દિવાળીની રાત્રે છત પર આ કામ અચૂક કરવુ – નવા વર્ષમાં ઘરે ધનવર્ષા થશે

થોડાં દિવસમાં જ દિવાળી આવી રહી છે. દિવાળી આપણાં દેશનો સૌથી મોટો તહેવાર ગણાય છે એટલે લોકો આની તૈયારી ઘણા દિવસ અગાઉથી જ કરવા લાગે છે. દિવાળીનાં દિવસે ખાસકરીને માતા લક્ષ્મીની પૂજા થાય છે. આની પાછળનું તર્ક એ છે કે, દિવાળીનાં દિવસે જે વ્યક્તિ માતા લક્ષ્મીને પ્રસન્ન કરવામાં સફળ થઈ જાય છે એના ઘરમાં ક્યારેય પૈસાની તંગી આવતી નથી. આમ તો તમે પણ આ પૂજા કરતા જ હશો પણ આ સાથે જો દિવાળીની રાત્રે એક વિશેષ કામ કરો તો તમને એનો ખૂબ લાભ મળશે. આ કામ તમારે ઘરનાં છત (છાપરે અથવા ધાબા) પર કરવાનું છે. જો તમે ફ્લેટમાં રહેતા હો તો ઘરની બાલ્કનીમાં પણ આ કાર્ય કરી શકાય. તો ચાલો તમને જણાવી દઈએ કે તમારે શું કરવાનું છે.

પહેલું કામ – છત પર આવી રીતે લગાવો ચાર દિવા :


દિવાળીની રાત્રે તમે તમારા ઘરના છત પર અથવા બાલ્કનીમાં જઈને ચાર દિવડા પ્રગટાવો. એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે, આ ચારેય દિવાનાં મુખ અલગ-અલગ દિશામાં હોવા જોઈએ. મતલબ, ચાર દિશા છે એટલે ચારેય દિશામાં એક દિવો એમ. આ સાથે દિવામાં મકાઈની ધાણીનો એક-એક દાણો મુકો. આ ઉપાય કરવાથી ચારેય દિશામાંથી ધનની આવક શરૂ થઈ જશે. એટલું જ નહીં, દિવાળીની રાત્રે જ્યારે માતા લક્ષ્મી ભ્રમણ કરવા નીકળશે ત્યારે આ દિવડાની રોશની અને પોઝિટિવ એનર્જી દ્વારા આકર્ષિત થઈને તમારા ઘરે આવશે. આ રીતે તમારા ઘરે ધનની કમી નહીં રહે અને ધનવર્ષા શરૂ થઈ જશે.

બીજું કામ – સિક્કાને આ વિધિથી રાખો :


દિવાળીની રાત્રે એક સામાન્ય સિક્કો લો. આ સિક્કાને માતા લક્ષ્મીના ચરણોમાં રાખો અને એની કંકુ અને ચોખા દ્વારા પૂજા કરો. ત્યારબાદ માતા લક્ષ્મીને પ્રાર્થના કરો અને તમારી આર્થિક સમસ્યા વિશે જણાવો. હવે આ સિક્કાને ઉઠાવીને ઘરના છત પર વચ્ચોવચ રાખી દો. જો કદાચ તમને એવું લાગે કે, આ સિક્કો કોઈક ઉપાડી લેશે અથવા એની જગ્યા બદલાઈ જશે તો એ સિક્કા ઉપર એક દીવો પણ રાખી શકો છો. આ સિક્કાને આખી રાત ત્યાં જ રહેવા દો. હવે બીજા દિવસે આ સિક્કો ઉપાડી લો અને એને સાફ કરીને ઘરની તિજોરીમાં મૂકી દો. જેનાથી ઘર ખર્ચ ઓછો થશે અને તિજોરીમાં પૈસા વધવા લાગશે. દિવાળી પછી દરરોજ માતા લક્ષ્મીની પ્રાર્થના કરતા રહેવું. જેથી ઘરમાં હંમેશા ધનલાભ શરૂ રહેશે.

દોસ્તો, આશા છે કે તમને આ ઉપાય સારો લાગ્યો હશે. જો તમારા ઘરમાં પૈસાને લઈને કોઈ સમસ્યા હોય તો દિવાળીની રાત્રે આ બંને કામ ચોક્કસથી કરો. જેનાથી તમને ચોક્કસ લાભ થશે. આ ઉપાય પોતાના દોસ્તો અને સંબંધીઓ સાથે શેર કરજો જેથી એમને પણ ધનલાભ થાય. આ રીતે આપણાં સૌનું ભલું થશે. દિવાળી પર દિવડા પ્રગટાવતી વખતે થોડી કાળજી પણ રાખજો. ખાસ કરીને બાળકોને આનાથી દૂર રાખવા. નાનકડી એવી ભૂલ દિવાળીની મજા બગાડી શકે છે. એટલે સાવધાન રહો, સ્વસ્થ રહો અને ફૂલ એન્જોય કરો. આપ તમામને અમારા તરફથી દિવાળીની હાર્દિક શુભકામનાઓ એડવાન્સમાં.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ ઉપયોગી આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!