુંદર અને ટેલેંટેડ અભિનેત્રીએ તેના અભિનયથી સૌ નું દિલ જીતી લીધુ છે. હાલમાં જ તેની એક શક્તિ નામની સિરિયલ આવેલ અને તેમા તેને ખુબસુંદર કિન્નરનો કિરદાર નિભાવ્યો હતો જેના લોકોએ ખુબ જ વખાણ કર્યા હતા. રુબીનાએ 9 મહિના પહેલા જ અભિનવ શુક્લા સાથે લગ્ન કર્યા હતા ત્યારબાદ તેની માંગમાં સિંદુર અને ગળામાં મંગળસુત્ર હંમેશા જોવા મળે છે.

સુહાસી ધામી :

જી ટીવી ના પોપ્યુલર આપકે આ જાને સે માં લીડ રોલ કરનાર સુહાસી ધામીએ પણ તેની સુંદરતાથી લાખો લોકોના દિલ જીત્યા છે. પરંતુ તેને 11 વર્ષ પહેલા તેનું દીલ બીજાને આપી દીદુ હતુ એટલે કે 11 વર્ષ પહેલા તેના લગ્ન થયા હતા અને આજે પણ તે હંમેશા સિંદુર અને મંગલસુત્ર સાથે જ જોવા મળે છે.

દ્રષ્ટિ ધામી :

મધુબાલા, દિલ મિલ ગએ અને ગીત જેવી લોકપ્રેય સિરિયલોમાં લીડ રોલમાં કામ કરી ચુકેલ દ્રષ્ટિએ નિરજ ખેમકા સાથે લગ્ન કર્યા હતા. દ્રષ્ટિ તેના પતિને ખુબ જ પ્રેમ કરે છે. અને તેનું સબુત છે કે તે હંમેશા સિંદુર અને મંગલસુત્રમાં જ નજરે આવે છે.

દિવ્યંકા ત્રિપાઠી :

દિવ્યંકાની સુંદરતાના વખાણ તો સલમાન અને શાહરુખ ખાન પણ કરી ચુક્યા છે. તેની સુંદરતા અને તેની સ્માઇલ પર તો હરકોઇનું દિલ આવી જાય છે પરંતુ તેનું દિલ વિવેક દાહિયા પર આવ્યુ અને તેને તેની સાથે લગ્ન કરી લીધા. લગ્ન પછે દિવ્યંકા સિંદુર વગર જોવા મળી નથી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!