ગાડી ચલાવતા પિતાને જ્યારે હાર્ટ એટેક આવ્યો અને નાના દિકરાએ જે કર્યું એ જોઈ ચોંકી જશો….

કહેવાય છે કે, સારા લોકોને ખૂબ જલ્દી ભગવાન પોતાની પાસે બોલાવી લે છે, અને એ વાત પણ સાચી છે કે, દુનિયા છોડી ગયા બાદ દરેક માણસ સારો માણસ બની જાય છે. કારણ કે, મૃત્યુ બાદ લોકો એમનાં સારા કર્મને યાદ કરે છે. આજે અમે તમને એક બાળક અને એના પિતા વિશે જણાવીશું.

એ બાળકે એટલી બધી હિંમત દેખાડી કે, પોતાનો જીવ બચાવી લીધો અને બીજી મોટી દુર્ઘટનાને પણ અટકાવી દીધી. તો ચાલો જાણીએ આ બહાદુર બાળક અને એના પિતાની કહાની વિશે.

ચાલુ ગાડીએ પિતાને આવ્યો હાર્ટ અટેક :


હકીકતમાં તમને જણાવી દઈએ કે, કાર ચલાવતા સમયે પિતાને હાર્ટ અટેક આવ્યો હતો. તમને જણાવીએ કે, શિવકુમાર અને એમનો 10 વર્ષનો દિકરો પ્રેશર કુકરની ડિલિવરી કરવા માટે જઈ રહ્યા હતા.

એવામાં શિવકુમારે લગભગ 94 કિલોમીટર કાર ચલાવી અને ત્યારબાદ અચાનક એની છાતીમાં દુખાવો શરૂ થયો અને કારમાં જ એમનું મૃત્યુ થયું. એવામાં ગાડી ચાલુ હતી અને 10 વર્ષનાં છોકરાએ જેમ-તેમ કરીને ગાડીને સંભાળી અને ગાડીને સાઈડમાં પાર્ક કરી. ત્યારબાદ પોતાના પિતાને જગાડવાનો પ્રયત્ન કર્યો તો એમનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. ચાલુ કારે પિતાના મૃત્યુ બાદ આ છોકરાએ ખૂબ જ સમજદારી દેખાડી. એણે યોગ્ય સમયે ગાડી ઉભી રાખી દીધી જેથી એનો જીવ બચી ગયો અને બીજો મોટો અકસ્માત પણ ટળ્યો હતો. જોકે આ ઘટનામાં એના પિતાનું મૃત્યુ થઈ ગયું.

પિતાના મૃત્યુ બાદ બાળક રડવા લાગ્યો :


રોડ કિનારે ગાડી રોકીને પોતાના પિતા માટે બાળક રડવા લાગ્યો. 10 વર્ષની ઉંમરમાં પણ તેની સમજદારી ખૂબ જ વધુ હતી. એને ખ્યાલ આવી ગયો હતો કે, હવે એના પિતા આ દુનિયામાં નથી રહ્યા. શિવકુમારનાં બે બાળકો છે જેમાંથી એક તો ઘણો નાનો છે. શિવકુમારનાં પાડોશી જણાવે છે કે, શિવકુમાર પોતાની સાસુની દેખભાળ રાખવા માટે અહીંયા રહેતા હતા. હવે અચાનક એમના મૃત્યુથી પરિવારને ઘણી મોટી ખોટ પડી છે. કહેવાય રહ્યું છે કે, શિવકુમારને કોઇપણ પ્રકારની બીમારી નહોતી. તે પોતાનું દરેક કાર્ય પુરી ઈમાનદારથી કરતા. એમને પોતાના કામ-ધંધા પ્રત્યે લગાવ હતો. વફાદારીથી કામ કરીને ઘરનું ગુજરાન ચલાવનાર શિવકુમાર પોતાની સાસુને પણ સાચવતા.

પત્ની ગારમેન્ટ ફેક્ટરીમાં કામ કરે છે :

શિવકુમારની પત્ની મુનિર્થન્મ્મા આ ઘટનાથી ખૂબ જ દુઃખી છે. ઘર ચલાવવા માટે તેણી પણ પોતાના પતિની મદદ કરતી હતી. તેણીને નહોતી ખબર કે, એના પતિનું મૃત્યુ આવી રીતે થશે. હવે તેણી બિલકુલ એકલી પડી ગઈ છે અને એનું આખું પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું છે. ત્યાંના લોકોનું કહેવું છે કે, શિવકુમાર ખૂબ જ નેક અને ઈમાનદાર વ્યક્તિ હતા અને હંમેશા મહેનત કરતા. તે પોતાના પરિવારની આર્થિક સ્થિતિ સુધારવા માટે હંમેશા પ્રયત્નશીલ રહેતા. શિવકુમાર પોતાની જીંદગીમાં ખૂબ ખુશ હતા.

કદાચ આવી પરિસ્થિતિ અને પિતાના ઈમાનદાર સ્વભાવને કારણે જ એમના 10 વર્ષનાં બાળકમાં આટલી સમજણ આવી હશે કે, જેણે ગાડીને કન્ટ્રોલ કરી અને બીજો અકસ્માત થતા અટકાવીને બીજાનાં પણ જીવ બચાવ્યા હતા. સેલ્યુટ હિમ….

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ ઉપયોગી આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!