આ દિવાળી પર લક્ષ્મીજી તમારા ઉપર જરૂર પ્રસન્ન થશે – આ ૫ વસ્તુઓ દરવાજા પર લગાડો

મિત્રો દિવાળી આપણા દેશનો સૌથી મોટો તહેવાર છે. દરેક હિંદુ મિત્રો સાથે મળીને આ તહેવાર ધામધુમથી મનાવે છે. આ ઉત્સવની સૌથી વધુ ખાસિયત માં લક્ષ્મીની પૂજા હોય છે. એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તી દિવાળી પર માતાને પ્રસન્ન કરવામાં સફળ રહે છે. તેને જીવનભર પૈસાની કમી રહેતી નથી. તેથી આ તહેવારના દિવસોમાં દરેક લોકો માતા લક્ષ્મીને તેના ઘરે આમંત્રીત કરવા માંગે છે.

એવામાં આજે અમે તમને એવી પાંચ વસ્તુઓ વીશે જણાવવાં જઇ રહ્ય છીયે જેને જો તમે ઘરના મુખ્ય દરવાજા પર લગાવી દીધી તો માં લક્ષ્મી તમારા ઘરે વહેલા અને પહેલા પધારશે. આ વસ્તુઓ માત્ર તમારા ઘરનાં માહોલને શુદ્ધ નથી કરતી પરંતુ માતાને તેની તરફ આકર્ષીત કરે છે.

તોરણ :

સામાન્ય રીતે તોરણ આંબાના અને આસોપાલવનાં પાંદના બનાવવામાં આવે છે . જ્યારે ઓઅણ ઘરમાં કોઇ માંગલિક કાર્ય હોય કે કોઇ તહેવાર આવે ત્યારે તોરણ લગાવવાનો રીવાજ છે. એવું માનવામાં આવે છે કે તોરણમાં ખુબ જ સકારાત્મક ઉર્જા રહે હોય છે. તેથી આ પોઝિટિવ એનર્જીથી દેવી-દેવતા પણ આકર્ષિત થાય છે. આજ કારણ છે કે દિવાળી જેવ શુભ તહેવારે તમારા ઘરના મુખ્ય દરવાજા પર તોરણ લગાવવાથી માં લક્ષ્મી તમારા ઘરે જલ્દી પ્રવેશ કરે છે.

સાથીયો :

સાથીયાનું ચિહ્ન એક પવીત્ર ચિહ્ન માનવામાં આવે છે. તેથી તમારા ઘરના મુખ્ય દરવાજામાં વચ્ચે લગાવવું જોઇએ. માનવામાં આવે છે કે તેનાથી દએક વાસ્તુદોષ સમાપ્ત થઇ જાય છે. વાસ્તુદોષ નેગેટીવ એનર્જી ઉતપન્ન કરે છે અને સાથીયાથી તે નાશ પામે છે. જણાવી દઇયે કે જે ઘરમાં વધુ નેગેટિવિટિ હોય છે ત્યા માં લક્ષ્મી આવવાનું પસંદ કરતા નથી. તેમજ સાથિયો લગાવવાથી ઘરમા સ્વસ્થ્ય પણ સારુ રહે છે, અને પરીવારમાં સુખ શાંતી જળવાઇ રહે છે.

ઓમ :

ॐ નું ચિહ્ન હિન્દુ ધર્મમાં ખુબ જ મહત્વ ધરાવે છે. તેને સૌથી વધુ પાવરફુલ નિશાન માનવામાં આવે છે. તેમા ઘણા પ્રકારની દેવીય શક્તિઓ હોય છે જે તમારા પરિવારની રક્ષા કરે છે. તેમજ તેમાથી ઉત્પન્ન થતી ઉર્જા પણ દેવી દેવતાઓને આકર્ષીત કરે છે. તેથી તમારે દિવાળી પર તમારા ઘરે ઓમ પણ લગાવવું જોઇએ.

શુભ લાભ :

શુભ લાભ ઘરની બન્ને બાજુ લખવાથી ભાગ્યમાં વ્રુદ્ધિ થાય છે . તેનાથી ઘરમાં ખુશીઓ આવે છે. તે એક પ્રકારનું શુભ સંકેત હોય છે. તેથી આ નિશાન પણ લગાવવું જોઇએ.

ત્રિશૂલ :

મિત્રો ત્રિશૂલને ઘરના મુખ્ય દ્વાર પર લગાવવાથી ખરાબ નજરથી બચી શકાય છે. જો કે આ વસ્તુ ઓપ્સનલ છે પરંતુ તેને લગાવવામાં કંઇ ખોટુ નથી.

નોંધ : તમે આ પાંચ વસ્તુઓ પણ લગાવી શકો છો અથવા તેમાંથી કોઇ બે વસ્તુઓ અણ લગાવી શકો છો. પરંતુ બની શકે તો તોરણ અને સાથિયો ફરજીયત લગાવવો જોઇએ. બકીની વસ્તુઓ તમે તમારી સુવીધા મુજબ લગાવી શકો છો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!