શાહરૂખ ખાનની પત્ની ગૌરી ૨૮ વર્ષમાં આટલી બદલાઈ ગઈ – જુવો 10 તસ્વીરો

બોલીવુડનાં રોમાન્સ કિંગથી જાણીતા શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાને હમણાં જ 8 ઓક્ટોબરે પોતાનો જન્મ દિવસ ઉજવ્યો. તેથી આજે ગૌરી અને શાહરૂખ ખાનના મજબૂત રિલેશનશિપ વિશે વાત કરીએ. જી હાં, આ બંનેનો સંબંધ ખૂબ જ મજબૂત થતો રહ્યો છે, પરંતુ એક સમય એવો પણ આવ્યો હતો કે, એમના રિલેશનમાં તિરાડ પડવા લાગી હતી.

એ વખતે ગૌરીએ પોતાની સૂઝબૂઝ દેખાડી અને લગ્ન જીવનને બચાવી લીધા હતા. આજે એમના લગ્નને 28 વર્ષ થઈ ગયા છે અને બંનેની જોડી ખૂબ જ આકર્ષક લાગે છે. અહીંયા આપણે ગૌરીનાં બદલાતા રૂપ વિશે વાત કરીશું.

બોલીવુડનાં બાદશાહની પત્ની ગૌરી ખાન રિયલ લાઈફમાં મહારાણી જેવી જીંદગી જીવે છે. શાહરૂખ ખાન તેણીને પોતાનાં જીવ કરતા પણ વધુ પ્રેમ કરે છે, ગૌરી એમના દિલમાં વસે છે, આ વિશે એમણે ઘણી વખત વાત કરી છે.

જણાવી દઈએ કે, શાહરૂખ ખાન પોતાની પત્ની માટે કંઈપણ કરી શકે છે, અને આ જાણવા માટે એમની લવ સ્ટોરી પૂરતી છે. શાહરુખ ખાને આખી દુનિયા સાથે લડીને તેણી સાથે લગ્ન કર્યા, જેના કારણે આજે બંને સુખી લગ્નજીવન જીવી રહ્યા છે.

એટલું જ નહીં, લગ્ન વખતે શાહરુખ પાસે આટલી દોલત પણ નહોતી, પણ એમ છતાં ગૌરીએ એમનો સાથ આપ્યો.

ધીરે ધીરે બદલાતી રહી ગૌરી ખાન :


બોલીવુડનાં કિંગ ખાનની પત્ની ગૌરી ખાનની જો 28 વર્ષ પહેલાની તસ્વીર જોઈએ તો ઓળખવી પણ મુશ્કેલ થઈ જાય. હકીકતમાં, ગૌરી ધીરે ધીરે પોતાના લુક અને સ્ટાઈલમાં બદલાવ કરતી રહી, જેના કારણે આજે તેણી પહેલા કરતા એકદમ અલગ દેખાય છે.

એવામાં તેણીનાં જન્મ દિવસે એની કેટલીક જૂની તસ્વીરો સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહી છે, જેમાં તેણીને ઓળખવી મુશ્કેલ છે. જોકે, આ એક સ્વાભાવિક પ્રક્રિયા છે કે, સમય સાથે માણસનો ચહેરો પણ બદલાઈ જાય છે.

28 વર્ષ પહેલાં આવી દેખાતી હતી ગૌરી ખાન :


સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા ફોટોમાં ગૌરી ખાનનો લુક એકદમ અલગ દેખાય છે. 28 વર્ષની ગૌરી ભલે આજે 49 વર્ષની થઈ ગઈ છે, પણ એમની ખૂબસુરતીનો કોઈ જવાબ નથી.

જી હાં, ગૌરી ખાનની જૂની તસ્વીરો આજની તસ્વીરો કરતા એકદમ અલગ દેખાય છે, આ જૂની-નવી તસ્વીરોમાં એમના ફેન્સ ચકરાવે ચડ્યા છે. જણાવી દઈએ કે, 49 વર્ષની ઉંમરે પણ એમણે પોતાની જાતને એકદમ ફિટ રાખી છે, જેના કારણે લોકો એના દિવાના બની ગયા છે.

ગૌરી અને શાહરૂખનાં સંબંધમાં તિરાડ :


ગૌરી અને શાહરૂખ ખાનનો સંબંધ ભલે વધુ મજબૂત છે, પરંતુ એક વખત એવો પણ આવ્યો હતો કે વાત છેક છૂટાછેડા સુધી પહોંચી ગઈ હતી. હકીકતમાં, એ દિવસોમાં શાહરૂખ ખાન પ્રિયંકા ચોપડાની નજીક આવી ગયા હતા અને એમના પ્રેમમાં પડી ગયા હતા. એ વખતે ગૌરીએ પોતાની સમજણથી પોતાનો પ્રેમ અને પરિવાર બંને બચાવી લીધા હતા. જે આજે વર્લ્ડ બેસ્ટ ફેમિલી બની ગઈ છે. મતલબ, સાફ છે કે ગૌરીએ હંમેશા શાહરુખ ખાનનો સાથ આપ્યો છે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ પ્રેમાળ પત્ની વિશેનો આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!