પ્રેમમાં પાગલ થઈને આવી હરકતો કરતા હતા આ સિતારાઓ – કોઈ લોહીથી પ્રેમપત્ર લખતું અને કોઈ….
બોલીવુડમાં ઘણુબધુ છુપાયેલુ છે, પછે ભલે તે સુંદર કલાકરો હોય કે તેના સંબંધો. અવારનવાર બોલીવુડ ચર્ચાઓમાં હોય જ છે. જો કે ફિલ્મી જગતમાં રોજ ઘણા સંબંધો બનતા-બગડતા હોય છે. ક્યારેક બ્રેકપ્સની ખબરો સામે આવે છે તો ક્યારેક લિંકઅપ્સની. પરંતુ આજે આપણે એવા ફિલ્મી સિતારાઓ વિશે વાત કરવા જઇ રહ્યા છીયે, જેને પ્રેમમાં પાગલ થઇને બધી હદો પાર કરી દીધી.
એશ્વર્યા રાય :

સલમાન અને એશ્વર્યાની પ્રેમ કહાની વીશે તો બધા જાણે જ છે. ફિલ્મ ‘હમ દિલ દે ચુકે સનમ’ ની શૂટિંગ દરમિયાન બન્ને વચ્ચે સંબંધો વધી ગયા હતા અને તે સમયે ખબરો જાણવા મળી હતી કે એશ્વર્યાના માતા-પિતાને આ સંબંધ મંજૂર ન હતો. એટલુ જ નહી પરંતુ તે એશ્વર્યા પર સલમાન થી દુર રહેવાનું દબાણ રાખવા લાગ્યા. આ વાતથી એશ્વર્યા એટલી નારાજ થઇ ગઇ કે તેને તેના માતા-પિતાનું ઘર છોડી દિધુ હતુ અને એકલી રહેવા ચાલી ગઇ હતી.
જયાપ્રદા :
જયાપ્રદા બોલીવુદની સૌથી ફેમસ અભિનેત્રી રહી ચુકી છે. જો કે હાલમાં તે રાજનીતિમાં તે વ્યસ્ત છે. જયાપ્રદાએ તેના કરિયરમાં એકથી એક હિટ ફિલ્મો આપી છે. તમને જણાવી દઇયે કે જયાપ્રદા એકસમયે પરણેલ શ્રીકાંત નહાટાના પ્રેમમાં એવી રીતે પાગલ હતા કે તેના ઘરે રહેવા ચાલી ગઇ હતી. બાદમાં શ્રી કાંતે તેની પત્ની સાથે છુટાચેડા લઇને જયાપ્રદા સાથે લગ્ન કર્યા.
રવીના ટંડન :
એક જમાનામં રવીના સાથે અજય દેવગણની જોડી ખુબ જ હિટ હતી. જો કે તે સમયે બન્નેને પ્રેમ પણ થઇ ગયો હતો પરંતુ બન્ને એક ન થઇ શક્યા. જાણવા મળી રહ્યુ છે કે રવીના અને અજય ના સંબંધ ખરાબ ત્યારે થયા જ્યારે તે ‘દિલવાલે’ની શૂટિંગ કરી રહ્યા હતા. તે સમયે અજયનું દિલ કરિશ્માં કપૂર પર આવ્યુ અને રવીના સાથે સંબંધ ઓછા કરી નાખ્યા. તમને જાણીને નવાઇ લાગસે કે બ્રેકપથી રવીના ડિપ્રેશન માં આવીને આત્મહત્યા કરવાની કોશિશ કરી ચુકી છે.
આમિર ખાન :
આમિર ખાન બોલીવુડના એકમાત્ર એવા અભિનેતા છે જેને મિસ્ટર પરફેક્શનિસ્ટના નામથી ઓળખાય છે. આમિર ખાનના પહેલા લગ્ન રીના દત્તા સાથે થયા હતા. રીના આમિરના પડોશમાં રહેતી હતી. તે સમયે આમિર રીનાના પ્રેમમાં એટલા પાગલ થઇ ગયા હતા કે તે તેના લોહિથી પત્ર લખ્યા કરતા હતા. આખરે બન્નેએ ભાગીને લગ્ન કર્યા અને આજે બન્નેના છુટાછેડા થઇ ચુક્યા છે. આમિરે બીજા લગ્ન કિરણ રાવ સાથે કર્યા.
ધર્મેન્દ્ર :
જણાવી દઇયે કે ડ્રીમ ગર્લ હેમા માલીની સાથે લગ્ન કરવા માટે ધર્મેન્દ્રએ ઇસ્લામ ધર્મ અપનાવ્યો હતો. તે પહેલેથી જ પરણીત હતા અને અને તેની પહેલી પત્નીને છુટાછેડા આપવા ન માંગતા હતા. અને હિંદુ ધર્મને બે લગ્ન કરવાની પરવનગી નથી એવામાં તેને ઇસ્લામ ધર્મ અપનાવીને હેમા માલી સાથે લગ્ન કર્યા. તેને આ લગ્ન પહેલી પત્નીને છુટાછેડા આપ્યા વગર જ કરી લીધા હતા.
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.