ઇન્ડસ્ટ્રીઝમાં 61 વર્ષ યોગદાન આપનાર આ કોમેડિયન સ્ટારની હાલત જોઈને આજે તેને ઓળખી પણ નહિ શકો…

બોલીવુડમાં ઘણા એવા સ્ટાર્સ છે જેને તેના શ્રેષ્ઠ કામ થી લોકોને મનોરંજન પૂરું પાડ્યું છે. ઘણા એવા મહાન અભિનેતાઓ પણ છે જેનું અભિનય જોરદાર હતું અને તેની જગ્યા આજે પણ કોઈ લઇ શક્યું નથી. તેમાંથી જ એક છે જગદીપ જેને 60, 70, 80 અને 90 નાં દશકામાં ઘણી હિટ ફિલ્મોમાં તેનું યોગદાન આપ્યું છે. જણાવી દઈએ કે ૮૦ વર્ષના જગદીપને આઈફા એવોર્ડ આપવામાં આવ્યો છે અને તેને તેના બંને દીકરા જાવેદ અને નાવેદ વ્હીલ ચેર પર લઈને આવ્યા હતા. આ કોમેડિયને 61 વર્ષ સુધી આપ્યું બોલીવુડમાં તેનું યોગદાન અને અલગ અલગ કિરદાર નિભાવીને લોકોને ખુબ જ હસાવ્યા.

આ કોમેડિયને 61 વર્ષ સુધી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં આપ્યું મોટું યોગદાન :

29 માર્ચ, 1939 માં મધ્યપ્રદેશ ના દતીયામાં જન્મેલ જગદીપએ તેના કરિયરમાં 400થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તેને સૌથી વધુ ફિલ્મ સોલેના સૂરમા ભોપાલી માટે યાદ કરવામાં આવે છે. જગદીપે તેના કરિયરની શરૂઆત 1951 માં ફિલ્મ અફસાના થી કરી હતી, જેમાં તેને એક બાળકલાકાર તરીકે કામ કર્યું હતું. ત્યારબાદ દરેક બીજી અને ત્રીજી ફિલ્મોમાં જગદીપને સાઈડ હીરો અને કોમેડિયનનો રોલ મળતો ગયો. ‘અબ દિલ્લી દુર નહિ’, ‘મુન્ના’, ‘આર પાર’, ‘દો બિગા જમીન’ અને ‘હમ પંછી એક ડાલ કે’ જેવી ફિલ્મો જગદીપની સુપરહિટ ફિલ્મો હતી.

આ ફિલ્મો પછી જગદીપને એટલી લોકપ્રિયતા મળી કે તે ફિલ્મોમાં લીડ રોલ તરીકે પણ આવવા લાગ્યા. આ ફિલ્મોમાં ‘ભાભી’ અને ‘બરખા’ સામેલ છે અને ત્યારબાદ જગદીપે ‘બ્રહ્મચારી’ ફિલ્મમાં ખુદને એક જબરદસ્ત કોમેડિયન બનાવી લીધો. જગદીપની છેલ્લી ફિલ્મ વર્ષ 2012 માં આવેલ ફિલ્મ ગલી ગલી ચોર હૈ હતી. જગદીપનાં પૌત્ર મીજાન જાફરીએ હાલમાં જ ફિલ્મ મલાલથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું. જ્યારે જગદીપને આઈફા એવોર્ડ આપવામાં આવ્યો ત્યારે તેનો પૌત્ર પણ ત્યાં હાજર હતો ઉંમરની સાથે સાથે જગદીપનો લૂક બદલાતો જાય છે.

આ ફિલ્મોમાં કર્યું છે કામ :

જગદીપે બોલીવુડમાં કોમેડિયનની જે છાપ છોડી છે તે આજનાં સમયના કોમેડિયન તો ભૂલી જ ગયા છે. જગદીપએ લોકોને ખુબ જ હસાવ્યા છે, તેના એક ડાયલોગ થી લોકો હસી પડતા. જગદીપે શોલે, સૂરમાં ભોપાલી, અંદાજ અપના અપના, આર-પાર, દો બીઘા જમીન, નગીના, ફૂલ ઓર કાંટે, ભાભી, સાંસ ભી કભી બહુ થી, નિગાહે, ગોરા ઓર કાલા, સ્વર્ગ નરક, બ્રહ્મચારી, ખીલોના, કહી પ્યારના હો જાયે, હમ પંક્ષી એક ડાલ કે, શહંશાહ, પુરાના મંદિર, તીન બહુરાનીયા, ફિર વહી રાત…જેવી સફળ ફિલ્મોમાં જબરદસ્ત કામ કર્યું છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!