ભૂખથી તડપી રહ્યું હતું નવજાત શિશુ – પછી દિલ્હી પોલીસે જે કર્યું એ વાંચવા જેવું છે

આમ તો દિલ્હી પોલીસ ઉપર રાજ્ય સરકારનો કોઈ ખાસ અધિકાર નથી. આ જ કારણ છે કે, દિલ્હી પોલીસ અને જનતા વચ્ચે તાલમેલ ઓછો છે. આપણે જોયું જ છે કે લોકો પોલીસનાં વખાણ ઓછા અને બુરાઈ વધુ કરે છે. ઘણી વખત એવું પણ બને છે કે, લોકો પોલીસથી ડરે છે. પરંતુ આ ઘટના વાંચીને તમારી આંખોમાં આંસુ આવી જશે. દિલ્હી પોલીસે એવું ઉમદા કાર્ય કર્યું છે કે તમને વાંચીને મજા આવી જશે. કદાચ આવું પહેલી વખત બન્યું હશે.

ચાલો જાણીએ સમગ્ર ઘટના…


દિલ્હી પોલીસનું આ સરાહનીય કાર્ય જોઈને ફક્ત દિલ્હી નહીં પણ આખો દેશ એમનો ઋણી બની ગયો છે. બધા લોકો એમના વખાણ કરી રહ્યા છે. દિલ્હી પોલીસનો આ ફોટો ખૂબ જ વાયરલ થયો છે. ઘટનાની હકીકત એવી છે કે, થોડા દિવસ પહેલા એક મહિલા પોતાના નાના બાળક સાથે ઈન્ડિયા ગેટ ફરવા આવી હતી. જ્યાં નાના બાળકને દૂધ પીવડાવવા માટે કોઈ જગ્યા નહોતી મળતી. એ નાનું બાળક ભૂખને લીધે ખૂબ જોરજોરથી રડી રહ્યું હતું અને એની માતા પણ ખૂબ દુઃખી હતી.

બાળકની આવી હાલત જોઈને માતા પણ વ્યાકુળ થઈ ગઈ. એ મહિલાએ યોગ્ય જગ્યા શોધવા માટે ઘણી મહેનત કરી પણ જગ્યા ન મળી. અંતે તેણીએ પોલીસની મદદ માંગી. ત્યારબાદ પોલીસે જે કર્યું તે ખૂબ જ અનોખું કાર્ય હતું. જેને આખા દેશમાં વાહવાહી મળી રહી છે. માતાની મમતા સામે પોલીસ પણ ઝૂકી ગઈ.

દિલ્હી પોલીસે આ રીતે મદદ કરી, ત્યારબાદ લોકો દિલ્હી પોલીસને સલામ કરી રહ્યા છે :


હકીકતમાં, પોલીસ અધિકારીએ મહિલાને પી.સી.આર. વેનમાં પોતાના બાળકને દૂધ પીવડાવવાની મંજૂરી આપી દીધી. ત્યારબાદ મહિલાએ ભૂખ્યા બાળકને દૂધ પીવડાવ્યું. દિલ્હી પોલીસનો બહાદુર જવાન ત્યાં વેનની બહાર રખેવાળી કરી રહ્યો હતો. મહિલાએ પોલીસનો ખુબ-ખુબ આભાર માન્યો.

અહીંયા દિલ્હી પોલીસે સાચા અર્થમાં પોલીસ પ્રજાની મિત્ર છે તે સૂત્રને સાર્થક કરી બતાવ્યું છે. આવા તો ઘણા કિસ્સા છે જેમાં પોલીસે સામાન્ય લોકોની ઘણી મદદ કરી હોય. આ પહેલા ગુજરાતની હળવદ પોલીસે જીંદગીથી કંટાળી ગયેલ અને આપઘાત કરવા જતી કન્યાને બચાવીને એનું કન્યાદાન કર્યું હતું. પોલીસે આ કન્યાને પરિવાર જેવો સાથ આપ્યો હતો અને એને નવું જીવન પ્રદાન આપ્યું હતું.

ખૂબ-ખૂબ આભાર આપણાં પોલીસ ભાઈઓનો…

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ પ્રેરણાદાયી આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!