જુવો દુનિયાના આ ૬ દુલ્હા – જેમના નસીબમાં ખુશીઓ ઓછી અને મજાક બનવાનું વધુ લખેલું છે

કહેવાય છે કે, માણસનાં જીવનમાં સગાઈ-લગ્ન જેવા પ્રસંગો વારંવાર નથી આવતા. પરંતુ આજના જમાનામાં તો એક વ્યક્તિના એક કરતાં વધુ વખત લગ્ન થાય છે. લોકો પોતાની પત્નીનું નામ પણ ભૂલી જાય એટલા બધા લગ્ન. જી હાં, આજકાલ અમુક દુલ્હા સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે, અને થાય કેમ નહિ? એ લોકોના કારનામા જ એટલા જબરદસ્ત છે કે, જોનારના મોઢામાંથી વાહ! અને આહ! બંને નીકળી જાય છે.

દુનિયાના 6 વિચિત્ર લગ્ન :


જો તમે સોશિયલ મિડિયામાં હોવ અને તમે આ ફોટો નથી જોયા તો તમે કંઈ નથી જોયું. ચાલો તમને જણાવીએ દુનિયાનાં 6 જીવતા જાગતા અજુબા વિશે જેને સોશિયલ મીડિયાએ મજાક-મશ્કરીનું બિરુદ આપ્યું છે. કદાચ એમના લગ્ન ટક્યા કે નહીં એ તો ખબર નથી પણ આ દુલ્હા-દુલ્હન પોપ્યુલર ખૂબ થઈ ગયા. આ જોડીઓ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ છે. જુઓ આ જનાબને..

આ ભાઈ દુલ્હો ઓછો અને ફૂલનો બગીચો વધુ લાગી રહ્યો છે. આટલા બધા ફૂલ જોઈને આપણને તો વિચારીને જ ડર લાગે કે, આ ભાઈ લગ્ન મંડપમાં કેવી રીતે બેઠા હશે? ઠીક છે ચાલો ભાઈ સાહેબ બેઠી તો ગયા હશે પણ આજુબાજુનાં લોકોનું રિએક્શન કેવું હશે ? પંડિતજીએ લગ્ન કેવી રીતે કરાવ્યા હશે! લાગે છે કે, પંડિતજીએ આંખો બંધ કરીને મંત્રોચ્ચાર કર્યા હશે. આપણને તો આ ફોટો જોઈને પણ ખૂબ હસવું આવે.

મને તો લાગે છે આખું ગામ હસ્યું હશે આ ભાઈ ઉપર. લગ્નની ગાડીને જે રીતે શણગારે છે એવી રીતે શણગાર કર્યો છે. લાગે છે આ લગ્નમાં ગાડીની જરૂર નહીં પડી હોય. આ વ્યક્તિએ પોતાનું શરીર સોંપી દીધું હશે અને કહ્યું હશે કે, ‘ગાડીની સજાવટ રહેવા દો એના બદલે મને સજાવી દો’. ખેર ! આ તો એમની જીંદગી છે એમની મરજી.

હવે એમ નહીં કહેતા કે, ઈર્ષ્યા નથી થતી…જો તમને આ ભાઈને જોઈને ઈર્ષ્યા ન થતી હોય તો તમારા ઘરમાં પત્ની નહીં પણ કોઈક પરી હશે. ખેર ! હું તો ફક્ત મજાક કરું છું પણ સોશિયલ મીડિયા પર આ ભાઈ પણ ખૂબ ફેમસ છે. સવાલ એવો છે કે, દુલ્હન આટલી બધી ખુશ કેમ છે? હવે કદાચ કારણ તમે જણાવી શકો..

રબને બના દી જોડી :


જો આ જોડીને જોઈને હું એમ કહું કે, રબને બના દી જોડી તો કદાચ હું ખોટો નથી, કારણ કે આવી જોડી તો ક્યારેક જ બનતી હોય છે નહિતર આજે ભારતમાં લાખો કુંવારા રખડે છે. ઠીક છે તમે આ ફોટો જોઈને શું વિચારો છો અને શું કહેવા માંગો છો? તમારો અભિપ્રાય કમેન્ટમાં લખજો.

બાળકોને તો છોડી દો :


હું આ ફોટો વિશે વધુ નહીં લખું કારણ કે, હું આ લગ્નનાં વિરોધમાં છું, આ ફોટાનો મજાક નહીં પણ વિચારવા જેવું છે. આપણી આજુબાજુ આવા લગ્ન ન થાય એ માટે જાગૃત થવાનું છે. બાળલગ્ન કરવા અને કરાવવા એ અપરાધ છે.

કાકા તમને આવા નહોતાં જાણ્યા!


એક પગ કબરમાં છે પણ આટલી સુંદર પત્ની લાવી રહ્યા છે, કાકા તમારા છોકરાઓ ઉપર રહેમ કરો. ખેર ! આ તો મજાકની વાત છે પણ ખરેખર કાકા ખૂબ મોટી વિકેટ નીકળ્યા. ખબર નહીં કાકા કેટલા દિવસ રહેશે ?

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ રસપ્રદ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!