૧૦ વર્ષ પહેલા ઐશ્વર્યાએ કરવાચૌથ પર આ રીતે ચાંદ જોઇને વ્રત તોડેલ – આ વિડીયો થયો વાઈરલ

જ્યારે પણ આપણે આઇડિયલ કપલની વાત કરીયે ત્યારે આપણા મનમાં એશ્વર્યા અને અભિષેકનું નામ જરુર આવે છે. આજે બન્નેના લગ્નને 12 વર્ષ વીતી ગયા છે અને 12 વર્ષ પછી પણ બન્ને વચ્ચે એવો જ પ્રેમ છે જેવો પહેલા હતો. જણાવી દઇયે કે 2007 માં એશ્વર્યા અને અભિષેકએ લગ્ન કર્યા હતા. આટલા વર્ષો પછી પણ બન્નેનો પ્રેમ એટલો જ છે. એક તરફ એશ્વર્યા તેના પતિના પ્રેમમાં ડુબેલ છે અને બીજી બાજુ અભિષેક પણ તેની બધી જવાબદારીઓ સારી રીતે નિભાવી રહ્યા છે. અને આજે બન્ને સાથે ખુબ જ ખુશ છે.

બચ્ચન પરિવાર બોલીવુડનો એક એવો પરિવાર છે જે કોઇ પણ તહેવારને ખુબ ધૂમ-ધામ થી મનાવે છે. આજે કડવા ચૌથ છે અને બચ્ચન પરિવાર આ તહેવાર પણ ખુબ ધુમધામ થી ઉજવશે. જયા બચ્ચન અને એશ્વર્યા બન્ને આ તહેવારને ખુબ આનંદથી સાથે મનાવે છે.

જો કે બોલીવુડની ઘણી એવી એક્ટ્રેસ હસે જે આ વર્ષે પહેલી વખત કડવાચૌથ મનાવશે. એવામાં કરવાચૌથનો બચ્ચન પરિવારનો એક જુનો વીડિઓ સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વિડીઓ ખુબ જ ઝડપથી વાઇરલ થઇ રહ્યો છે. જણાવી દઇયે કે આ વીડિયો વર્ષ 2010 નો છે.

વિડીઓમાં તમે જોઇ શકશો કે અભિતાભ, જયા, એશ્વર્યા અને અભિષેક છત પર ઉભા રહીને ચન્દ્ર ન્નિકળવાની રાહ જોઇ રહ્યા છે. જ્યારે ચન્દ્ર દેખાઇ છે તો એશ્વર્યા પૂજા કરે છે અને ચારણીમાંથી અભિષેકને જોવે છે. એશ્વર્યાના ફેંસને તેનો આ વિડીયો ખુબ જ પસંદ આવી રહ્યો છે.

વાત કરીયે વર્ક ફ્રંટની તો એશ્વર્યાનો અવાજ હોલીવુડ ફિલ્મ “મલેફિસેંટ” ના બીજા ભાગ “ધ મિસ્ટ્રેસ ઑફ ઇવિલ” માં જોવા મળશે. આ ફિલ્મ ભારતમાં અંગ્રેજી અને હિંદી બન્ને ભાષામાં 18 ઓક્ટોબરે રિલીઝ થસે. ફિલ્મમાં લીડ રોલ પર એંજેલિના જોલી છે તેનો અવાજ એશ્વર્યા બનશે. ફિલ્મના હિંદી  ટ્રેલર માં એશ્વર્યા ખૂબસૂરત અને થોડા ભયાનક અવતારમાં નજરે આવી રહી છે.

જોવો વીડિયો :

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!