દરરોજ પ્રેમિકાની કબર પર જઇને પ્રેમી કરતો આ કામ – એક દિવસ શંકા જતા અચાનક જ કર્યુ કંઇક આવુ…

પ્રેમ એક એવી વસ્તુ છે કે ગમે તેને ગમે તેની સાથે થઇ જાય પરંતુ સાચો પ્રેમ કરનાર ક્યારેય સાથ છોડતા નથી, જો કે દુનિયામાં એવા હજારો દાખલા છે જેમા પ્રેમીઓએ છેલ્લે સુધી સાથ નિભાવ્યો હોય. અને અમુક તો તેના પાર્ટનરના મૃત્યુ પછી પણ બીજા કોઇ સાથે સંબંધ રાખ્યા વગર આખુ જીવન તેના પાર્ટનરની યાદમાં વિતાવી દે છે. પ્રેમ થયા પછે રંગ-રુપ, ઉંમર, કાસ્ટ કંઇ જ જોવામાં આવતુ નથી.

મિત્રો આજે આપણે વાત કરવાના છીએ આવા જ એક પ્રેમના સાચા કિસ્સાની, એક જ ગામમાં રહેતા છોકરો અને છોકરી એકબીજાને ખુબ જ પ્રેમ કરતા હતા, પરતુ આ વાત છોકરીના પરીવારને પસંદ નહતી, તે આ વાતથી વિરુદ્ધ હતા. એવામાં એક દિવસ છોકરીનું મૃત્યુ થયું જો કે છોકરીના મૃતદેહને પરીવારના લોકોએ તેને ત્યાનાં જ એક ક્બ્રસ્તાનમાં દફનાવી દીધો.

પરંતુ તેને સાચો પ્રેમ કરતો પ્રેમી તેને ક્યારેય ભુલી શક્યો નહી તે હંમેશા છોકરીની કબર પર જ સુવા માટે જતો, સતત ચાર મહિના ત્યા સુવા માટે ગયો અને આટલા સમય બાદ તેને અચાનક તેના મનમાં એક વિચાર આવ્યો અને તેને એવું થવા લાગ્યુ કે તેની પ્રેમીકાનું મૃત્યુ કોઇ ખોટી રીતે થયેલ છે અથવા તેની હત્યા કરી દેવામાં આવી છે.

આ શંકા તેને મૃત્યુનાં લગ્ભગ 4 મહિના પછી થઇ અને તેને કોર્ટમાં જઇને અરજી પણ કરી કે તેની પ્રેમીકાનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવે. જો કે આવા કેશમાં કોર્ટ તેની અરજીને ઠુકરાવી ન શકે તેથી કોર્ટે પણ અરજી મંજુર કરી. અને છોકરીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યો. પરંતુ આ કાર્ય છોકરીના પરીવારની પરવાનગી વગર કરવામાં આવ્યુ હતું અને તેને આ વાત બિલકુલ પસંદ ન આવી તેથી તેના પરિવારજનોએ છોકરા પર ગોળીબાર કરીને જાનથી મારી નાખવાની કોશિશ કરી.

જો કે ફાયરિંગ વખતે 2 વ્યક્તિઓ ભયંકર રીતે ઘયલ થયા છે જેને ત્યાની હોસ્પિલમાં સરવાર માટે ખસેડવામાં આવ્યા છે. હાલ આ આખો કેશ પોલીસે સંભાળી લીધો છે. આ કિસ્સો મુરાદપુર ગામનો હોવાથી તેને ત્યાના સિમ્ભાવલી પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવ્યો છે. છોકરાનું કહેવું છે કે તેને છોકરીનાં મોત પર પુરેપુરી શંકા છે તેથી આ મામલો સોલ્વ કરવા માટે પોલીસ હાલમાં કાર્યરત છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!