આખરે શા માટે દુનિયાથી પોતાની સરનેમ છુપાવે છે બોલીવુડનાં આ સ્ટાર્સ – કારણ જાણીને ચોંકી ન જતા

બોલીવુડમાં આવવા પાછળ લોકોના ઘણા હેતુઓ હોય છે. અમુક પૈસા કમાવવા આવે છે, અમુકને અભિનયનો શોખ હોય છે. તો ઘણા તેનું અને તેના પરિવારનું નામ રોશન કરવા માંગતા હોય છે. જો કે બોલીવુડમાં એક જૂની અને વર્ષોથી એક પ્રથા ચાલી આવે છે કે લોકો બોલીવુડમાં આવ્યા પછી તેના નામ બદલાવી નાખે છે. નામ બદલાવવા પાછળ એક અલગ જ કારણ હોય છે. જ્યારે ઘણા લોકો એવા પણ હોય છે જે તેના નામ આગળ સરનેમ લગાવવાનું પસંદ ન કરતા હોય.

વાત એમ છે કે મોટાભાગના લોકોને તેનું પૂરું નામ ખબર જ નથી હોતું લોકો તેને પહેલા નામનાં આધારે જ ઓળખતા હોય છે. લોકો તેને તેના પહેલા નામથી જ ઓળખતા હોય છે. જેમ કે આપણા રાજા બાબુ ‘ગોવિંદા’ ની સરનેમ ઘણા ઓછાને ખબર હશે. જો કે બોલીવુડમાં આવા ઘણા કલાકારો છે જેનું આખું નામ લોકોને આજસુધી નથી ખબર. જેમ કે કાજોલ અને તબ્બુ જેવી એક્ટ્રેસ નો પણ આ જ હાલ છે. પરંતુ તમે ક્યારેય એવું વિચાર્યું કે આખરે આ સિતારાઓ શા માટે તેનું પૂરું નામ છુપાવે છે. તો ચાલો જાણીએ…

ગોવિંદા :

ખુબ જ જબરદસ્ત કોમેડીથી લોકોને હસાવનાર ગોવિંદાનું પૂરું નામ ગોવિંદા આહુજા છે. જો કે તેને સરનેમ હટાવી તેનું કોઈ ખાસ કારણ નથી. બસ તેને તેનું નામ સિમ્પલ અને શોર્ટ રાખવું હતું જેથી લોકોને સહેલાઇ થી યાદ પણ રહી જાય.

આસિન :

ગજાની ફિલ્મમાં આમીર સાથે રોમાન્સ કરવાથી ચર્ચામાં આવેલ આસિનનું પૂરું નામ આસિન થોટ્ટુમકલ છે. હવે તેની સરનેમ જ આવી છે કે લોકોને યાદ પણ નથી રહેવાની અને લોકો સરખી રીતે બોલી પણ નહિ શકે. બસ આ જ કારણે આસિનએ તેની સરનેમ હટાવી દીધી.

રેખા :

બોલીવુડની સદાબહાર બ્યુટી રેખા દેશ વિદેશમાં ખુબ જ ફેમસ છે અને આજે તેને દેશના દરેક લોકો જાણે છે. તેમ છતાં પણ મોટાભાગના લોકોને રેખાનું પૂરું નામ ખબર નથી. જણાવી દઈએ કે રેખાનું આખું નામ છે ભાનુરેખા ગણેશન. તેને સમયની સાથે તેની સરનેમ હટાવી દીધી કેમ કે તેનું આખું નામ ઘણું મોટું થઇ જતું હતું.

તમન્ના :

તમન્ના બોલીવુડ અને સાઉથ બંને જગ્યાએ નામ કમાઈ ચુકી છે. જણાવી દઈએ કે તમન્ના નું પૂરું નામ તમન્ના ભાટિયા છે. તેને તેનું નામ અંકશાસ્ત્રને કારણે હટાવ્યું જેથી તેનું ફિલ્મ કરિયર વધુ ઝડપથી આગળ વધે.

કાજોલ :

૯૦ માં દશકાની ટોપ અભિનેત્રી રહી ચુકે કાજોલ નું પૂરું નામ કાજોલ મુખર્જી છે. તેનું સરનેમ હટાવાનનું કારણ તમને ચોંકાવી દેશે જી હા, કહેવાય છે કે કાજોલે તેની સરનેમ તેના પરિવાર સાથે ઝઘડો થવાથી હટાવી છે.

તબ્બુ :

૪૭ ની ઉંમરમાં પણ ખુબ જ સુંદર દેખાતી તબ્બુનું આખું નામ ‘તબ્બસુમ હાશમી’ છે. તે તેનું નામ નાનું કરવા માંગતી હતી તેથી તેને તેની સરનેમ પણ હટાવી દીધી એ તેનું નામ પણ ટૂંકું કરી નાખ્યું.

જીતેન્દ્ર :

એક સમયે સુપરસ્ટાર રહી ચૂકેલ જીતેન્દ્રનું સાચું નામ રવિ કપૂર છે. બોલીવુડમાં આવવા માટે રવિ કપૂરે સરનેમ હટાવી દીધી અને નામ પણ રવિ માંથી જીતેન્દ્ર કરી નાખ્યું.

શાન :

માત્ર તેના અવાજથી લોકોના દિલ જીતનાર સિંગર શાન નું પૂરું નામ શાન્તુનુ મુખર્જી છે. પોતાનું નામ નાનું અને જલ્દી યાદ રહી જાય એવું બનાવવાના ચક્કરમાં તેને સરનેમ હટાવી અને નામ પણ બદલી નાખ્યું.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!