શહીદો ના ૧૦૩ પરિવારોને અક્ષય કુમારે જયારે આટલા રૂપિયા ની સાથે આ પત્ર મોકલ્યો….વાંચો શું લખ્યુ પત્રમાં?

બોલીવુડના અમુક સિતારાઓને સામાન્ય લોકો થી વધુ લગાવ હોય છે, ખાસ કરીને તે એવા લોકો વીશે વધારે વિચારે છે જે સરહદ પર રહીને તેના પરિવારથી દુર છે અથવા સહિદ થઇને તેના પરિવારને છોડી દીધો છે. શહિદોના ઘરે દિવાળી નો તહેવાર કેવી રીતે મનાવશે તે વીશે બિજા કોઇએ નહિ પરંતુ અક્ષય કુમારે વિચાર્યુ અને શહિદોના 103 પરિવારને અક્ષય કુમારે આપી સહાય, અને પોતે પત્ર લખીને પણ બધા પાશે મોકલાવ્યો.

શહિદોના 103 પરિવારોને અક્ષય કુમારએ અપી દિવાળી પર આ ભેટ :

મિત્રો આ એક સારી અને ગર્વ લેવા જેવી વાત છે કે બિજા કોઇ વિચારે કે ન વિચારે પણ બોલીવુડના સ્ટાર અક્ષય કુમારે શહિદોના પરિવાર વીશે ઘણુ વિચાર્યુ અને તેને દિવાળીના તહેવાર માટે સહાય આપી છે. જાણવા મળ્યુ છે કે અક્ષય કુમારે દિવાળીના તહેવાર પર 103 શહિદોના ઘરે 25-25 હજાર ભેટ તરીકે મોકલ્યા છે. મીડિયા રીપોર્ટ અનુશાર અક્ષયે શહિદના પરિવારોને 25-25 હજારનો ચેક, મિઠાઇ અને પત્ર મોકલ્યો છે.

વાસ્તવમાં એક આઇપીએસ ઓફિસરને આ દિવાળી પર શહિદોના અમુક પરિવારોને મિઠાઇ મોકલવાનો આઇડીયા આવ્યો, અને તેના કહેવા પ્રમાણે 103 શહિદોના પરિવારોનું લીસ્ટ તૈયાર કરવામાં આવ્યુ. અને આ આઇડીયા અક્ષય કુમારને ખુબ જ પસંદ આવ્યો. અને તેને મિઠાઇની સાથે સાથે 25 હજારનો ચેક અને દિવાળીની શુભેચ્છાઓ પણ આપી. હવે સવાલ એ છે કે આ પત્રમાં અક્ષય કુમારે શહિદના પરિવારોને શું સંદેશ આપ્યો. તો ચાલો જાણીયે કે પત્રમાં અક્ષય કુમારે શું લખ્યુ છે..

તમારા ઘરના શુરવીર શહિદ પુત્રનું બલિદાન પુરા દેશ માટે સર્વોચ્ચ છે. બધા ભારતીયોને તમારા પુત્ર પર ગર્વ છે અને મને પુરો વિશ્વાસ છે કે આ દિવાળીના તહેવાર પર તમારા પુત્રની યાદો તાજી કરશો. હુ જાણુ છુ કે તે સમય તમારા માટે દુખનો હસે પરંતુ ઇશ્વરને મારી પ્રાર્થના છે કે નવા વર્ષમાં તમેન ધૈર્ય અને સંયમ આપવામાં આવે. હુ આ દિવાળી પર તમારા ઘરના બાળકો માટે મિઠાઇ અને ઉપહાર મોકલુ છુ અને અમુક બૂક પણ મોકલવા માંગુ છુ. મારી તમને વિનંતી છે કે કૃપા કરીને પ્રેમથી આ ભેટનો સ્વીકાર કરો અને મને તમારો દિકરો સમજીને આશિર્વાદ આપો.

હંમેશા તમારો ઋણી 
અક્ષય કુમાર 

અક્ષયનું કામ અને પત્ર વાંચીને જ તમને અંદાજ આવી ગયો હસે કે અક્ષય માત્ર ફિલ્મોમાં જ નહી પરંતુ અસલ જીંદગીમાં પણ સારા આમ કરે છે. જો કે આ પહેલે વાર નથી અક્ષયે આની પહેલા પણ શહિદોના પરિવારો માટે ઘણુ કરેલુ છે, અને આવુ કરવુ આપણા દેશ માટે ગર્વની વાત છે.

દિવાળી પર અક્ષય કુમારની ફિલ્મ હાઉસફુલ-4 આવી રહી છે જેમા તેની સાથે રિતેશ દેશમુખ બૉબી દેઓલ, કૃતિ સેનન, કૃતિ અરબંદા, પૂજા હેગડે, બમન ઇરાની અને ચંકી પાંડે જોવા મળશે. આ ફિલ્મ 26 ઓક્ટોબરના રોજ રિલીઝ થવા જઇ રહી છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!