દુનિયાના આ ૬ દેશોના કાયદા તો બાપા બહુ અઘરા – Chewing Gum ખાવ તો પણ થઇ શકે આ સજા

દરેક દેશના અલગ અલગ કાયદા કાનુન હોય છે, અને તેનું પાલન કરવું ત્યાના નાગરીકની જવાબદારી હોય છે. આ કાયદા કાનુન લોકોના હિત માટે બનાવવામાં આવે છે. પરંતુ ઘના કાયદાઓતો એટલા અજીબ હોય છે કે તેને સાંભળીને તમે હેરાણ થઇ જસો. આજે અમે તમને અમુક દેશોના એવા કાયદાઓ વિશે જણાવવા જઇ રહ્યા છીએ કે જેના વીશે જાણીને તમે હેરાણ થઇ જસો અને તમને હસવુ પણ આવસે.

આ દેશોના કાયદાઓ વિશે જાણીને થઇ જસો હેરાન :

ઇટલીમાં મિલાન નામની એક જગ્યા છે, અને ત્યાનો કાયદો એ છે કે ત્યાના લોકોને હંમેશા હસતુ રહેવુ પડે છે. કહેવાય છે કે જો કોઇએ એવુ ન કર્યુ તો દંડ પણ થઇ શકે છે. માત્ર હોસ્પિટલોમાં અને કોઇના મૃત્યુ પર જ આ કાયદાથી છુટ છે.

અમેરિકાનો એક કાયદો તો તમેન હંસાવીને પેટમાં દુખાડી દેશે. અમેરિકાના મિનિસોટા માં કાયદો છે કે એક જ દોરી પર મહિલા અને પુરુષના અંડરવિયર એકસાથે સુકાવી ન શકે. જો કોઇએ આવું કર્યો તો સજા થઇ શકે છે. આ સંભળવામાં થોડુ અજીબ લાગશે પરંતુ ત્યાનો આ કાયદો છે.

ફ્લોરિડા ના મિયામી શહેરમાં જાનવરોની નકલ કરવા પર સજા થઇ શકે છે. અહિં જાનવરોની નકલ ઉતારવી ગેર કાનુની માનવામાં આવે છે. એટલું જ નહિ અમેરિકાના ઓકલાહામાં તો કુતરા સામે મોઢુ બગાડવાથી પણ જેલ થઇ શકે છે.

સિંગાપુરમાં તો લોકો ચિંગમ પણ નથી ખાઇ શકતા. અહિં પર ચિંગમ ચાવવા પર પ્રતિબંધ છે. જો કે વર્ષ 2004 માં લોકોને ચિંગમ ખવાની છુટ આપવામાં આવી હતી. પરંતુ તે રોગોના કારણે માત્ર ડૉક્ટરના કહેવાથી જ મળે છે. અહિં લોકો ચિંગમ ડૉક્ટર પાસેથી ખરીદે છે.

કેલિફોર્નિયાના કારમેલનો પણ એક અલગ જ નિયમ છે, અહિં સ્ત્રીઓને ઉંચી હિલ વાળા સેંડલ પહેરવાની મનાઇ છે. જો કે અહિંના રસ્તાઓ ઉંચી હિલ્સ પહેરવાને લાયક નથી. કૉબલસ્ટોન ના રસ્તાઓ પર પથ્થરો વચ્ચે ગેપ છે, તેમાથી મુળીયા બહાર નિકળે છે તેમાં કોઇ પણ આસાનીથી ફસાઇને પડી શકે છે. તેથી અહિં ઉંચી હિલ્સ પહેરવા પર પ્રતીબંધ છે.

La Paz, Bolvia માં પણ મહિલાઓને લઇને અજીબ કાયદો બનાવવામાં આવ્યો છે. અહિંના કાયદા  અનુશાર પરણીત મહિલાઓ એક ગ્લાસથી વધુ વાઇન પી શકતી નથી. જો કોઇ મહિલા આવું કરે તો તેને દંડ થઇ શકે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!