ચોર બજારમાં દુકાન ચલાવનારે KBC માં એવું તે શું કહ્યું કે ખુબ બચ્ચન નારાઝ થયા? – વાંચો

સોની ચેનલ પર કૌન બનેગા કરોડપતિ ની 11 મી સીજન પ્રસારીત થઇ રહી છે. દરરોજ એકથી વધીને એક હરીફો આવે છે. અને હજારો, લાખો સાથે કરોડો પણ જીતીને લઇ જાય છે. દરેક વખતે અલગ અલગ વ્યક્તી હોય છે પરંતુ આ વખતે જે હરીફ આવ્યો છે તેના વિશે સાંભળીને તમે હેરાન થઇ જસો. આ વખતે KBC માં નજર આવ્યો ચોર બજારમાં દુકાન ચલાવનાર, જાણ્વા મળ્યુ છે કે તેને એવી એવી વાતો કહી કે અમિતાભ બચ્ચન થોડા નારાજ થઇ ગયા.

KBC માં નજરે આવ્યો ચોર બજારમાં દુકાન ચલાવનાર :

 

સોની ચેનલ પર અમિતાભ બચ્ચનનો ક્વિઝ રિયલિટી શો કેબીસી સામાન્ય લોકોમાં ખુબ જ પ્રચલિત છે. એવામાં મહારાષ્ટ્રના ડોંબીવલી ના રહેવાસી મુસ્તફા પરદાવાલા કેબીસીમાં પહોંચ્યા. મુસ્તદાએ શો દરમિયાન અમિતાભ બચ્ચન સાથે વાત કરી, જો કે આ વાત કરતા સમયે મુસ્તફા એ કંઇક એવું કહેલુ કે તેના પર બિગ બી એ નારાજગી જાહેર કરી. મુસ્તફાને સવાલ કરવમાં આવ્યો કે અજય દેવગણની ફિલ્મ ફુલ ઓર… ને પુરુ કરો.

આ સવાલનો જવાબ ન દઇ શકવા પર મુસ્તફાએ કહ્યુ કે તે ફિલ્મો નથી જોતા તેથી તેને જવાબ ખબર નથી. ત્યારે અમિતાભ બચ્ચને મુસ્તફાને કહ્યુ કે, તેનાથી અમારી રોજી-રોટી ચાલે છે. તેને મુસ્તફાને ફિલ્મ જોવા માટે કહ્યુ. ત્યારબાદ ચોથા સવાલ માટે મુસ્તફાએ ફિફ્ટી ફિફ્ટી લાઇફલાઇન લીધી અને તે સવાલનો જવાબ ન દઇ શકવા પર અમિતાભ બચ્ચને મુસ્તફાને પુછી જ લીધુ કે તે શું બિઝનેશ કરે છે અને કેવી રીતે કરે છે?

તેના પર જવાબ આપતા મુસ્તફાએ કહ્યુ કે તે હિસાબ કરવા માટે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરે છે. મુસ્તફાને એક વધુ સવાલ પુછવામાં આવ્યો કે 2019 માં ભારત અને સાઉદી અરબ સરકારોની વચ્ચે વાતચીત પર કયા ધાર્મિક સ્થળના અંશને વધારીને 2 લાખ કરવામાં આવ્યુ હતુ. તો તેનો જવાબ મક્કા હતો. મુસ્તાફને પુછવામાં આવ્યુ કે દિલ્લી ના રાષ્ટ્રીયગાંધી સંગ્રાલય ક્યા આવેલુ છે, અને તેનો જવાબ રાજઘાટ હતો.

પરંતુ આ સવાલનો જવાબ પણ મુસ્તાફને ખબર ન હતી. અને ત્યારબાદ તેને ગેમ છોડી દીધી. મુસ્તાફાએ કેબીસી-11 માં 80 હજાર રુપિયાની ધનરાશિ જીતી અને શો દરમિયાન અમિતાભ સાથે વાત કરતા કરતા મુસ્તાફાએ જણાવ્યુ કે લંગ કેંસરના કારણે તેના પિતાનું મૃત્યુ થઇ ગયુ હતુ. ત્યારબાદ આખા પરીવારની જવાબદારી તેના પર જ હતી અને મુસ્તાફ તેના પિતાની દુકાન મુંબઇના પ્રખ્યાત ચોરબજાર માં ચલાવે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!