દિવાળી પછી આ ૪ રાશિના લોકો ઉપર લક્ષ્મીજી મહેરબાન થશે – આવો પ્રભાવ રહેશે

માતા લક્ષ્મીની કૃપાથી આ દિવાળી એટલે કે 27 ઓક્ટોબર પછી 4 રાશિની સ્થિતિ એકદમ બદલાઈ જશે. આવું એટલે થશે કે જ્યોતિષશાસ્ત્ર મુજબ, ગ્રહોમાં શુક્ર અને મંગળ એક સ્થળે બિરાજમાન છે અને સાથે ચંદ્ર બે સ્થાને ભ્રમણ કરશે. એટલે જુદી-જુદી 4 રાશિના જાતકોને ખાસ લાભ થશે. ચાલો જાણીએ કઈ-કઈ છે આ ચાર રાશિ કે જેના પર માતા લક્ષ્મીની કૃપા થશે.

(1) તુલા :


માતા લક્ષ્મીની કૃપાથી દિવાળી પછી તુલા રાશિવાળા લોકોની કિસ્મત ચમકી જશે. કામને કારણે થોડી ભાગદોડ રહેશે પણ આ મહેનતને કારણે ઘણો લાભ થશે. જો તમારું કોઈ સરકારી કામ અટકેલું પડ્યું હોય, તો માતા લક્ષ્મીનાં આશીર્વાદથી પૂરું થશે. જો તમે ભાડાનાં ઘરમાં રહેતા હોય, તો ખૂબ જલ્દી તમારું ઘરનું ઘર થઈ જશે. નવા લોકોને મળવું અને સહકર્મચારીઓની સલાહ તમારા માટે ફાયદાકારક સાબિત થશે. તમારા ઘરમાં કોઈ નવું વાહન આવી શકે છે. સંતાન દ્વારા તમને પ્રેમ અને સન્માન મળશે. પહેલા કરતા સ્વાસ્થ્ય પણ સારું રહેશે.

(2) સિંહ :


દિવાળી પછી સિંહ રાશિના જાતકોનાં નસીબ ઉઘડવાના છે. આ રાશિનાં જાતકોનાં જીવનમાં કોઈ એવી પ્રતિષ્ઠિત વ્યક્તિનું આગમન થશે કે, જેના કારણે એમનો નફો ડબલ થઈ જશે. કાર્યક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે. કોઈ એવું કાર્ય પૂર્ણ થશે કે જેની તમે ઘણા વર્ષોથી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. તમારો આત્મવિશ્વાસ વધશે. નોકરી ઈચ્છુક લોકોને કોઈક પ્રતિષ્ઠિત કંપનીમાંથી સારી એવી ઓફર મળશે. કુંવારા લોકોના લગ્ન જલ્દી નક્કી થશે. સંતાનની રાહ જોઇને બેઠેલા પરિવારમાં ખૂબ જલ્દી સારા સમાચાર મળશે.

(3) કુંભ :


27 ઓક્ટોબર એટલે કે દિવાળી પછી કુંભ રાશિના લોકોને પણ ફાયદો થશે. કોઈક ખાસ વાતને લઈને પરેશાન રહેનાર લોકોની ચિંતા દૂર થશે. ઘરના વડીલ કામ બાબતે સલાહ-સુચન આપશે, એમની સલાહને નજરઅંદાજ ન કરો. પરિવારમાં તમારી જવાબદારીઓ વધશે જેને તમે વ્યવસ્થિત નિભાવશો. મુશ્કેલ સમયમાં પાર્ટનરનો પૂરેપૂરો સહયોગ મળશે જેનાથી પતિ-પત્ની વચ્ચે પ્રેમ અને વિશ્વાસ વધશે. ઈમોશનલી તમે કમજોર પડી શકો છો પણ ઘરવાળાનો સપોર્ટ તમારી સાથે રહેશે. ભાવનાઓમાં ડૂબીને કોઈ નિર્ણય ન લેવો. ધનલાભનો યોગ છે.

(4) વૃશ્ચિક :


દિવાળી પછી તમને પૈસા કમાવવાની નવી-નવી તકો મળશે. વિદ્યાર્થી વર્ગ કે જે ઘણા લાંબા સમયથી નોકરીની રાહમાં બેઠા છે, એમને સફળતા મળશે. ઘણા સમયથી તમે જે કાર્ય માટે પ્લાનિંગ કરી રહ્યા છો એ પૂર્ણ થશે. તમને વિદેશ યાત્રા કરવાનો મોકો મળી શકે છે. ઘણા સમયથી અટકેલા પૈસા પરત મળી જશે. જુના મિત્રો સાથે મુલાકાત થશે, જેને મળીને તમને આનંદ મળશે. પાર્ટનર સાથે ચાલી રહેલ તકરાર દૂર થશે. જે બિઝનેસ શરૂ કરવા માંગતા હો એ દિવાળી પછી શરૂ કરી શકો છો, લાભ મળવાનું નક્કી છે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ ઉપયોગી આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!