જાડી હોવા છતાં પ્રેક્ષકોએ આ ૬ અભિનેત્રીઓનો સ્વીકાર કર્યો – આજે કરોડોની પસંદ બની ગઈ છે

આજના સમયમાં વધુ વજન અને જાડાપણું સૌથી ગંભીર સમસ્યા બનતી જાય છે. જાડા લોકોની વાત કરવામાં આવે તો આ બાબતે ભારત બીજા નંબર પર આવે છે કે જ્યાં કુલ વસ્તીના 47 ટકા લોકો જાડા છે. બોલિવૂડ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં ઘણી અભિનેત્રીઓ મોજુદ છે કે જે પ્લસ સાઈઝ છે. જાડાપણું કેટલાક લોકો માટે ડિપ્રેસનનું કારણ બનતું જાય છે, તો વળી કેટલાક લોકો જાડા હોવા છતાં પણ પોતાની જીંદગીને ખુલીને જીવી રહ્યા છે. એમને આ વાતનો કોઈ ફર્ક નથી પડતો કે એમનું વજન વધુ છે કે ઓછું. તેઓને પોતાની જાતથી કોઈ ફરિયાદ નથી હોતી અને તેઓ વજનની ચિંતા છોડીને પોતાનાં કામ પ્રત્યે સંપૂર્ણ ધ્યાન આપે છે. એવામાં આજની આ પોસ્ટમાં અમે તમને ફિલ્મ ઈન્ડસ્ટ્રીની કેટલીક એવી અભિનેત્રીઓનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ કે જે વધેલા વજન સાથે પણ ખૂબ જ બ્યુટીફૂલ લાગે છે અને લાખો લોકો એમને પસંદ કરે છે.

(1) જરીન ખાન :


જરીન ખાને પોતાના કરિયરની શરૂઆત સલમાન ખાન સાથે ફિલ્મ ‘વીર’ દ્વારા કરી હતી. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવ્યા પહેલા જરીન ખૂબ જાડી હતી. જોકે હજુ તેણી વજનદાર છે પણ એમ છતાં તેણી ખૂબ જ બોલ્ડ અને ખૂબસૂરત દેખાય છે. આજકાલ જરીન ખાન ફિલ્મોમાં ઓછી દેખાય રહી છે પરંતુ સોશિયલ મીડિયા પર ગ્લેમરસ તસ્વીરો શેર કરીને લાઈમલાઈટમાં રહે છે.

(2) મોનાલીસા :


ભોજપુરી અભિનેત્રી મોનાલિસા બિગ બોસ 10માં સ્પર્ધક તરીકે ભાગ લઈને ખૂબ જાણીતી થઈ હતી. આજે તેણી ઘણા ટીવી શૉમાં કામ કરી રહી છે. આપણે જોઈએ જ છીએ કે, મોનાલીસા શરીરમાં હોવા છતાં ખૂબ જ સુંદર અને હોટ લાગે છે. આ વધુ વજન કોઈ દિવસ અડચણ નથી બન્યો. દર્શકો મોનાલીસાને આ રૂપમાં જ પસંદ કરે છે.

(3) નિત્યા મેનન :


નિત્યા મેનન સાઉથની ઘણી ફિલ્મોમાં કામ કરી ચુકી છે. સાઉથ ઇન્ડિયન ઈન્ડસ્ટ્રીમાં ધમાલ મચાવ્યા બાદ હવે નિત્યાએ હમણાં જ સ્પેસ બેકગ્રાઉન્ડ પર બનેલ ફિલ્મ ‘મિશન મંગલ’માં પણ કામ કર્યું હતું. ફોટોમાં જોઈ શકાય છે કે, હેલ્ધી હોવા છતાં નિત્યા ખૂબ જ ખૂબસૂરત દેખાય છે અને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની પહેલી પસંદ છે.

(4) વિદ્યા બાલન :


ફિલ્મ ‘ડર્ટી પિક્ચર’ માં સિલ્ક સ્મિતાનું પાત્ર ભજવનાર અભિનેત્રી વિદ્યા બાલન આજે બોલિવૂડની સૌથી મશહૂર અભિનેત્રીઓમાંની એક છે. આ ફિલ્મ માટે વિદ્યાને નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો. વજન વધવાને કારણે વિદ્યા મોટાભાગે મહિલા લીડ રોલ વાળી ફિલ્મમાં નજર આવે છે. જોકે, વધુ વજન હોવા છતાં વિદ્યા ગ્લેમરસ દેખાય છે અને દર્શકો તેણીનાં કામને ખૂબ પસંદ કરે છે.

(5) હુમા કુરેશી :


હુમા કુરેશીને ફિલ્મ ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ થકી ઓળખાણ મળી. ત્યારબાદ તેણી ‘બદલા’ અને ‘જોલી એલ.એલ.બી-2’ જેવી ફિલ્મોમાં કામ કરી ચુકી છે, જેમાં તેણીનો અભિનય ખૂબ જોરદાર હતો. હાલમાં હુમા એક વેબ સિરીઝ ‘લૈલા’ માં નજર આવી છે. જણાવી દઈએ કે, હુમાનું નામ પણ વજનદાર હિરોઈનમાં આવે છે એમ છતાં તેણી હોટ અને સુંદર લાગે છે.

(6) આમ્રપાલી દુબે :


આમ્રપાલી દુબે ભોજપુરી ઈન્ડસ્ટ્રીની સૌથી મશહૂર હિરોઈન છે. લોકો તેણીને ભોજપુરી ઈન્ડસ્ટ્રીની દિપીકા પાદુકોણ કહે છે. ભોજપુરી ફિલ્મોમાં થોડી હેલ્ધી હીરોઇનો જ હોય છે. એવામાં આમ્રપાલી ત્યાંના દર્શકોની પહેલી પસંદ છે. તેણી ઘણી સુપરહીટ ભોજપુરી ફિલ્મોમાં કામ કરી ચુકી છે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ રસપ્રદ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!