બોલીવુડનાં આ 5 સૌથી મોંઘા છૂટાછેડાની રકમ વાંચીને વિશ્વાસ નહિ આવે – પ્રભુદેવાએ આપેલી છૂટાછેડા માટે અધધ આટલી રકમ

બોલીવુડની દુનિયામાં સંબંધ બંનેને ક્યારે તૂટી જાય છે કાઈ નક્કી જ નથી હોતું. બોલીવુડમ જાણે સંબંધ બંધાવાનો અને તોડવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. બોલીવુડના સ્ટાર્સ લગ્ન તો તેની મરજીથી કરે છે પરંતુ તેની કિમત ચુકાવવા માટે તેની મરજી નથી ચાલતી. અમુક સિતારાઓએ છૂટાછેડા માટે એવડી મોટી રકમ ચૂકવી છે કે તેને સાંભળીને તમે ચોંકી જાસો. આજે આ પોસ્ટમાં આપણે બોલીવુડના સૌથી મોંઘા છૂટાછેડા વિશે વાત કરવાના છીએ.

કરિશ્મા કપૂર – સંજય કપૂર :

બોલીવુડ એક્ટ્રેસ કરિશ્મા કપૂરે વર્ષ 2003માં બિઝનેશમેન સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા. જો કે શરૂઆતથી જ બંનેનાં લગ્ન જીવનમાં ઘણી મુશ્કેલીઓ હતી. જાણવા મળ્યું છે કે કરિશ્મા તેના લગ્ન જીવનમાં ખુશ ન હતી તેથી તેને છૂટાછેડા લેવાનું નક્કી કર્યું અને કરિશ્માએ સંજય પાશેથી 14 કરોડની માંગણી કરી હતી. જણાવી દઈએ કે સંજય કરિશ્માને ડર મહીને 10 લાખ આપીને આ રકમ ચૂકવે છે.

હ્રિતિક રોશન – સુજૈન ખાન :

વર્ષ 2000 માં બોલીવુડના સુપરસ્ટાર હ્રિતિક રોશન અને સુજેનના લગ્ન કર્યા હતા. બંનેના છૂટાછેડાની ખબરો તો વાઈરલ થઇ પરંતુ અંત સુધી એ ખબર ન પડી કે આખરે બંનેએ છૂટાછેડા કેમ ન લીધા. જણાવી દઈએ કે સુજેને છૂટાછેડાનાં રૂપે હ્રિતિક પાશે થી 400 કરોડ રૂપિયાની ડીમાંડ કરી હતી પરંતુ છેલ્લે 380 કરોડ રૂપિયામાં મામલો સેટલ કર્યો.

પ્રભુદેવા – રામલતા :

સાઉથ અને બોલીવુડનાં ફેમસ કોરિયોગ્રાફર પ્રભુ દેવા કોરિયોગ્રાફરની સાથે એક શ્રેષ્ઠ અભિનેતા અને નિર્માતા પણ છે. પ્રભુદેવાએ રામાલતા સાથે લગ્ન કર્યા હતા. 16 વર્ષ સુધી બંનેનું લગ્ન જીવન સારું ગયું પરંતુ બાદ માં બંનેના સંબંધો તૂટી ગયા. જો કે પ્રભુદેવાને ઘણી મોટી રકમ ચૂકવવી પડી હતી. જણાવી દઈએ કે પ્રભુદેવાએ રામલતાને લગભગ ૨૫ કરોડ રૂપિયા અને બે મોંઘી ગાડીઓ આપી હતી.

સૈફ અલી ખાન – અમૃતા સિંહ :

સૈફ અલી ખાન અને અમૃતા સિંહનાં છૂટાછેડા બોલીવુડના સૌથી મોંઘા છુટાછેડા માંથી એક છે. જણાવી દઈએ કે અમૃતા સૈફ કરતા ઉંમરમાં લગભગ 13 વર્ષ મોટી હતી તેથી સૈફના ઘરવાળાઓ આ સંબંધથી ખુશ ન હતા. લગ્નના લગભગ 13 વર્ષ પછી બંને અલગ થયા. જાણવા મળ્યું છે કે સૈફ અલી ખાને અમૃતાને ૫૦ કરોડ રોકડા અને તેની અડધી સંપતિ આપી હતી. તેમજ બાળકોની સંભાળ માટે તે દર મહીને 1 લાખ રૂપિયા પણ આપે છે.

સંજય દત્ત – રિયા પિલ્લઇ :

અભિનેતા સંજય દત્તે વર્ષ 1998માં રીય પીલ્લઈ સાથે લગ્ન કર્ય હતા. જો કે રિયા સંજયની બીજી પત્ની હતી. જાણવા મળેલ માહિતી મુજબ સંજયના લગ્ન પછી પણ તેનું અફેર માન્યતા સાથે ચાલી રહ્યું હતું. ખબરો નું માનીએ તો સંજય દત્તે રિયાના શોપિંગ અને મોબાઈલ બીલનો ખર્ચો પણ ઉઠાવ્યો જ્યાં સુધી બંનેનાં ઓફિસીયલી તલાક ન થયા. સંજયે રિયાને ૮ કરોડ રૂપિયા છૂટાછેડા માટે આપ્યા હતા.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!