ટી-સીરીઝના માલીક સાથે લગ્ન કરીને ફિલ્મી દુનીયાથી દુર થઇ ગઇ આ એક્ટ્રેસ – હવે જૉન સાથે નજરે ચડશે

બોલીવુડમાં હંમેશાથી આવુ ચાલ્યા રાખે છે કે કોઇ પણ એક્ટ્રેસ લગ્ન માતે તેનું કરીયર ખતમ કરી દે છે અને ઘણી એક્ટ્રેસ એવી પણ છે જે કમબેક પણ કરે છે. જેમ કે, માધુરી દીક્ષિત, રેખા જેવી અમુક અભિનેત્રીઓ એવી પણ છે જેનું કમબેક પણ થયુ છે અને તે સફળ પણ રહી છે.

પરંતુ આ વખતે કમબેક કરી રહી છે દિવ્યા ખોસલા. ટી સિરિઝના માલીક સાથે લગ્ન પછી દિવ્યાએ એક્ટિંગ છોડી દીધી હતી અને હવે તે જૉન અબ્રાહમની આવનારી ફિલ્મ સત્યમેવ જયતે-2 માં નજરે આવશે.

ટી-સીરીઝના માલીક સાથે લગ્ન પછી દિવ્યાએ છોડી હતી એક્ટિંગ :

જૉન અબ્રહમની સુપરહિટ ફિલ્મ સત્યમેવ જયતે નો બીજો ભાગ બની રહ્યો છે. ફિલ્મનું પોસ્ટર રિલીઝ થયુ તેમાથી એકમાં જૉન અબ્રાહમ અને બીજામાં દિવ્યા ખોસલા નજરે આવી રહ્યા છે. ફિલ્મ ટી-સીરીઝ બેનર તરફથી બની રહ્યુ છે. જેમાં જૉન અને દિવ્યા લીડ એક્ટર્સ હસે. જૉન અહિં પોલીસ વર્દીમાં નજરે આવે છે અને વર્દીને ચીરીને તેની છાતી દેખાડે છે જેમા તિરંગો બનેલ છે.

 

તેમજ બીજા પોસ્ટરમાં દિવ્યા પણ નજરે આવી રહી છે. જણાવી દઇયે કે દિવ્યા ખોલસાએ વર્ષ 2004માં ફિલ્મ ‘અબ તુમ્હારે હવાલે વતન સાથિયો’ થી એક્ટિંગ કરીયરની શરુઆત કરી હતી. તે જ વર્ષે તેને ફિલ્મ ‘લવ ટૂડે’ માં પણ કામ કર્યુ હતુ. પરંતુ ત્યારબાદ તેના લગ્ન સ્વર્ગવાસ ગુલશન કુમારના દિકરા ભૂષણ કુમાર સાથે લગ્ન કરી લીધા.

ટી-સીરીઝના માલીક અને ફિલ્મ પ્રોડ્યુસર ભૂષણ કુમાર સાથે લગ્ન બાદ દિવ્યા ફિલ્મોમાં નજરે આવી નહી. જો કે લાઇમલાઇટની ચર્ચાઓમાં દિવ્યા હંમેશા રહી છે. હવે આ ફિલ્મથી તે સૌનું દિલ જીતશે જેમાં તેનું કિરદાર પણ દેશભક્તિ મહિલા નું હસે. દિવ્યાએ 2000 ની શરુઆતમાં ઘણી મ્યૂઝિક વિડીયો માં કામ કર્યુ છે અને તે એક સફળ મોડલ પણ રહી ચુકી છે.

સત્યમેવ જયતે 2 ફિલ્મઉં પોસ્ટર સામે આવતા જ તેને ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યુ છે. દિવ્યાએ અત્યારસુધીમાં માત્ર 2 જ બોલીવુડ ફિલ્મોમાં કામ કર્યુ છે. જો કે તે અમુક શોર્ટ ફિલ્મોમાં કામ કરી ચુકી છે. સુંદરતાનાં મામલામાં તે કોઇથી ઓછી નથી.

અને જો વાત કરીયે ફિલ્મ સત્યમેવ જયતે-2 ની તો આ ફિલ્મ 2 ઓક્ટોબર 2020 માં બોક્સ ઓફીસ રીલીઝ થસે. તો જોઇએ કે આ ફિલ્મમાં દિવ્યાની એક્ટિંગ કેવી રહે છે અને લોકો તેને કેટલી પસંદ કરે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!