ખુબ જ ઓછા ફિલ્મોમાં આવેલી ભાગ્યશ્રીની દીકરીએ નેટ પર હલ્લો મચાવ્યો – આ હોટ તસ્વીરો વાઈરલ થઇ

ફિલ્મ ‘મૈને પ્યાર કિયા’ દ્વારા રાતોરાત સ્ટાર બની જનાર ભાગ્યશ્રીનું ફિલ્મી કરિયર કંઈ વધુ ખાસ નથી રહ્યું. પહેલી ફિલ્મથી જ લોકોના દિલ જીતનાર ભાગ્યશ્રીનું ભાગ્ય ખૂબ જલ્દી ડૂબી ગયું, ત્યારબાદ તેણીએ બોલિવૂડ છોડી દેવાનો નિર્ણય પણ કરી લીધો. જી હાં, ભાગ્યશ્રીનું ફિલ્મી કરિયર ખૂબ જ ટૂંકું રહ્યું હતું. લગભગ ચાર-પાંચ ફિલ્મમાં જ તેણીએ ઈન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધું, પણ આજકાલ ફરી એક વખત તેણી ચર્ચામાં છે. આ વખતે તેણી પોતાની ખૂબસુરત દિકરીને કારણે ચર્ચામાં છે. જેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

ફિલ્મ મૈને પ્યાર કિયામાં સલમાન અને ભાગ્યશ્રી બંનેનાં કામને ખૂબ વાહવાહી મળી હતી, જેના કારણે સલમાનની કિસ્મત તો ઝળપથી દોડવા માંડી પણ ભાગ્યશ્રીની કિસ્મત ત્યાં જ અટકી ગઈ. આ ફિલ્મ બાદ ભાગ્યશ્રીએ અન્ય ફિલ્મોમાં પણ કિસ્મત અજમાવી પણ એમ છતાં એને એક પણ સુપરહીટ ફિલ્મ ન મળી શકી. ત્યારબાદ તેણીએ લગ્ન કરીને ઘર વસાવવાનો નિર્ણય લીધો અને બોલિવૂડથી હંમેશા માટે દૂર થઈ ગઈ. પણ હવે એની દિકરી બોલિવૂડમાં હલ્લા મચાવવા માટે તૈયાર થઈ ચૂકી છે. જે પોતાની મમ્મીનાં સપના પુરા કરવાની કોશિશ કરશે.

અવંતિકા દસાણીની મન મોહક ખૂબસૂરતી :


ખૂબસુરત અભિનેત્રીઓનાં લિસ્ટમાં આજે પણ ભાગ્યશ્રીનું નામ આવે છે, પણ ખૂબસૂરતીની બાબતમાં એની દિકરી એના કરતાં બે ડગલાં આગળ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ ફોટોમાં ભાગ્યશ્રીની દિકરી અવંતિકા દસાણીની મનમોહક અદાએ બધાને પોતાની તરફ આકર્ષિત કર્યા છે. જણાવી દઈએ કે, અવંતિકા દસાણીનાં ઢગલાબંધ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાંથી ઘણા ફોટોમાં એના ચહેરા પર એક પ્યારી માસૂમિયત પણ જોવા મળી રહી છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

સ્ટાઈલિશ લુકમાં ગજબ લાગે છે :


ભાગ્યશ્રીની દિકરી અવંતિકાને ભણવાનો તો ખૂબ શોખ છે પણ એ સિવાય એને ફેશન, ડાન્સ અને ટ્રાવેલિંગમાં પણ ઘણો રસ છે, એટલે જ તેણી ઘણીવાર સ્ટાઈલિશ પોઝમાં ફોટો પડાવે છે. જણાવી દઈએ કે, અવંતિકા દસાણીની સ્ટાઇલ જોઈને બધા દિવાના થઈ જાય છે. પોતાની સ્ટાઇલથી તેણી ફેન્સનાં દિલ જીતી લે છે. આ પહેલા પણ અવંતિકાનાં ઘણા ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂકેલ છે, જેના કારણે આજે તેણી ખૂબ જ પોપ્યુલર થઈ ગઈ છે.

બૉલીવુડમાં કરી શકે છે ડેબ્યુ :


આમ તો અવંતિકા લંડનમાં બિઝનેસનું શિક્ષણ મેળવી રહી છે, પણ કહેવાય રહ્યું છે કે તેણી પોતાનું કરિયર બોલિવૂડમાં બનાવી શકે છે. એટલું જ નહીં, તેણીના ફેન્સ ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે, અવંતિકા બોલિવૂડમાં ધમાકેદાર એન્ટ્રી કરે. પણ હાલમાં આ વિશે કોઈ જાણકારી નથી. જણાવી દઈએ કે, ભાગ્યશ્રી પોતે પણ ઈચ્છે છે કે, એની દિકરી બોલિવૂડમાં મોટું નામ કમાઈ અને એના સપના પુરા કરે. પરંતુ બોલિવૂડમાં આવવું કે નહીં? એનો નિર્ણય એમની દિકરી જાતે લેશે, અંતે જે નિર્ણય લેવાશે એને ભાગ્યશ્રી દિલથી સ્વીકાર કરશે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ રસપ્રદ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!