ફિલ્મોમાં સફળતા મેળવીને આ અભિનેતાઓ બન્યા સૌથી અમિર ઘરોના જમાઇ – બીજા નંબર વાળો તો…

આપણી ભરતીય સંસ્કૃતિમાં સંબંધને ખુબ જ મહત્વ આપવામાં આવે છે. જો કે બોલીવુડમાં પણ સંબંધોને ખુબ જ મહત્વ આપવમાં આવે છે. અને જો વાત કરીયે જમાઇની તો ભારતીય સંસ્કૃતિમાં જમાઇને ખુબ જ મહત્વપુર્ણ સ્થાન મળ્યુ છે. જમાઇ ઘરે આવે ત્યારે તેની ખુબ સારી રીતે સંભાળ લેવામાં આવે છે. અને જો વાત કરીએ બોલીવુડની તો બોલીવુડમાં પણ ઘણા એવા અભિનેતાઓ છે જે સૌથી અમિર ઘરોના જમાઇ બન્યા છે.

આ દરેક એક્ટર્સે તેની મરજીથી તેના સાથીને પસંદ કર્યા છે અને આજે સૌથી અમિર ઘરોના જમાઇ બનીને બેઠા છે. આજે અમે જે સિતારાઓની વાત કરવા જઇ રહ્યા છીયે તે પહેલેથી જ ખુબ જ ફેમસ છે અને દુનિયભરના લોકો તેને ઓળખે છે. તેની પાસે પૈસાની કોઇ કમી નથી. પરંતુ આ ઘરોના જમાઇ બનીને તેની લાઇફ પહેલા કરતા પણ વધુ જબરદસ્ત થઇ ગઇ છે.

આ ઘરો સાથે સંબંધો જોડીને તેની શાન-શોહરત ખુબ જ વધી ગઇ છે. આજની આ પોસ્ટમાં અમે એવા જ અમુક અભિનેતાઓ વિશે વાત કરવા જઇ રહ્યા છીયે. તો ચાલો જાણીયે બોલીવુડના એવા અમુક અભિનેતાઓ વિશે જે આજે એક અમિર ઘરના જમાઇ છે.

અક્ષય કુમાર :

આ લિસ્ટમાં પહેલુ નામ આવે છે બોલીવુડના ખિલાડી અક્ષય કુમારનું, રાજેશ ખન્ના હિંદી સિનેમાના પહેલા સુપરસ્ટાર માનવામાં આવતા હતા અને અક્ષય કુમાર તેના જમાઇ છે. જણાવી દઇયે કે અક્ષય અને ટ્વિંકલ ના લગ્ન 17 જાન્યુઆરી 2001 માં થયા હતા. આજે બન્ને બોલીવુડના સૌથી આઇડિયલ કપલ માનવામાં આવે છે.

ધનુષ :

સાઉથના સુઓરસ્ટાર ધનુષ સાઉથના પહેલા સૌથી મોટા સુપરસ્ટાર રજનીકાંતના જમાઇ છે. ધનુષને ‘કોલાવરી ડી’ સોંગ પછી દુનિયાભરના લોકો ઓળખવા લાગ્યા છે. ત્યારબાદ ફિલ્મ ‘રાંજણા’ થી તેને બોલીવુડમાં ડેબ્યુ કર્યુ. તેને વર્ષ 2004 માં રજનિકાંતની દિકરી એશ્વર્યા સાથે લગ્ન કર્યા હતા.

શર્મન જોશી :

શર્મન જોશી એક સમયના સૌથી વધુ ફેમસ વિલન પ્રેમ ચોપડાના દામાદ છે. થ્રી ઇડિયટ્સ અને ગોલમાલ માં કામ કર્યા પછી તેનું નામ સફળ અભિનેતાઓના લિસ્ટમાં સામેલ થયુ છે. વર્ષ 2000 માં શર્મન જોશીએ પ્રેરણા ચોપડા સાથે લગ્ન કર્યા હતા.

કૃણાલ કપૂર :

આ નામ કદાચ તમારા મટે ચોંકાવનારુ હસે. રંગ દે બસંતી મા તેના જોરદાર અભિનયથી કૃણાલે બધાનું દિલ જીતી લીધુ હતુ. તમને જણાવી દઇયે કે લગ્ન કરીને કૃણાલ એક મોટા ઘરના જમાઇ બની ગયા છે. તેને મહાનાયક અમિતાભ બચ્ચનના નાના ભાઇ અજિતાભ બચ્ચનની દિકરી નેના સાથે લગ્ન કર્યા છે.

અજય દેવગણ :

અજય દેવગણને લોકો એક્શન હિરોના નામે ઓળખે છે અને માત્ર એક્શન જ નહી તેને કોમેદીમાં પણ સફળત હાંસિલ કરી છે. જણાવી દઇયે કે અજયે વર્ષ 1999 માં કાજોલ સાથે લગ્ન કર્યા અને તેના જમાનાની પ્રખ્યાત અભિનેત્રી તનુજા ના જમાઇ બની ગયા. આજે બન્નેની જોડી બોલીવુડમાં સુપરહિટ છે.

કુનાલ ખેમૂ :

કુનાલ ખેમૂએ બચપણમાં ‘હમ હૈ રાહી પ્યાર કે’, ‘રાજા હિંદુસ્તાની’ , ‘ભાઇ’, અને ‘જુડવા’ જેવી ફિલ્મોમાં જબરદસ્ત અભિનય કર્યુ હતુ. પરંતુ મોતા થઇને તેને એ સફળતા મળી ન શ્કી જેની તેને ઉમ્મીદ હતી. જો કે ‘ઢોલ’, ટ્રાફિક સિગ્નલ’ અને ‘ધમાલ’ જેવા ફિલ્મોમાં તેના કામના વખાણ પણ થયા છે. જણાવી દઇયે કુનાલ ખેમૂએ પટૌડી ખાનદાન ની દિકરી સોહા અલી ખાન સાથે લગ્ન કર્યા છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!