દિવાળીના પર્વ પર તિજોરીમાં પૈસા રાખતા સમયે લક્ષ્મીજીનો આ મંત્ર અવશ્ય બોલો – લક્ષ્મીજીની કૃપા બની રહેશે

માઁ લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે. જો કે આ વાતનો ઉલ્લેખ પણ હિન્દુ ધર્મના અમુક પુરાણો અને ગ્રંથોમાં જોવા મળે છે. આ જ એક કારણ છે કે કોઇ પણ વ્યક્તિ તેના ઘરમાં કોઇ પણ ધનની આફત આવે તો માતા લક્ષ્મીનું સ્મરણ કરવા લાગે છે. અને હવે તો દિવાળીનો માહોલ છે અને દિવાળીના દિવસેમાં માતા લક્ષ્મીનું સૌથી વધુ મહત્વ માનવામાં આવે છે. આ દિવસે માતા લક્ષ્મી સ્વર્ગલોકથી ધરતીના પ્રવાસે નિકળે છે. એવામાં જો કોઇ બ્ભક્ત તેને પુરા ભાવથી બોલાવે તો તે ઘરે જરુર આવે છે.

દિવાળી પર ઘણા લોકો તેના ઘરમાં રહેલા ધન અને ઘરેણાની પૂજા કરતા હોય છે. લક્ષ્મીની પૂજા કરવાથી પૈસા ની વ્યવ્સ્થા હંમેશા બની રહે છે. તેમજ પૈસાની આવક પહેલા કરતા ખુબ જ વધી જાય છે. તમારામાંથી પણ ઘણા લોકો દિવાળી પર પૂજા જરુર કરશો. જો કે ઘણા લોકો એ વાત અજાણ છે કે તમે દિવાળી પર ધન પૂજા બાદ તેને તિજોરીમાં રાખ્યા પહેલા એક મંત્ર બોલવાથી પૈસાની કોઇ કમી રહેતી નથી.

આ મંત્રમાં એટલી શક્તિ હોય છે કે તે ગરીબને અમિર પણ બનાવી શકે છે. આ મંત્ર બોલવાથી તમારી તિજોરી જલ્દી ખાલી નથી થતી. તેમજ તિજોરીમાં પહેલેથી જ રાખેલ ધનમાં પણ વધારો થસે. તમને પૈસા કમાવવાના ઘણા મોકા મળવા લાગસે. તો ચાલો જાણીએ કે આ મંત્ર કેમ અને કઇ વિધિ સાથે બોલવો જોઇએ.

સૌથી પહેલા તો તમે જ્યારે પણ દિવાળી પર માં લક્ષ્મી અને અન્ય દેવી દેવતાઓની પૂજા કરો તો તેની સામે તમારી ધન સામગ્રી રાખી દો ત્યારબાદ ભગવાનની પૂજા કરો અને પછી ભગવાનની જેમ ધનની પણ પૂજા કરો. પછી તમારા ધનને તિજોરીમાં પાછુ રાખતા પહેલા આ મંત્ર ત્રણ વખત બોલો – ॐ श्रीं ह्रीं क्लीं त्रिभुवन महालक्ष्म्यै अस्मांक दारिद्र्य नाशय प्रचुर धन देहि देहि क्लीं ह्रीं श्रीं ॐ । એકવાત યાદ રાખો કે આ મંત્ર બોલતી વખતે પૈસા તમારા હાથમાં હોવા જોઇએ.

મંત્ર પુરો થયા પછી માં લક્ષ્મીનું ધ્યાન કરતા કરતા પૈસા તિજોરીમા રાખો. ત્યાર બાદ એકવાર પૈસાને પણ હાથ જોડીને તિજોરી બંધ કરી દો. આ ઉપાય દિવાળીના દિવસે કરવો ખુબ જ લાભદાયી માનવામાં આવે છે. આ મંત્રમાં સકારાત્મક ઉર્જા હોય છે. અને તે ઉર્જા મંત્રથી તમારા ધનમં પણ સમાય જાય છે. આવી રીતે તમારા ઘરની તિજોરી પોઝિટિવ એનર્જીથી ભરાય જાય છે. તેથી તમારા ઘરમાં પૈસાની કમી રહેતી નથી. દિવાળી પછી પણ માં લક્ષ્મી તમારા ઘરે આવશે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!