સ્ટેજ પર જ્યારે આલિયાથી બોલાય ગયો અશ્લીલ શબ્દ – કરણ જોહરે કહ્યુ શું આ જ છે સંસ્કાર

આલીયા ભટ્ટ બોલીવુડની જાણીતી અભિનેત્રીઓમાંથી એક છે. ઘણીવાર આલીયા ભટ્ટ વિચાર્યા વગર જ સ્ટેટમેંટ આપી દેતી હોય છે. તેના કારણે તે હંમેશા ચર્ચામાં રહે છે. અમુક સમય પહેલા ટીવી પર કરણ અર્જુનનો ચેટ શો આવતો હતો. જેમા એક સવાલનો આલિયાએ એવો જવાબ આપ્યો હતો કે સોશિયલ મીડિયા પર તેની ખુબ જ  મજાક ઉડાવવામાં આવી હતી.

આ શો બાદ હવે આવારનવાર લોકો આલિયાની મજાક ઉડાવતા રહે છે. ફરી એકવાર સ્ટેજ પર બોલતા બોલતા આલિયા આલિયાએ આ ભુલ કરી. આ વખતે ફરી આલિય કરણ જોહરના સવાલનો જવાબ આપી રહી હતી. સવાલનો જવાબ આપતી વખતે આલિયા માઇક પર એવો અશ્લીલ શબ્દ બોલી ગઇ કે લોકોએ શોર મચાવી દીધો.

રવિવારના દિવસે આલિયા ભટ્ટ કરિના કપૂર સાથે જિયો મામી મૂવી મેલા વિથ સ્ટાર 2019 માં ભાગ લેવા આવી હતી. અહિં નિર્દેશક કરણ જોહર પણ ઉપસ્થિત હતા. કરણ જોહર આલીયા ભટ્ટને સવાલ પુછી રહ્યા હતા, કરણના આ સવાલના જવાબમાં આલિયા કરીના કપૂરના વખાણ કરી રહી હતી.

કરણ જોહરના સવાલ પર આલિયાએ કહ્યુ કે “કરીના કપૂરે માત્ર ફિલ્મો અને ફિલ્મો જ કરી છે લોકોનું એવુ માનવું છે કે જો કોઇ પણ એક્ટ્રેસના લગ્ન થઇ જાય તો તેનું જીવન થોડુ સ્લો થઇ જાય છે. પરંતુ કરીના કપૂરે આ વાતને ખોટી સાબિત કરી.

કરીના કપૂર હંમેશા મારા અને મારી ફ્રેંડ્સ માટે એક પ્રેરણાનો સ્ત્રોત રહી છે. અમે બધા જ્યારે પણ કરીના કપૂરની તસ્વીર જોઇયે છીએ તો આપણને એવું લાગે કે કરીના કેટલી હોટ અને સુંદર છે. કરીના કપૂર ચપ્પલ, ટ્રેક પેંટ અને ટીશર્ટમાં પણ ખુબ સુન્દર લાગે છે.” બોલતા બોલતા આલિયાના મોટામાંથી એક ખરાબ અને અશ્લીલ શબ્દ નિકળી ગયો. જેને સાંભળેને ત્યા ઉપસ્થિત દર્શકોએ ખુબ જ શોર મચાવ્યો.

કરણ જોહર આલિયાનો આ શબ્દ સાંભળી ન શક્યા અને તેને આલિયાને ફરીથી પુછ્યુ કે તે શું કીધુ? ત્યારે કરીના કપૂરે કરણ જોહરને જણાવ્યુ. કરણ જોહર તેની વાત સંભળીને જોર જોર થી હંસવા લાગ્યા અને આલિયાને છેડતા કહ્યુ , ” મે તને આ જ સંસકાર આપ્યા હતા”.

કરણે તેના શો માં એકવખત આલિયાને મહારાષ્ટ્રના મુખ્યમંતત્રીનું નામ પુછ્યુ હતુ. આ સવાલનો જવાબ આપતા આલીયાએ કહ્યુ ‘પૃથ્વીરાજ ચૌહાન’, આલીયાના આ જવાબ પછી તેને ખુબ જ ટ્રોલ કરવામાં આવી હતી. જો કે આ વખતે કરણે આલિયાને સવાલ કર્યો હતો કે શુ તેને ક્યારેય એવું લાગતુ હતુ કે કરીના કપૂર તેની નણંદ બનશે.

અ સવાલના જવાબ પર કરીના વચ્ચે બોલી પડી હતી, ‘ જો એવુ થાસે તો હું દુનિયાની સૌથી ખુશકિસ્મત છોકરી હઇશ. આ સવાલનો જવાબ આલિયાએ શરમાતા આપ્યો કે, ‘મે એવુ ક્યારેય વિચાર્યુ પણ નહતુ’. તેને કહ્યુ એ આપણે અહિં સુધી પહોંચ્યા છીયે તો આગળ પણ પહોંચી જશુ. કરણે કહ્યુ કે જ્યારે પણ એવું થસે ત્યારે હું ને કરીના સૌથી વધારે ખુસ થશુ.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!