દુધની થેલી ને સાચી રીતે ખોલવી જોઈએ – તમે ક્યાંક ખોટી રીતે તો નથી ખોલી રહ્યા?

આપણા દેશમાં શહેરી વિસ્તારોમાં મોટાભાગે થેલીનું જ દુધ પીવામાં આવે છે. જો કે ગામડામાં થેલીનું દુધ ઓછી સંખ્યામાં પીવામાં આવે છે. ભારત સરકાર એકબાજું સ્વચ્છ ભારતનાં અભિયાનો ચલાવે છે અને એકબાજું ક્યાંક આપણે જ તો આવી રીતે પ્રદુષણ નથી કરતાને? તમે જે રીતે દુધની થેલી ખોલો છો એ સ્વચ્છતા માટે બરોબર છે કે નઇ? તો ચાલો જાણીયે…

મિત્રો વાત બહુ નાની છે પરંતુ જો આ વાત બધાનાં મગજમાં બેસી જાય તો સ્વચ્છતામાં સારો એવો ફાળો આપી શકાય. આપણે રોજ સવારે અને સાંજે અથવા દિવસમાં ગમે ત્યારે ચા બનાવવા માટે દુધની થેલી લઇયે છીયે, પરંતુ તમે તેને સાચી રીતે ખોલો છો ખરા?

કદાચ તમે કારતથી થેલીનો ખુનો ત્રિકોણ આકારથી ખોલતા હસો અથવા અંગુઠાથી એક ભાગના ખુણાને તોડતા હસો. થેલીમાંથી કપાયેલો આ નાનો ભાગ જેનું ક્યારેય ‘રિ-સાયક્લિંગ’ થતુ નથી અને આટલા નાના ભાગનું રિ-સાયક્લિંગ પોસિબલ પણ નથી. મીત્રો આ વાત એક એક્સપર્ટ દ્વારા જણાવવામાં આવી છે. તેને થેલી તોડવાની એક અલગ જ રીત જણાવી છે જેમાં થેલીનોભાગ અલગ જ ન થાય.

જી હા, જો આપણે થેલીના ખુણાનાં ભાગને કાપીને અલગ કરવાની બદલે તેમા કાપો મુકી દઇયે તો થેલીનો તે નાનો ભાગ અલગ પણ નહી પડે અને પ્રદુષણ પણ એટલું ઓછુ થસે. એક રીપોર્ટ અનુસાર દરરોજ અમુલના દુધની 2 કરોડ થેલીઓનું વેચાણ થાય છે. અને અમુક અન્ય કંપનીઓ જેમ કે, માહી, યુ-ફ્રેસ, એ તો અલગ, તો મીત્રો આટલી થેલીનો એક એક નાનો ભાગ જોઇએ તો રોજનું કેટલું પ્રદુષણ થતુ અટકે.

જો કે આપણે ખાલી દુધ જ નઈ પરંતુ છાછ, દહિં, જેવી ઘણી વસ્તુઓ માટે થેલીનો જ ઉપયોગ કરીયે છીએ અને એ આંકડો તો હિસાબ બહાર છે અને આ બધી થેલીઓ પણ આ રીતે ખોલી શકાય છે. મીત્રો આ રીતે થેલીમાં કાપ મુકીને દુધ ઢોળાયા વગર કાઢી શકાય છે.

 

અત્યાર સુધીમાં એ વાત તો તમે સમજી ગયા જ હસો કે આપણે થેલીનો જે નાનકડો ટુકડો કાપીએ છીએ તે રિ- સાયકલિંગ થતો નથી તો તે ટુકડો કોઇ પક્ષી કે પ્રાણી જો ખાઇ જાય તો તેના જીવ પણ જઇ શકે છે. તેથી થોડો વિચાર માનવતાની દ્રષ્ટીએ તેના માટે પણ કરવો જોઇએ.

તો વિચારો છો શુ? હવે નક્કી કરી જ લોકો દુધ, છાછ, દહી કે કોઇ પણ પ્રકારની પ્લાસ્ટીકની થેલી ખોલવામા ક્યારેય નાનો ટુકડો ન થય તેનું ધ્યાન રાખીશું. જો તેમે વેફર કે ફ્રાઇમ્સ જેવી વસ્તુઓ ખાવ તો નીચે આપેલ ફોટા માં જે રીતે પેકેટ ખોલ્યુ છે તે રીતે ખોલી શકો છો જેથી નાનો કટકો ન થાય.

ચાલો આપણે પણ સ્વચ્છ ભારતમાં અને દેશની પ્રકૃતી બચાવવામાં થોડો સહકાર આપીયે… 

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!