ધનતેરસ ના દિવસે આ વસ્તુઓ ખરીદવી અશુભ ગણાય છે – વાંચો શું ખરીદવું અને શું ના ખરીદવું!

દેશનો સૌથી મોટો તહેવાર હવે થોડા જ દિવસ્માં આવી રહી છે. જો કે લોકોએ દિવાળીની તૈયારીઓ ચાલુ કરી દિધી છે. ઘરની સફાઇથી લઇને શોપિંગ સુધી બધુ જ પ્લાનીંગ થવા લાગ્યુ છે. આમતો આ તહેવાર પાંચ દિવસ નો હોય છે. તેમા ધનતેરસનું પણ ઘણુ મહત્વ હોય છે ધનતેરસના દિવસે લોકો ધનની પૂજા પાઠ કરવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે ધનની પૂજા કરવાથી લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર જ રહે છે. સાથે તમારી આવકમાં પણ વધારો થસે.

ધનતેરસના દિવસે ઘરે નવો સમાન ખરીદી લાવવાની પણ પરંપરા ચાલી આવે છે. ઘણા ભારતિયો ધનતેરસના દિવસે કંઇકને કંઇક ખરીદીને જરુર લાવે છે. જો કે મોટાભાગના લોકો એ વાત થી અજાણ છે કે ધનતેરસના દિવસે કયો સમાન લાવવો વધુ મહત્વનો છે. અમુક વસ્તુઓ ધનતેરસ પર ખરીદવી ન જોઇએ તે તમારા માટે અને તમારા પરિવાર માટે અશુભ માનવામાં આવે છે. જો કે આ વસ્તુઓ તમે બાકીના દિવસો માં તે વસ્તુ કરીદી શકો છો પરંતુ ધનતેરસન દિવસે ભુલથી પણ ન કરવું જોઇએ.

આ વસ્તુઓ ધનતેરસ પર ન ખરીદવી જોઇએ :

આ લિસ્ટમાં સૌથી પહેલી વસ્તુ આવે છે લોઢા થી બનેલી વસ્તુ. જી હા, લોઢુ કે તેનાથી બનેલ કોઇ પણ વસ્તુ તમે ધનતેરસ પર ખરીદવાનું ટાળો. આ દિવસે લોઢુ ખરીદવુ અશુભ માનવામાં આવે છે. તેથી જો તમારે કોઇ નવી વસ્તુ લેવી હોય અને તેમા લોઢાનો ઉપયયોગ થયેલો હોય તો કૃપા કરીને તેને ધનતેરસના દિવસે ન ખરીદો.

તમે ઇચ્છો તો એક દિવસ પહેલા કા પછી ખરીદી શકો છો. ત્યારબાદ બીજી વસ્તુ છે કાળા કે ભુરા કલરના કપડા, જી હા મિત્રો ધનતેરસ પર આ બન્ને કલરના કપડા ખરીદવાનું અને પહેરવાનું બન્ને ટાળો.

આ વસ્તુ ધનતેરસ પર જરુર ખરીદો :

ચાલો હવે જાણીયે કે ધનતેરસ પર કઇ વસ્તુ ખરીદવી સૌથી વધુ લાભદાયી હોય છે. જો આ દિવસે તમે સોનુ કે ચાંદી ખરીદો છો તો તમારા માટે ખુબ જ શુભ સાબિત થઇ શકે છે. તેના સિવાય તાંબા પીતળની બનેલી પૂજાની વસ્તુઓ પણ ખરીદી શકો છો. તેમજ જો તમે ઇચ્છો તો ચાંદીથી બનેલ માં લક્ષ્મીની મુર્તિ અને સિક્કા પણ ખરીદી શકો છો.

અને જો રમારુ બજેટ ઓછુ હોય તો તમે સ્ટીલ અથવા એલ્યુમિનિયમ ના વાસણ પણ ખરીદી શકો છો. તેમજ ઘણી પ્રકારની ડેકોરેટિવ આઇટમ અને કપડા જેવી વસ્તુઓ પણ લઇ શકો છો. પરંતુ એક વાત યાદ રહે કે કાળા કે ભૂરા કલરના કપડા ખરીદવા ન જોઇએ.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!