બોલીવુડની ખુબ જ લોકપ્રિય અભિનેત્રી છે જેને અક્ષય કુમાર અનહદ નફરત કરે છે – કહ્યું ક્યારેય આ હિરોઈન સાથે….

અક્ષય કુમાર બોલીવુડના એક એવા અભિનેતા છે. જેને દરેક ઉંમરના દર્શકો પસંદ કરે છે. તેની દરેક ફિલ્મો લોકોને ચોંકાવી દે છે. તેની ફિલ્મનો કોન્સેપ્ટ દરેક વખતે અલગ જ હોય છે, અને તેની હંમેશા એવી જ કોશિશ રહે છે કે તે દર્શકોને કંઇક નવું આપે. આજકાલ તે સામાજીક મુદાઓ પર વધુ ફિલ્મો બનાવે છે.

હાલમાં જ તેની ફિલ્મ ‘મિશન મંગલ’ રીલીઝ થઇ અને બોક્સ ઓફીસ પર જોરદાર કમાણી કરી. જો કે તેની દરેક ફિલ્મો હિટ જ હોય છે. હાલમાં જ ફોર્બ્સએ દુનિયાના સૌથી હાઇએસ્ટ પેડ એક્ટર્સનું લીસ્ટ જાહેર કર્યુ અને આ લિસ્ટમાં અક્ષય કુમાર ચોથા નંબર પર રહ્યા. જણાવી દઇએ કે અક્ષય કુમાર એકમાત્ર ભારતીય અભિનેતા છે જેને આ વર્ષે ફોર્બ્સ ટોપ 10 માં જગ્યા મળી છે.

ગયા વર્ષે ફિલ્મ ‘પૈડમેન’ માટે અક્ષય કુમારને રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. અને હમણા જ 9 સપ્ટેમ્બરના દિવસે અક્ષયે તેનો 52 મો જન્મ દિવસ ઉજવ્યો. દુનિયાભરમાં અક્ષયના લાખો કરોડો ફેંસ છે. પરંતુ શું તમે જાણો છો બોલીવુડમાં એક એવી અભિનેત્રી છે જેને અક્ષય કુમાર ખુબ જ નફરત કરે છે, આજસુધી તેની સાથે એકપણ ફિલ્મ નથી કરી.

આ એક્ટ્રેસને નફરત કરે છે અક્ષય કુમાર :

જણાવી દઇએ કે અક્ષય કુમાર બોલીવુડની જે અભિનેત્રીને નફરત કરે છે અને જેની સાથે કામ કરવા નથી માંગતા તે બીજુ કોઇ નહી પરંતુ ઇંડસ્ટ્રીઝની રાણી એટલે છે રાણી મુખર્જી છે. જો કે આ નફરત એમ જ નથી તેની પાછળ એક મોટુ કારણ છે. જ્યારે અક્ષ્યનું કરીયર શરુ થયુ હતુ ત્યારે રાણી મુખર્જી ટોપની હિરોઇન હતી.

ઘણા ઓછા લોકોને ખબર હસે કે અક્ષય કુમારની વર્ષ 1999 માં આવેલ ફિલ્મ ‘સંઘર્ષ’ ને પહેલા રાણી મુખર્જીએ સાઇન કર્યુ હતુ. પરંતુ તેને જ્યારે ખબર પડી કે આ ફિલ્મમાં હિરો અક્ષય કુમાર છે તો તેને ફિલ્મ કરવાની ના પાડી દિધી. ત્યારબાદ તેને અક્ષયની ફિલ્મ ‘આવારા પાગલ દીવાના’ માટે પણ ઓફર કરવામાં આવી હતી તેને આ ફિલ્મ માટે પણ  ના કહી દીધી. તે સમયથી અક્ષય તેના પર ખુબ જ ગુસ્સે થયો અને તે જ દિવસથી અક્ષયે મુખર્જી સાથે કામ ન કરવાની કસમ લીધી.

આ 2 એક્ટ્રેસ છે પહેલી પસંદ :

હાલમાં જ અક્ષય કુમારે એક ફિલ્મ સ્ક્રીનિંગ દરમિયાન તેની ફેવરીટ અભિનેત્રી વિશે વાત કરી હતી. જ્યારે તેને પુછવામં આવ્યુ કે તેને ફેવરીટ હિરોઇન કોણ છે તો અક્ષયે જવાબમાં શ્રી દેવીનું નામ આપ્યુ. અને કહ્યુ, ’90માં દસકથી હુ તેની ફિલ્મો જોવાનું ખુબ જ પસંદ કરુ છું, તે સમયે શ્રીદેવી નો જ જમાનો હતો, આજે પણ તેની યાદો મારા દિલમાં જીવંત છે. તે મારી ફેવરેટ હિરોઇન છે અને હંમેશા રહેશે’.

જણાવી દઇએ કે વર્ષ 2004 ની ફિલ્મ ‘મેરી બીવી કા જવાબ નહીં’ માં અક્ષય કુમાર શ્રીદેવી સાથે જોવા  મળ્યા હતા. ત્યારબાદ જ્યારે અક્ષયને પુછવામાં આવ્યુ કે તેને આજનીં જનરેશન માં કઇ હિરોઇન પસંદ છે. તો આ સવાલ પર અક્ષયે કહ્યુ કે બોલીવુદની બેગમ કરીના કપૂર તેને ખુબ જ પસંદ છે. જો કે તેને કરેના સાથે ઘણી બધી ફિલ્મો કરી છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!