દિવાળી પર ઘરનું આંગણ સજાવતી રંગોળીના રંગ (ચિરોડી કલર) ગુજરાતના આ શહેરમાં બને છે…

દપિોત્સવી પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે શહેરમાં ગૃહિણીઓએ ઘરની સાફ-સફાઇ અને સુશોભન સજાવટની સાથે આંગણામાં રંગબેરંગી રંગોથી રંગોળીઓ સજાવવા માટે તડામાર તૈયારીઓ આરંભી દીધી છે. શહેરના માર્કેટમાં પણ અવનવા અને આકર્ષક રંગોનું આગમન થઇ ચૂકયુ છે.

દિવાળી પર્વે પાંચ દિવસ દરમિયાન રંગોળીઓ માટે લગભગ એંસી ટન રંગ વપરાશે તેવો અંદાજ પણ જાણકાર વેપારીઓએ દર્શાવ્યો છે.

ગૃહ સુશોભન અને કલ્પના સુસોંદર્યની અદ્દભૂત કળા એટલે રંગોળી દપિોત્સવીના તહેવારોમાં પ્રાચીન કાળથી ઘરે-ઘરે ગૃહિણીઓ દ્વારા પાંચ દિવસ સુધી આકર્ષક રંગોળીઓની સજાવટ થાય છે.

ખુશીઓના અને હિંદુ ધર્મના ખુબ જ મહત્વના પ્રસંગ દિવાળીના તહેવારોમાં ઘર આંગણે અનેકવિધ રંગોની મદદથી મનમોહક રંગોળીઓ બનાવી મનમાં ઉમંગો ભરવામાં આવે છે.

આવા એક બે નહી પુરા 50 અલગ અલગ પ્રકારના રંગો જામનગરમાં બને છે અને જામનગર થી જ દેશભરમાં ખૂણે ખૂણે મોકલવામાં આવે છે. જામનગરમાં છેલ્લાં આઠ દાયકાઓથી ટન બંધ માત્રામાં આવા રંગોળી સ્પેશિયલ ચિરોડી કલરનું ઉત્પાદન થાય છે જેની ઘણાને ખબર જ નહિ હોય.

મોટા મકાનના ધાબે એટલે કે ટેરેસ પર, પગની પાનીએથી રંગો વિખેરતી આ મહિલાઓની મહેનત વિવિધ મનમોહક રંગો બની દિવાળીના તહેવારો ઉપર દેશભરના ઘર આંગણે આકર્ષક ચિત્રોમાં પૂરવામાં આવે ત્યારે વધુ દિપી ઉઠે છે અને જે તે ઘરને પાવન કરે છે.

તહેવારોમાં લગભગ ખુબ જ અનિવાર્ય અંગ બની ગયેલા આ ચિરોડી કલરનું ઉત્પાદન જામનગરમાં થાય છે અને દેશભરમાં પહોંચાડાય છે જેથી દેશ-વિદેશમાં રહેતા મિત્રો, પોતાના ઘર આંગણે ચિરોડી કલરથી અવનવી કલરફૂલ રંગોળી કરી શકે.

મૂળ તો બેઝીક સફેદ ચિરોડી પાવડરમાં હાથેથી બનાવેલા રંગો મિશ્રિત કરવાનું આ કામ આઠ દાયકાથી જામનગર નજીકના હાપા ગામે થાય છે.

આવો એક કલર બનાવતા પૂરા ત્રણ કલાકની મહેનત લાગે છે, આ કલર પછી 25-50 ગ્રામની પડીકી સ્વરૂપે અન્ય શહેરનો માર્કેટમાં વેચાય છે અને ગુણીઓ ભરીને જે-તે શહેરમાં પહોંચાડવામાં આવે છે. આ કલર જ તહેવારોને રંગીન બનાવે છે અને તમારુ આંગણુ ચમકાવે છે.

આ સાથે ખુબ જ સરળતાથી તમે જાતે ઘરે ચિરોડી કલરથી બનાવી શકો એવી ૨૦ ખુ જ ઇઝી રંગોળીના ફોટા જોવા અહી ક્લિક કરો

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!