ગુસ્સામાં છોકરીઓ આ ૭ વિચિત્ર કામ/વર્તન કરતી હોય છે – ત્યારે પતિદેવે આવુ કરવાથી પત્ની જલ્દી શાંત થાય છે

આ દુનિયામાં સૌથી ખતરનાક અને પ્યારી ચીજ પત્ની છે. જ્યારે તેણીનું મૂડ સારું હોય ત્યારે તે તમને ખૂબ પ્રેમ કરે છે. જોકે એનું મૂડ ખરાબ હોય ત્યારે એનો ગુસ્સો પણ બેકાબુ થઈ જાય છે. પત્નીને જ્યારે ગુસ્સો આવે છે ત્યારે તેણી સિંહણ બની જાય છે, તો વળી પતિની હાલત ભીગી બિલ્લી જેવી થઈ જાય છે. ગુસ્સામાં હોય ત્યારે પત્ની ઘણા પ્રકારની હરકત કરે છે. એવામાં આજે અમે તમને ગુસ્સેલ પત્નીની વિચિત્ર હરકત/વર્તન અને આવી પરિસ્થિતિમાં પતિએ શું કરવું જોઈએ એના વિશે જ્ઞાન આપીશું.

(1) ચીસો પાડવી :

જ્યારે પત્નીને ગુસ્સો આવે ત્યારે એનો અવાજ મોટો થઈ જાય છે. તેણી જોરજોરથી વાતો કરવા લાગે છે. બાળકો ઉપર ગુસ્સો ઉતારે. તેણી જ્યારે બોલતી હોય ત્યારે પતિની હિંમત નથી કે તે વળતો જવાબ આપે અથવા એની સાથે જીભાજોડી કરે. આવી સ્થિતિમાં પતિએ ચૂપ રહીને પત્નીની વાતો સાંભળવામાં જ સમજદારી છે.

(2) વાતચીત બંધ :


ગુસ્સો આવવાથી ઘણીવાર પત્ની પોતાના પતિ સાથે વાત કરવાનું બંધ કરી દે છે. ઘણી પત્નીઓ તો એવી વટવાળી હોય કે અઠવાડિયા સુધી પતિ સાથે વાત નથી કરતી. મોઢા બગડ્યા કરે અને બાળકો સાથે વાતો કર્યા કરે. આવી સ્થિતિમાં જ્યારે પત્નીનો મગજ શાંત હોય ત્યારે એની સાથે વાત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ અને પત્નીને મનાવી લેવી જોઈએ.

(3) ખાવાનું બંધ :


ઘણી પત્ની ગુસ્સામાં ખાવા-પીવાનું બંધ કરી દે છે. આ એનું એક પ્રકારનું વિરોધ પ્રદર્શન હોય છે. આવી સ્થિતિમાં પતિએ જાતે રસોઈ બનાવવી જોઈએ અથવા બહારથી લાવીને પત્નીને પોતાના હાથે જમાડવી જોઈએ.

(4) વાસણ ફેંકવા અથવા પટકવા :

જ્યારે ગુસ્સો આવે ત્યારે મોટાભાગની પત્નીઓ આવી રીતે જ વાસણનાં છુટ્ટા ઘા કરે અથવા જોરજોરથી પટકે. ઘણી વખત તો સામાન તોડી ફોડી નાખે છે. ત્યારે પતિએ તેણીને શાંત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.

(5) પિયર જવાની ધમકી:


પિયર જવાની ધમકી પત્નીઓનું સૌથી ખતરનાક હથિયાર હોય છે. જ્યારે પતિ સાથે ઝગડો થાય અથવા સાસરિયા પક્ષ સાથે બોલાચાલી થાય એટલે પત્ની પિયર જવાની ધમકી બતાવે છે. ત્યારે પતિએ પત્નીને સમજાવવાની કોશિશ કરવી જોઈએ અથવા પિયર ચાલી જાય તો જાતે પત્નીને તેડવા જવું જોઈએ.

(6) બાળકોને પીટવા :


ઘણી પત્નીઓમાં એવી આદત હોય છે કે, પતિ અને બીજાનો ગુસ્સો બાળકો પર ઠાલવે છે. એ દરમિયાન તેણીનો ગુસ્સો સાતમા આસમાને હોય છે. એવામાં બાળકથી કોઈ નાનકડી ભૂલ થાય તોયે મારે છે. આવી સ્થિતિમાં પતિએ પોતાના બાળકોને બચાવવા જોઈએ.

(7) છૂટાછેડાની ધમકી :


જો ઝગડો ખૂબ વધી જાય અને પત્નીને એવું લાગે કે હવે પાણી ઉપરથી ચાલ્યું ગયું છે ત્યારે તેણી છૂટાછેડાની ધમકી પણ આપે છે. ઘણી ગુસ્સેલ પત્ની તો છૂટાછેડા કરાવીને જ રહે છે. આવી સ્થિતિમાં જો તમારી ભૂલ હોય તો એનો સ્વીકાર કરીને માફી માંગી લો અને ફરીથી શરૂઆત કરો.

ઉપરોક્ત દરેક સ્થિતિમાં પતિએ શાંત રહેવું અને પત્નીની ભાવના અને એના ગુસ્સાનું કારણ જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ. પતિએ પત્ની અને પરીવાર એમ બંને બાજુ સમતોલન જાળવવું જોઈએ.

દોસ્તો, આપની પત્નીને ગુસ્સો આવે ત્યારે તેણી શું કરે છે એ તમે કમેન્ટમાં જણાવી શકો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!