અંબાણીનું એન્ટીલિયા પણ ફિક્કું પડે એવો આલીશાન મહેલ છે બીગ બી નો – જુવો ‘જલસા’ની તસવીરો

બોલીવુડમાં જેને વર્ષો સુધી રાજ કર્યુ છે અને આજે પણ બિગ બી થી ઓળખાતા બોલીવુડના શહેનશાહ એટલે કે અમિતાભ બચ્ચન. અમિતાભે તેના ફિલ્મી કરિયરમાં ઘણી ફિલ્મો આપી છે. જો કે તેની મોટા ભાગની ફિલ્મો સફળ જ રહે છે.

પરંતુ આજે આપણે ફિલ્મોની નહી પરંતુ વાત કરવાના છીએ તેના બંગ્લોઝની. તો મીત્રો તમને જણાવી દઇયે કે અમિતાભ બચ્ચને અલગ અલગ કામો માટે અલગ અલગ ઘરો ખરીદી રાખ્યા છે.

મુંબઇમાં આવેલા જુહુ વિસ્તારમાં અમિતાભના એક બે નહિ પરંતુ ત્રણ બંગલા છે. અને એ પણ ત્રણેય આલીશાન છે. વાત કરીયે નામની તો જલસા, પ્રતિક્ષા અને જનક નામથી ત્રણ બંગલા છે.

જો કે મોટાભગના લોકો અમિતાભના જલસા વિશે જ જાણતા હસે કેમ કે, તે અમિતાભ તેના ફેમીલી સાથે ત્યાં જ રહે છે પરંતુ ઘણા ઓછા લોકો જાણતા હસે કે અમિતાભને જલસા સિવાય પણ મુંબઇના જુહુ વિસ્તારમાં બીજા બે બંગલા છે. તે પણ ખુબ જ આલીશાન છે.

જણાવી દઇયે કે મીડિયા સાથે મિટિંગ અને ચર્ચા કરવા માટે પણ અમિતાભે અલગ ઘર ખરીદી રાખેલ છે. તેનું નામ જનક છે.

તેમજ પ્રતિક્ષા તેનો ખુબ જ જુનો બંગલો છે, બાદમાં તેને જલસો ખરીદ્યો અને પ્રતિક્ષામાંથી જલસામાં શિફ્ટ થયા. એટલે કે જલસો ખરીદ્યા પહેલા અમિતાભ તેના પરીવાર સાથે પ્રતિક્ષામાં રહેતા.

મિત્રો તમને આ વાત પર વિશ્વાસ નહિ આવે પરંતુ અમિતાભે તેના સ્ટ્રગલનાં દિવસો મુંબઇમાં બાકડા પર સુઇને વિતાવ્યા છે. પરંતુ તમે આ વાતનો વિશ્વાસ તેની આજની લાઇફસ્ટાઇલ જોઇને કરી નહિ શકો. દેશના સૌથી મોંઘા ઘરોમાં અમિતાભના ઘરનો સમાવેશ થાય છે.

હાલ અમિતાભ જે ઘરમાં રહે છે તેનું નામ જલસો છે અને તે લગભગ  દશ હજાર સ્ક્વેર ફુટમાં બનાવવામાં આવ્યો છે. જો કે આ બંગલો માત્ર બે માળનો જ છે પરંતુ ખુબ જ આલિશાન છે અને અમિતાભ પણ ખુબ જ પસંદ કરે છે.

બંગલાની સજાવટ માટે સમાન વિદેશોમાંથી એક્સ્પોર્ટ કરવામાં આવ્યુ છે. અને આખા ઘરનું ફ્લોરિંગ ઇટાલિયન માર્બલથી કરવામાં આવ્યુ છે.

જલસાને સજાવવા માટે અમિતાભે પાનીની જેમ પૈસા વાપર્યા છે અને મોંઘામાં મોંઘુ ઇન્ટિરિયલ વાપરવામાં આવ્યુ છે. અમિતાભનો જલસો બંગલો મહેલોને પણ ટક્કર મારે છે. પહેલી વાર જોઇને હરકોઇ ભાન ભુલી જાય એમ છે. તેમજ ભગવાનની મુર્તિઓ પણ લગાડવામાં આવી છે.

 

એવામાં રસપ્રદ વાત એ છે કે અમિતાભ તેના બંગલા પર હંમેશા ભારત માતાનો તિરંગો રાખે છે જેની તસ્વીર પણ તેને શેર કરી હતી.

 

હિન્દુ ધર્મનું પાલન કરતા અમિતાભે તેના બંગલામાં એક પૂજા ઘર પણ બનાવેલુ છે જેમાં ભગવાન અને માતાજીની મુર્તિઓ પણ રાખે છે અને અહિં તેનો આખો પરીવાર ભેગો થઇને આરતી કરે છે.

 

 

આ લગ્ઝરી બંગલા સાથે સાથે ઘરની સામે એક જબરદસ્ત ગાર્ડન પણ તૈયાર કરવામાં આવ્યો છે, જેની તસ્વિરો અવારનવાર બચ્ચન પરિવારના કોઇને કોઇ સભ્ય દ્વારા શેર થતી રહે છે. આ ગાર્ડન બંગલાની શોભા વધારે છે.

 

જલસામાં એક લાઇબ્રેરી પણ છે જ્યા ફોટોથી આખી દિવાલ ભરેલી છે અને અમિતાભે જુની યાદો યાદ રાખવા માટે અહિં તસ્વિરો પણ રાખી છે.

અમિતભ નિયમોનું પાલન કરવામાં માને છે અને હંમેશા રુલ્સ પ્રમાણે જીવવાનું પસંદ કરે છે. એટલું જ નહિ અમિતાભે તેના પરિવાર માટે પણ અમુક ફિક્સ કાયદાઓ ઘડ્યા છે.

અમિતાભ બચ્ચન દ્વારા નક્કી કરેલ આ કાયદાઓનું પાલન આખુ બચ્ચન પરિવાર કરે છે. જેમ કે આખા દિવસમાં એકવાર તો આખા પરીવારની ભેગું થવાનું જ અને દિવસમાં એક ભોજન તો સાથે લેવાનું જ. તેમજ ઘરમાં હિંદિ સિવાય વાત નહિ કરવાની.

અમિતાભ છેલ્લા ત્રણ વર્ષથી તેના ફ્રેંસને અઠવાડીએ એક વખત તો મળવાનો મોકો આપે જ છે, સંડે ના સિવસે જ્યારે તે મુંબઇ હોય તો જલસાની બહાર તેના ફેંસને મળવા જરુર નીકળે છે.

મિત્રો એક સમયે તે મુંબઇ માં જ બાકડા પર સુઇ જતા અને આજે લોકો તેને જોવા માટે લાઇનો લગાવે છે આ તેના સંઘર્ષનું જ પરિણામ છે. આજે તે એવું જીવન જીવે છે કે સામાન્ય લોકો વિચારી પણ નથી શકતા. દિન્દુ ધર્મમાં આવતા દરેક તહેવારોએ તેનું ઘર મહેલની જેમ શણગારવામાં આવે છે.

તેના ઘરની તસ્વિરો જોઇને જ આપણે અમિતભની લાઇફ સ્ટાઇલનો અંદાજો લગાવી શકિયે છીએ પરંતુ આ તેની મહેનતનું જ પરિણામ છે. જો કે તેના ઘરે રુબરુ જવાનો મોકો જીવનમાં મળે કે ન મળે પરંતુ ફોટામાં જોઇ લઇયે અમિતાભના મહેલો જેવા ઘર.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!