ડુંગરીની છાલ માં છુપાયેલા છે અનેક ગુણ – ઉધરસ થી લઈને આવી મોટી બીમારીઓ ભગાડશે આ રીતે

ડુંગળી ખાવાથી શરીરને ઘણી પ્રકારના ફાયદા થાય છે, પરંતુ તમે કદાચ નહિ જાણતા હોય કે ડુંગળીની મદદથી સુંદર ત્વચા અને લાંબા વાળ પણ કરી શકાય છે. ડુંગળીની છાલને પણ સ્વાસ્થ્ય માટે ઘણી સારી માનવામાં આવે છે અને ડુંગળીની છાલની મદદથી ઘણા રોગોને દુર કરી શકાય છે. તો ચાલો જાણીએ ડુંગળીની છાલનાં ફાયદાઓ.

 

ડુંગળીની છાલનાં ફાયદાઓ :

ગળાને આરામ :

ગળું ખરાબ થવા પર કોઈ પણ પ્રકારની દાવાને બદલે ડુંગળીની છાલનો ઉપયોગ કરો. ડુંગળીની છાલની મદદથી ગળાના દર્દને આરામ મળે છે. ગળું ખરાબ થવા પર તમે થોડી ડુંગળીની છાલ લઈને તેને પાણીમાં ઉકાળો. પછી પાણીને થોડું ઠંડુ થવા દો અને પછી આ પાણી પી લો. ડુંગળીની છાલ વાળું પાણી પીવાથી ગળું એકદમ સારું થઇ જશે. દિવસમાં બે વખત આ પાણીનું સેવન કરવાથી ગળાને તરત જ આરામ મળી જશે.

બેડ કોલેસ્ટ્રોલ થશે ઓછુ :

બેડ કોલેસ્ટ્રોલ થવા પર પાણીમાં ડુંગળીની છાલ પલાળીને ૮ કલાક પછી આ પાણીનું સેવન કરો. આ પાણી પીવાથી બેડ કોલેસ્ટ્રોલ ઓછુ થઇ જશે. જો કે આ પાણીનો સ્વાદ સારો નથી હોતો, તેથી જો તમે ઈચ્છો તો તેમાં મધ પણ મેળવીને પી શકો છો. નિયમિત રીતે આ પાણી પીવાથી તમને થોડા જ દિવસોમાં તેની અસર જોવા મળશે અને અને તમારું બેડ કોલેસ્ટ્રોલ નું સ્તર ઓછુ થવા લાગશે.

ડાઘ થશે ઓછા :

ચહેરા પર ડાઘાઓ થવા પર તમે કોઈ પણ પ્રકારની ક્રીમનો ઉપયોગ કરવાની જગ્યાએ ડુંગળીની છાલનો પેસ્ટ ચહેરા પર લગાવો. ચહેરા પર ડુંગળીની છાલ લગાવવાથી ચહેરા પરના ડાઘા ઓછા થઈ જશે.

આવી રીતે તૈયાર કરો ડુંગળીની છાલનું પેસ્ટ :

ડુંગળીની છાલનું પેસ્ટ તૈયાર કરવા માટે તમે થોડી ડુંગરીની છાલો લઈને તેને પીસી નાખો. ત્યારબાદ તેમાં મધ અને હળદર મેળવો અને લેપ તૈયાર કરો. આ પેસ્ટ તમારા ચહેરા પર લગાવો અને આ પેસ્ટને ૧૫ મિનીટ સુધી ચહેરા પર લગાવીને રાખો અને જ્યારે સુકાઈ જાય તો થોડા ગરમ પાણીની મદદ થી સાફ કરી લો. અઠવાડિયામાં ચાર વખત આ પેસ્ટ ડાઘા પર લગાવવાથી ડાઘાઓ ધીરે ધીરે સરખા થઈ જશે.

એલર્જી થશે સારી :

એલર્જી થવા પર ચહેરા પર ફોડકા થાય છે અને તેમાં ખંજવાળ પણ આવે છે. કોઈ પણ વસ્તુની એલર્જી થવા પર તમે ડુંગળીની છાલના પાણીથી તમારી ત્વચાને સાફ કરી લો. દિવસમાં ત્રણ વખત આ પાણીથી ત્વચા સાફ કરવાથી એલર્જી સરખી થઈ જશે અને ફોડકા મટી જશે. એટલું જ નહિ પણ ખુજલી પણ દુર થઈ જાય છે. તેથી એલર્જી થવા પર ડુંગળીની છાલનાં પાણીનો ઉપયોગ જરૂર કરો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!