આવી રહ્યુ છે બજાજ નું ‘ચેતક ચીક’ ના નામથી ઇલેક્ટ્રિક સ્કુટર – કિમત આ રહેશે અને ફીચર્સ તો આટલા બધા…

હાલમાં દરેક કંપનીઓ નવા નવા ફીચર્સ વારા બાઇક્સ લોંચ કરે છે, જો કે બજાજ કંપનીનાં પણ ઘણા સફળ મોડલ રહ્યા છે. એવામાં હવે બજાજ કંપની સ્કુટર લોંચ કરવા જઇ રહી છે. અને તેનું નામ બજાજ ચેતક રાખવામાં આવ્યુ છે. મિત્રો તમને જણાવી દઇયે કે બજાજનું આ સ્કૂટર ઇલેક્ટ્રીક છે. અને કંપનીએ તેનું નામ ‘Chetak Chikc’ રાખવાનું નક્કી કર્યુ. મિત્રો આ સ્કૂટર 16 ઑક્ટોબર Urbanite બ્રાંડ અંતર્ગત લોંચ કરવામાં આવશે.

આ સ્કૂટરન લંચની ચર્ચાઓ ઘણા સમયથી ચાલી રહી હતી. પહેલા આ નામને લઇને વાંધો થયેલો હતો, કંપની એ આ સ્કૂટરનું નામ ‘Chetak Chic’  નામથી રજીસ્ટર્ડ કરાવ્યુ છે અને આ સમાચાર ખુબ જ વાઇરલ પણ થઇ રહ્યા છે. તેમજ એક રીપોર્ટમાં દાવો કરેલો છે કે કંપની તેનું આ સ્કૂટર આ નામથી જ લોંચ કરશે.

હાલમાં જ આ સ્કૂટરના ઘણા ટેસ્ટિંગ દરમીયાન જોવા પણ મળ્યુ છે. જો કે સ્કૂટરને પુરી રીતે કવર કરવામાં આવ્યુ છે. પરંતુ તેના આકરનો અંદાજ આસાનીથી લગાવી શકાય છે. તેમજ આ સ્કૂટરમાં કંપની LED હેડ લાઇટ્સ, ડે ટાઇમ રનિંગ લાઇટ્સ નો પણ ઉપયોગ કરી શકે છે.

જો કે, હાલમાં આ સ્કૂટરની ટેક્નોલોજી અને ફિચર્સ વીશે કંઇ જ જાણકાણી મળી શકી નથી. પરંતુ કંપનીના પ્રબંધ નિર્દેશક રાહુલ બજાજે કહ્યુ કે, Urbanite બ્રાંડ ભારતના સ્કૂટર સેગ્મેંટનું પહેલું મોડલ હસે. તેથી એ વાત પાકી છે કે કંપનીનું આ નવું સ્કૂટર પ્રીમિયમ હસે. આ સ્કૂટરમાં કંપની દરેક આદ્યુનિક ફિચર્સ સામેલ કરશે. તેમજ જાણવા મળ્યુ છે કે આ સ્કૂટરની કિંમત 1 લાખ રુપિયાની આસપાસ હસે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

 

Leave a Reply

error: Content is protected !!