એકની એક ટીશર્ટ રોજ ધોઈને ફરી પહેરતો – જયારે બુમરાહની માંએ ભીની આંખે વર્ણવી સંઘર્ષગાથા વાંચો

મિત્રો કોઇ પણ વ્યક્તિ સંઘર્ષ વગર આગળ વધી શકતો નથી. જો કે મોટાભાગના સેલીબ્રીટીઓની કહાની સાંભળો તો તમને ખ્યાલ આવે કે કોઇ પહેલેથી જ ફેમસ થઇને નથી આવતું ખુબ જ મહેનત કરવી પડે છે જીવનમાં આગળ વધવા માટે અને આવી જ મહેનત ભારતીય ક્રિકેટ ટીમના એક ખેલાડી બુમરાહે પણ કરી છે. તેની સંઘર્ષની કહાની સાંભળીને તમાર રુવાંટા ઉભા થઇ જસે…

મિત્રો જે લોકોને જીવનમાં માં-બાપ બન્નેનો સાથ હોય તે લોકોને આગળ વધવામાં મદદ મળી રહે છે અને તેના માટે આગળ વધવું થોડુ સહેલું પણ છે. પરંતુ અહિં એવુ નથી બુમરાહે તેની નાની ઉંમરમાં જ તેના પિતા ખોયા હતા. જી હા, મિત્રો આ બધી વાત બુમરાહે અને તેની માં એ, મુંબઇ ઇન્ડિયન્સ દ્વારા શેર કરેલ વીડિયો માં જણાવી છે.

 

જસપ્રીત બુમરાહ અને તેની માં એ આ વીડિયોમાં તેના ખરાબ દિવસોની વાત શેર કરી છે. બુમરાહની માંં એ જણાવ્યુ કે જસપ્રીત જ્યારે પાંચ વર્ષનો હતો ત્યારે જ અમે તેના પિતા ગુમાવ્યા હતા. આ વાત આગળ વધારતા બુમરાહે પણ કહ્યુ કે, આ સમયે પિતાનું મૃત્યુ થવાથી અમારી આર્થિક પરિસ્થિતી એટલી નબળી પડી ગઇ હતી કે અમારી પાસે ઘરવપરાસની વસ્તુઓ લેવાનાં પૈસા નહતા.

ત્યારે મારી પાસે માત્ર એક જોડી જ બુટ હતા અને એક જ ટીશર્ટ હતું જેને ધોઇને હુ ફરી પહેરી લેતો. ત્યારબાદ ઘણા સંઘર્ષ પછી મારુ સીલેક્શન થયુ. તેમજ તેની માં એ ભીની આંખે કહ્યુ કે, જ્યારે મે મારા દિકરાને આઇપીએલ માં રમતા જોયો ત્યારે મારી આંખો ભરાઇ આવી. તેને કહ્યુ કે જ્યારે મે ટીવી પર તેને મેચ રમતા પહેલીવાર જોયો ત્યારે મારી આંખના આસુ બંધ થતા નહતા.

તેમજ બુમરાહે બાળપણમાં વિતાવેલા ખરાબ દિવસોનો અનુભવ શેર કરતા કહ્યુ કે હું પહેલે થી જ પરિસ્થિતી અને અડચણોનો સામનો કરીને આટલો મજબુત બન્યો છુ. અને કહ્યુ કે મુશ્કેલેના દિવસો માણસને હંમેશા મજબુત બનાવે છે તે મારો ખુદનો અનુભવ છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!