ડીમ્પલને લાગતું હતું કે અક્ષયકુમાર “ગે” છે – દીકરી સાથે લગ્ન કરે એ પહેલા આવી શરત મુકેલી

અત્યાર સુધીમાં અક્ષય કુમારે ઘણા સામાજીક મુદ્દા પર ફિલ્મો કરી છે. જેમાં ‘ટોયલેટ એક પ્રેમ કથા’, ‘પેડમેન’ અને રોબોટનો બીજો ભાગ ‘2.0’ દ્વારા સમાજને ખૂબ સારો સંદેશ આપ્યો છે. આ ત્રણેય ફિલ્મ ખૂબ હિટ રહી હતી. હવે ટૂંક સમયમાં અક્ષયની ફૂલ કોમેડી ફિલ્મ હાઉસફુલ-4 રિલીઝ થશે.

જો વાત કરીએ અક્ષય કુમારની પર્સનલ લાઈફની તો એના લગ્નને આજે 18 વર્ષ થઈ ચૂક્યા છે. 17 જાન્યુઆરી, 2001 નાં રોજ અક્ષય અને ટ્વિન્કલ ખન્ના લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા હતા. પરંતુ એક વખત અક્ષય કુમારે જણાવ્યું હતું કે, ટ્વિન્કલ સાથે લગ્ન કરવા સરળ નહોતા. એમણે લગ્ન કરવા માટે ઘણી મહેનત કરી હતી. એમણે જણાવ્યું કે, ટ્વિન્કલની માતા અને એમની સાસુ એટલે કે ડિમ્પલ કપાડીયાને પહેલા એવું લાગતું હતું કે અક્ષય ‘ગે’ છે. એમના મનમાં આવી શંકા ક્યાંથી ઉભી થઇ ચાલો તમને જણાવીએ…

કરણ જોહરનાં ચેટ શો ‘કોફી વિથ કરણ’ માં જ્યારે આ હોટ કપલ પહોંચ્યું ત્યારે એમણે પોતાના સંબંધ વિશે ઘણા ખુલાસા કર્યા હતા. પોતાની જીંદગીનાં ઘણા રહસ્ય એમણે આ શોમાં ખોલ્યા હતા. શૉ દરમિયાન ટ્વિન્કલે એક એવો ખુલાસો કર્યો કે જે સાંભળીને બધા હેરાન રહી ગયા. ટ્વિન્કલે જણાવ્યું કે, પહેલા એમની માતાને અક્ષયનાં સેક્સ્યુઅલ ઓરીએન્ટેશન પર શંકા હતી. તેણીને લાગતું હતું કે અક્ષય ‘ગે’ છે. હકીકતમાં, ડિમ્પલ કપાડીયાની એક જર્નલિસ્ટ મિત્રએ એમને જણાવ્યું હતું કે અક્ષય કુમાર ‘ગે’ છે. ત્યારબાદ આ વાતની સચ્ચાઈ જાણવા માટે ડિમ્પલે ઘણી તપાસ કરી હતી. તમને જાણીને નવાઈ લાગશે કે, ડિમ્પ્લે અક્ષયનાં ઘણા ટેસ્ટ પણ કરાવ્યા. ડિમ્પલને લાગતું હતું કે લગ્ન બાદ બાળક પેદા કરવામાં અક્ષય નિષ્ફળ રહેશે. તેથી એમણે અક્ષયનો જેનેટીક ટેસ્ટ પણ કરાવ્યો.


શો માં આગળ ખુલાસો કરતા ટ્વિન્કલે જણાવ્યું કે, અક્ષય એક બોયફ્રેન્ડ તરીકે કેવો છે? એ જાણવા માટે અક્ષયને 15 દિવસ માટે ટ્વિન્કલનો બોયફ્રેન્ડ બનાવ્યો હતો. અક્ષય આ ટેસ્ટમાં પાસ થયા તો ડિમ્પલે બીજી એક શરત મૂકી દીધી. હકીકતમાં, જ્યારે અક્ષયે ટ્વિન્કલને પ્રપોઝ કર્યું ત્યારે ફિલ્મ ‘મેલા’ રિલીઝ થવાની તૈયારીમાં હતી. ટ્વિન્કલને લાગતું હતું કે ફિલ્મ હિટ રહેશે. એટલે ડિમ્પલે એક શરત મૂકી કે, જો આ ફિલ્મ ફ્લોપ રહેશે તો બંનેનાં લગ્ન થશે. ફિલ્મ રિલીઝ થઈ અને ફ્લોપ થઈ ગઈ. શરત મુજબ ટ્વિન્કલ અને અક્ષયનાં લગ્ન કરવાની તૈયારી શરૂ થઈ.

હવે આ લગ્ન થાય એ પહેલાં ડિમ્પલ કપડિયાએ ફરી અડચણ ઉભી કરી. ડિમ્પલે અક્ષય કુમાર આગળ નવી શરત મૂકી દીધી કે, તેણે ટ્વિંકલ સાથે એક વર્ષ સુધી લિવ-ઈનમાં રહેવું પડશે. ત્યારબાદ લગ્નનો નિર્ણય લેવામાં આવશે. ડિમ્પલને લાગતું હતું કે અક્ષય કુમાર ગે છે. ‘કોફી વિથ કરન’માં અક્ષય કુમારે કહ્યું હતું કે તેને આ વાત જાણીનો ગુસ્સો આવ્યો હતો. ડિમ્પલે તેનો જેનેટિક ટેસ્ટ પણ કરાવ્યા હતાં. જોકે, ડિમ્પલ આજે પણ માને છે કે કુંડળી ચેક કરાવવાને બદલે આ જ ટેસ્ટ કરાવવો સારો છે. જોકે આજે અક્ષય અને ટ્વિન્કલ ખૂબ જ સુખી દામ્પત્ય જીવન માણી રહ્યા છે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ રસપ્રદ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!