આ ડેરીનું દૂધ પી ને પોતાની ફિટનેસ મેઈન્ટેન રાખે છે મુકેશ અંબાણી – ૧ લીટરનો ભાવ છે અધધ આટલો

પોતાના ફિટનેશને લઇને મોટા મોટા સેલેબ્રિટીઓ ખુબ જ ધ્યાન રાખતા હોય છે. તેના માટે મહેનત પણ એટલી કરતા હોય છે અને ખર્ચો પણ એટલો કરતા હોય છે. એટલુ જ નહિ પણ આવા અમુક મોટા મોટા સેલીબ્રીટીઓ ફિટ રહેવા માટે બધી જ વસ્તુ બ્રાંડેડ વાપરતા હોય છે. તમે કદાચ નહિ જણતા હોય કે મુકેશ અંબાણી, અમિતાભ બચ્ચન, સચિન તેંદુલકર જેવી મોટી મોટી હસ્તિઓ જે દુધ પીવે છે જે દૂધની કિંમત પણ સામાન્ય કરતા ઘણી વધુ હોય છે. તે અલગ જ ડેરીનું દુધ પીવે છે.

આટલા લોકો પીવે છે આ ડેરીનું દુધ :

દેવેન્દ્ર ભાઇ શાહ દ્વારા સ્થાપિત મહારાષ્ટ્રમાં ભાગ્યલક્ષ્મી નામની ડેરી છે, જેની શરુઆત ખુબ જ નાના પાયે થયેલી પરંતુ હાલ તેના કસ્ટમરના લિસ્ટમાં અંબાણી પરીવારથી લઇને ઘણી મોટી મોટી હસ્તીઓ સામેલ છે. હાલ આ ડેરીના કસ્ટમરની સંખ્યા 22 હજાર છે જ્યારે ચાલુ કરવામાં આવી ત્યારે આ સંખ્યા 17 હતી. આ ડેરીના એકલિટર દુધની કિંમત 152 રુપિયા છે.

આખા મુંબઇમાં સપ્લાઇ થાય છે દુધ :

મિત્રો તમને જણાવી દઇયે કે આ ભાગ્યલક્ષ્મી ડેરીનું દુધ મુંબઇના ઘણા બધા એરીયામાં પહોંચાડવામાં આવે છે. વાત એમ છે કે આ ડેરી પુણેમાં છે અને તેના મોટાભાગના ગ્રાહકો મુંબઇમાં છે. તેથી પુણેથી મુંબઇ રોજ દુધની સપ્લાય કરવામાં આવે છે. આ ડેરી દ્વારા દુધની હોમ ડીલેવરી કરી દેવામાં આવે છે. કસ્ટમર ઓનલાઇન ઓર્ડર આપી શકે છે. અને ચેંજ પણ કરી શકે છે.

ગાયો પીવે છે આરઓનું પાણી :

મિત્રો દુધનો ભાવ આટલો ઉંચો અને મુંબઇમાં દુધને લઇને આટલી નામના મેળવી છે તો કંઇક તો ખાસ હસે જ, એવામાં આ ડેરી દ્ગાવારા યોનું ખુબ જ ધ્યાન રાખવામાં આવે છે તબેલામાં હંમેશા સાફ સફાઇ રાખવામાં આવે છે. ગાયોને માત્ર આરઓનું જ પાણી અને ખોરાકમાં સોયાબીન , તેમજ ઋતુ પ્રમાણે શાકભાજીઓ અને લીલુ આપવામાં આવે છે. અહિં 24 કલાક ધીમા અવાજે સંગીત ચાલુ રહે છે, જે આ ડેરીની વેશેષતા પણ દર્શાવવામાં આવી છે.

દરેક કામો માટે છે મશિનો :

26 એકરમાં બનેલા ભાગ્ય લક્ષ્મી ડેરીના ફાર્મમાં લગભગ 2000 જેટલી ગાયો છે. અને તેમાથી લગભગ રોજ 25 હજાર લીટર દુધનું ઉત્પાદન કરવામાં આવે છે. અને તમે જાણો જ છો કે એક ગાયને દોતા કેટલી વાર લાગે છે જ્યારે અહિંયા તો 2000 આયો છે, અહિં દરેક કામો મશિનથી જ કરવામાં આવે છે, રોજ સવરે 2000 ગાયોનું દુધ કાઢીને હોમ ડીલીવરી કરવામાં આવે છે.

ભવિષ્યમાં માર્કેટ થસે મોટુ :

ઇન્વેન્ટર રીલેશન્સ સોસાઇટીએ એક અહેવાલ બહાર પાડેલો જેમા તેને આ ડેરીના માર્કેટ વીશે વાત કરી ગતી, જો કે હાલમાં આ ડેરી કરોડોમાં વહિવટ કરી રહી છે ભવિષ્યમાં આવતા એકાદ વર્ષમાં આ ડેરીનું માર્કેટ આ રીપોર્ટ મુજબ 140 બીલીયન ડોલર જેટલુ થઇ શકે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!