અમદાવાદમાં દિવાળીની ખરીદી કરવા સસ્તા અને સારા બજારો – દેશીદુકાનનું કલેક્શન અને ઓફર અહી જુવો

દિવાળી આવી નજીક આવી રહી છે, લોકો શોપિંગ માટે અલગ અલગ બજાર ફરતા હોય છે. ઘણા લોકો ઓનલાઇન શોપિંગ કરવાનું પસંદ કરતા હોય છે પરંતુ મિત્રો અમદાવદમાં ઘણી એવી બજારો છે ક્યા ઓનલાઇન શોપિંગથી સસ્તી અને સારી વસ્તુઓ મળે છે. તો ચાલો જોઇએ આ જગ્યાઓ વીશે.

અમદાવદમાં ઘણી એવી બજારો છે જ્યા દરેક વસ્તુઓ સસ્તા ભાવે અને સારી ક્વોલીટીની મળે છે. જો તમે અમદાવદમાં નવા છો તો કદાચ તમને આ જગ્યાઓ વિશે ખ્યાલ નહી હોય. કપડા હોય કે ઘર વપરાસની કોઇ વસ્તુ દરેક વસ્તુઓ અહીં સસ્તા ભાવે મળી રહેશે. ઘણા લોકો તો બહારથી સ્પેસિયલ અમદાવાદ શોપિંગ કરવા આવે છે.

500થી પણ વધુ દુકાનો ધરાવતુ ઢાલગરવાર માર્કેટ :

અમદાવાદના જુના અમદાવાદ કહેવાતા વિસ્તારમાં આ માર્કેટ આવેલુ છે. જાનાવી દઇયે કે આ માર્કેટ સ્પેસિયલ લેડિસ કુર્તી, ડ્રેસ તેમજ મટીરીયલ, તેમજ સાડીઓ વગેરે જેવી વસ્તુઓ માટે જાણીતુ છે. અહીં તમને આ વસ્તુઓ અન્ય બજાર અથવા ઓનલાઇન કરતા ઘણી સસ્તી પડે છે. અહિં 500 થી પણ વધુ દુકાનો આ જ વસ્તુઓની આવેલી છે.

રાણીનો હજીરો :

અમદાવાદમાં આ જગ્યા ઢાલગરવાર માર્કેટથી થોડા જ અંતરે દુર આવેલ રાણીના હજીરા પર નવરાત્રીના સમયે ચણીયાચોળી ખુબ જ સસ્તા ભાવે મળી રહે છે. પરંતુ અહિં મળતુ ઓક્સોડાઇઝ્ડના ઓર્નામેંટસ ખુબ જ પ્રખ્યાત છે. તેમજ અહિં કોટન પર પ્રિંટ કરેલ કાપડ પણ સસ્તા ભાવે મળી રહેશે. જણાવી દઇયે કે મોટી મોટી હસ્તિઓ અને અમિર લોકો પણ અહિંથી ખરીદી કરે છે.

બંધેજ :

મિત્રો તમને જણાવી દઇયે કે બંધેજ કોઇ બજાર માર્કેટ નથી પરંતુ એક બ્રાંડ છે, અહિંયા કાપડને લગતી દરેક વસ્તુઓ જેમ કે બાંધણીની સાળીઓ, ડ્રેસ મટીરિયલ, કુર્તીઓ, ગામઠી એસેસરિઝ, ગામઠી ચાદર અને ઓશિકા કવર દરેક વસ્તુઓ સારી ક્વોલિટીમાં અને સસ્તા ભાવે મળી રહેશે. અમદાવાદમાં બંધેજની ઘણી બધી બ્રાંચો પણ છે. અન્હિં કોટન અને સિલ્ક દરેક મટીરિયલમાં ડ્રેસ કુર્તી મળી રહે છે. બાંધણીના કાપડ માટે બંધેજ એક શ્રેષ્ઠ સ્થળ છે.

લો ગાર્ડન :

મિત્રો અમદાવદનું આ એક એવુ માર્કેટ છે જ્યા વસ્તુઓ તો ઘણી  મળે છે પરંતુ તમે ખરીદી નહિ કરો તો પણ અહીં ફરવાની તમને મજા આવશે. લો ગાર્ડનનું આ માર્કેટ સાંજે ચાર વાગ્યે ખુલે છે અને રાત્રે 12 વાગે બંધ થાય છે. આ માર્કેટ અમદાવદના પશ્ચિમ વીસ્તારમાં આવેલા એલિસબ્રિજ ની નજીકમાં જ છે. અહીં ચણિયાચોરી અને ભરત કામ કરેલી ચાદરો, ઓશિકાના કવર જેવી વસ્તુઓ ખરીદી શકો છો. તેમજ ઇમીટેશનની એંટિક આઇટમો પણ અહિથી મળી રહેશે. તેમજ સાંજના સમયે અહિં ખાણીપીણી નો પણ આનંદ માણી શકો છો.

માણેક ચોકનું માર્કેટ :

જુના અમદાવદમાં આવેલ આ માર્કેટમાં દરેક પ્રકારના મસાલાઓ, ભગવાનના વાઘા, લગ્ન માટેની દરેક સામગ્રી થી લઇને વાસણ સુધીની દરેક વસ્તુઓ મળી રહે છે. તેમજ વર્ષો જુનુ શાક માર્કેટ પણ ભરાય છે. સાથે સાથે સોના બજાર પણ આવેલી છે જ્યા સોનાની અને ચાંદીની ખરીદી કરી શકાય છે.

આ માર્કેટ સાંજે ખાણીપીણી માં બદલાય જાય છે. અહિંની ખાણીપીણીની દરેક વસ્તુઓ ખુબ જ પ્રખ્યાત છે અને આખા અમદાવદના લોકો તેની ખુબ જ મજા માણે છે. તેમજ ગુલ્ફીની પણ ઘણી આઇટમો મળે છે જે કદાચ આખા અમદાવાદમાં નથી મળતી.

ત્રણ દરવાજા-ગાંધીરોડ માર્કેટ :

જો તમે બાળકો સાથે અહીં ગયા છો તો તેના રમકડાથી લઇને ઘર વપરાશની દરેક વસ્તુઓ અહીં મળી રહેશે. તેમજ લેડિસ માટે કટલેરી પણ સસ્તા ભાવે મળી રહેશે. અહિં ઘરને ડેકોરેશન માટેની સામગ્રી પણ મળી રહેશે. ગાંધી રોડ પર ઇલેક્ટ્રીક બજાર પણ આવેલ છે. જ્યા ઇલેક્ટ્રીક વસ્તુઓ સસ્તા ભાવે મળી રહેશે, તેમજ અહિં એક પર્સ માટેની પણ અલગ જ બજાર છે, જ્યા નવી નવી ડિઝાઇનનાં પર્સ ખુબ જ સસ્તા ભાવે મળી રહેશે.

આશ્રમરોડ પરની ગરવી ગુર્જરી :

ગુજરાતી કળાકારીનું પ્રતિનિધિત્વ કરાવતુ સ્થળ એટલે આશ્રમ રોડ પર આવેલ ગરવી ગુર્જરી નામની વિશાળ દુકાન. અહીંથી તમે દરેક પ્રકારની હેંડીક્રાફ્ટ આઇટમો મળી રહેશે. જો કે અહિં આખા ભરતની હસ્તકલાઓ જોવા મળે છે. જણાવી દઇયે કે વિદેશથી ફરવા માટે આવેલા લોકો પણ અહિંથી ભેટ માટે વસ્તુઓ લઇ જાય છે. તેમજ ભાવ પણ ખુબ સસ્તા હોય છે.

રતનપોળ :

આ અમદાવદનું ખુબ જ પ્રખ્યાત માર્કેટ છે. લોકો લગ્નની ખરીદી કરવા માટે અહિં જ આવે છે. રાજ્યભરના લોકો જ્યારે પણ લગ્નની ખરીદી કરવા અમદાવાદ જાય ત્યારે આ બજારમાં ગયા વગર ખરીદી અધુરી છે. લગ્નમાં પહેરવાની દરેક વસ્તુઓ અહિં મળી રહે છે, જેમ કે ટ્રેડીશનલ ડ્રેસ, સાળીઓ, ચણિયાચોરી વગેરે ખુબ જ સસ્તા ભાવે મળે છે.

દેશીદુકાન – ટીશર્ટ લોન્જ – હિમાલયા મોલ

અગર તમે વેકેશન પર બહાર ફરવા જઈ રહ્યા છો તો જે પણ ૪-૫-૬ દિવસ નું વેકેશન હોય, એમાં ૧ દિવસ યુનિટી ડે તરીકે ઉજવી શકાય. જેટલા લોકો સાથે હો બધા એક જ સરખા મેચિંગ કપડા પહેરેલ હોય. અને આ દિવસ માટે ખોટો ખર્ચ કરવાની કોઈ જ જરૂર નથી. ૨૫૦ રુ. થી શરુ કરીને આ દિવસની ઉજવણી થઇ શકે છે. જેના માટે તમને મદદ કરશે “DeshiDukan – Tshirt Lounge” – એક ગુજરાતી દ્વારા સ્થાપિત આ ટીશર્ટ આઉટલેટ માં ૧૫૦ થી વધુ કપલ, ફેમીલી, ફ્રેન્ડસ, યુથ માટેના ટીશર્ટ ની ડીઝાઇન મળશે અને ૧૫૦૦ થી વધુ સાઈઝ અને કલર વેરીએશન રેડી સ્ટોક માં  ઉપલબ્ધ રહેશે. અગર તમે અમદાવાદ થી છો તો હિમાલય મોલ ગ્રાઉન્ડ ફ્લોર પર તમને દેશીદુકાન મળી રહેશે એ સિવાય રાજકોટ રિલાયન્સ મોલ, ક્રિસ્ટલ મોલ, ભાવનગર હિમાલય મોલ, સુરત વી.આર. ડુમસ રોડ અને જામનગર ક્રિસ્ટલ મોલ પણ તમને દેશીદુકાન ના આઉટલેટ મળી જશે. ખુબ જ ટૂંકા ગાળા માં ગુજરાતીઓ ને ગમતા અવનવા ટીશર્ટ સાથે દેશીદુકાન નું ખુબ જ વિસ્તરણ કરેલ છે. એક મુલાકાત ચોક્કસ લેવી ગમશે.

સીંધી માર્કેટ :

અમદાવાદમાં જો તમને કોઇ પણ પ્રકારના ટ્રેડિશનલ વસ્ત્રો લેવાનું મન થાય તો તમારે સીધુ કાલુપુર રેલ્વેસ્ટેશન જતુ રહેવુ. ત્યાથી થોડુ જ નજીક આ માર્કેટ આવેલુ છે. રેડીમેટ સુટથી લઇને ડ્રેસ મટિરીયલ અહીં મળી જસે. પડદા અને સોફાના કાપડ તેમજ ચાદર અને ટુવાલ જેવી વસ્તુઓ માટે આ માર્કેટ વખણાય છે.

ફર્નાન્ડીઝ બ્રીજ :

જો કે આ બ્રીજ ગાંધી રોડનો જ એક ભાગ છે જ્યા પુલ નીચે નાનો એવો વિસ્તાર છે. મિત્રો આ બજાર માત્ર પુસ્તકોથી ભરેલી જોવા મળે છે. પેલા ધોરણના પુસ્તકોથી લઇને પીએચડી સુધીના દરેક પુસ્તકો અહીં થી મળી રહેશે. તે પણ ખુબ જ ઓછા ભાવે. જેને પુસ્તક વાંચવાનો ખુબ શોખ હોય તે આ બજારની મુલાકાત જરુર લેવી જોઇએ.

સીજી રોડ માર્કેટ :

અમદાવાદના સીજી રોડ પર એક આંટો મારો એટલે તમે મોલ પણ ભુલી જસો, કેમ કે અહીં ઘણી બધી દુકાનો, શો રૂમ, તેમજ મોલ કરતા વધુ વેરાઇટીઓ મળી રહેશે. દેશની ફેમસ દરેક બ્રાંડના શો રૂમ જેમ મોલ હોય છે તેમ અહીં પણ છે. તેમજ સાંજ પડતા ફૂડ બજાર ચાલુ થાય છે અને લોકોની ભીડ જામે છે ખાણીપીણી માં, અહીંના ફૂડ ફેમસ છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત‘ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!