બિગ બોસમાં બેડ શેરીંગ પર મેકર્સ દ્વારા U-TURN – આ કારણે બદલવો પડ્યો બેડ શેરીંગનો નિયમ

ટેલીવિઝનનો ખુબ જ પોપ્યુલર વિવાદિત શો બિગ બોસ-13 એક વખત ફરી વિવાદોમાં ફસાયો છે. આ વખતે આ શો નિયમમાં થયેલ ફેરફારને કારણે વિવાદોમાં આવ્યો છે, જેના કારણે સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે. જી હાં, બિગ બોસ-13ને લઈને દેશભરમાં પ્રદર્શન થયા છે. આ વખતે આ ટીવી શો પર અશ્લિલતા ફેલાવવાનો આરોપ લાગ્યો છે. એટલું જ નહીં, જ્યારે વિવાદ વધી ગયો ત્યારે બિગ બોસનાં મેકર્સે પોતાનો નિર્ણય બદલવો પડ્યો. પરંતુ એમ છતાં લોકોમાં ઘણો ગુસ્સો જોવા મળી રહ્યો છે.

બિગ બોસ-13ની આ સીઝનમાં એક નવો નિયમ સામે આવ્યો હતો. નિયમ મુજબ, છોકરા અને છોકરીએ એક સાથે બેડ શેર કરવાનો હતો, જેના એક અઠવાડિયામાં જ લોકોનો ગુસ્સો ફૂટી નીકળ્યો. આ દરમિયાન લોકોએ પોતાનો ગુસ્સો કાઢવા સલમાનનું પૂતળું પણ સળગાવ્યું. એટલું જ નહીં, કેટલાક લોકો આ મામલો લઈને સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયા. એવામાં બિગ બોસનાં મેકર્સે પોતાનો નવો નિયમ બદલી નાખ્યો, પરંતુ હજુ કેટલાક સ્પર્ધકો પોતાનો બેડ શેર કરી રહ્યા છે, જેના કારણે વિવાદ પૂરો નથી થયો.

બિગ બોસ-13 પર લાગ્યો ગંભીર આરોપ :


બિગ બોસ-13 પર અશ્લિલતા ફેલાવવાનો ગંભીર આરોપ લાગ્યો છે. એટલું જ નહીં, લોકોએ ઘણી જગ્યાએ પ્રદર્શન કર્યા. પ્રદર્શનની અસર એટલી બધી થઈ કે, સમગ્ર મામલો છેક પ્રસારણ સૂચના મંત્રાલય સુધી પહોંચી ગયો. ત્યારબાદ બિગ બોસ મેકર્સ પાસે નોટિસ ગઈ. એમ છતાં લોકોનો ગુસ્સો શાંત ન થયો અને પછી સુપ્રીમ કોર્ટમાં સલમાન ખાન વિરુદ્ધ આવેદન રજૂ કરવામાં આવ્યું. જે આવેદનનો કોર્ટે સ્વીકાર કર્યો અને પછી આના પર સુનાવણીની તૈયારી પણ શરૂ થવાની હતી, પરંતુ પછી મેકર્સે બેડ શેરિંગનો નવો નિયમ બંધ કર્યો.

મેકર્સે યુ-ટર્ન લીધો :


આ બધા પ્રદર્શન અને વિવાદને કારણે બિગ બોસનાં મેકર્સે નિર્ણય બદલ્યો. ત્યારબાદ સાથે સુવાનો નિયમ બંધ રહ્યો. પણ હજુ કેટલાક લોકો સાથે સુવે છે જેથી લોકો નારાજ છે. જણાવી દઈએ કે, ઉત્તર પ્રદેશમાં શિવસેનાનાં કાર્યકર્તાઓએ ખૂબ પ્રદર્શન કર્યા. આ દરમિયાન લોકોએ સલમાન ખાનનાં પૂતળાનું દહન પણ કર્યું અને એના ફોટો પર બુટ-ચપ્પલથી ગુસ્સો ઠાલવ્યો હતો. મતલબ આટલા બધા સખ્ત વિરોધને કારણે મેકર્સે યુ-ટર્ન લેવો પડ્યો.

શોને હિટ કરવા માટે અપનાવ્યું હતું તિકડમ :


બિગ બોસની છેલ્લી સિઝન ફ્લોપ રહી હતી જેના કારણે આ વખતે શો ને વધુ રસપ્રદ બનાવવા માટે પુરુષ અને મહિલાને સાથે સુવાનો પ્લાન બનાવ્યો હતો, જેને એક અઠવાડિયામાં જ બંધ કરવું પડ્યું. જણાવી દઈએ કે, આ પહેલા પણ બિગ-બોસમાં ઘણા વિવાદો થઈ ચૂક્યા છે. આ પહેલા પણ ઘણા ટીવી પ્રોગ્રામ વિવાદને કારણે બંધ થઈ ગયા છે, પરંતુ હાલમાં બિગ બોસ બંધ કરવાની કોઈ વાત સામે નથી આવી. જોકે બિગ બોસનાં મેકર્સે આ નિયમ તો બંધ કરી દીધો છે પણ હજુ લોકો આનાથી સંતુષ્ટ નથી.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ રસપ્રદ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!