પોતાના બોયફ્રેન્ડને માર મારી ચુકી છે બોલીવુડની આ હિરોઇન્સ – ઐશ્વર્યાએ તો સલમાનને એ ને….

આપણે ટીવી પર ઘણી ખૂબસૂરત અભિનેત્રીઓને જોઈએ છીએ અને આપણે બધા એની તરફ આકર્ષિત (ક્રશ) થઈએ છીએ. પણ શું તમે કોઈ દિવસ એ વિચાર્યું છે કે, ટીવીમાં દેખાતી આ રૂપસુંદરીઓ કંઈ ઢીલી-પોચી નથી હોતી. તેણી રુઆબદાર અને માથાભારે પણ હોય શકે. ગમે તેને ધૂળ ચતાડી દે એટલી સક્ષમ હોય છે.

આજે અમે તમને કેટલીક આવી જ બહાદુર અને તેજ મગજની હીરોઇન્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ હિરોઈનોએ પોતાના બોયફ્રેન્ડ અથવા પતિને જરૂર પડીએ પીટ્યો પણ છે. આજ કી નારી સબ પે ભારી…તો ચાલો જાણીએ…

(1) કંગના રનૌત :


જ્યારે આ નામ સંભળાય ત્યારે બોલિવૂડની ક્વિન નજરે ચડે છે. ઘણા ઓછા લોકો જાણતા હશે કે, કંગનાએ પોતાના બોયફ્રેન્ડ આદિત્ય પંચોલી પર મારઝૂડ અને ખરાબ વર્તનનો આરોપ લગાવ્યો હતો. એ વખતે આદિત્યએ કહ્યું હતું કે, કંગનાનાં મગજમાં પ્રોબ્લેમ છે તેણી કોઈને પણ મારી શકે છે. સમાચારનું માનીએ તો બંને વચ્ચે મારામારી થઈ હતી. એક વાત તો છે કે, કંગના પાછી પડે એવી તો નથી. તેણી ગમે તેને પહોંચી વળે.

(2) પ્રીતિ ઝિન્ટા :


પ્રીતિ ઝિન્ટા બોલિવૂડમાં ડિમ્પલ ગર્લનાં નામથી ઓળખાય છે. સાંભળવામાં આવ્યું હતું કે, વર્ષ 2005માં તેણી નેસ વાડિયાને ડેટ કરી રહી હતી અને ન્યુઝ રિપોર્ટ મુજબ બંનેએ એક દિવસ જાહેરમાં ઝગડો કર્યો હતો. આ ઝગડો મારકૂટ સુધી પહોંચી ગયો હતો અને પછી બંને અલગ થઈ ગયા. કહેવાય છે કે બંનેએ જાહેરમાં એકબીજા પર હાથ ઉપાડ્યો હતો.

(3) કરિશ્મા કપૂર :


આને કોણ નથી ઓળખતું !! એક જમાનામાં કરિશ્મા બોલીવુડની લોકપ્રિય હિરોઈન અને પરદેશી ક્વિન હતી. કરિશ્માનાં લગ્ન સંજય કપૂર સાથે થયા હતાં. જે લગ્ન ખૂબ ઓછો સમય ટક્યા. હાલમાં બંને અલગ-અલગ રહે છે. એવામાં બંનેએ એકબીજા પર મારઝૂડ અને ત્રાસનાં આરોપ લગાવ્યા છે.

(4) દીપશિખા નાગપાલ :


આ ખૂબસુરત અભિનેત્રી પણ કંઈ ઓછી નથી. તેણીએ પણ પોતાના પતિ કેશવ અરોડા સાથે મારપીટ કરી હતી. જોકે એવો આરોપ લાગેલો છે કે, તેણીનો પતિ કેશવ એની સાથે મારપીટ કરતો હતો પણ બંને તરફથી આવા આરોપ લગાડવામાં આવ્યા છે. કોઈને ખ્યાલ નથી કે, આમાં હકીકત શું છે! જોકે આ બંને પતિ-પત્ની હવે અલગ-અલગ રહે છે.

(5) એશ્વર્યા રાય બચ્ચન :


અમે આ હિરોઈનનું નામ તો નહોતા લખવા માંગતા પણ વાત અહીંયા બોયફ્રેન્ડને પીટવાની નીકળી છે તો એશ્વર્યા તો યાદ આવે જ ને. કહેવાય છે કે, સલમાન ખાન અને એશ્વર્યાનો સંબંધ ઘણો આગળ નીકળી ગયો હતો. સલમાન ખાને એશ્વર્યાને પામવાની જીદ્દ પકડી હતી પણ ત્યારબાદ બંને વચ્ચે ઝઘડો થયો અને તેઓ અલગ થઈ ગયા. આ બાબતે એશ્વર્યાએ સલમાન ખાન વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ રસપ્રદ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!