અમેરિકામાં પ્રિયંકાને મળે છે છપ્પન ભોગ, પણ ગુજરાતી થાળી જોઇને પ્રિયંકા એ આ કર્યું અને કહ્યું …..

પ્રિયંકા ચોપડાનું ફિલ્મી કરિયર ખુબ જ જબરદસ્ત રહ્યુ છે. વર્ષ 2000 માં મિસ વર્લ્ડનો એવોર્ડ તેને નામ કર્યો હતો. ત્યારબાદ તેની સામે બોલીવુડ ફિલ્મોની ઓફરની લાઇન લાગી ગઇ. હિન્દી ફિલ્મોમાં પ્રિયંકાએ ખુબ જ મહેનત કરી અને તેના અભિનયમાં પણ ઘણા સુધારાઓ કર્યા. પછી તેને લાંબી છલાંગ લગાવીને હૉલીવુડ ની ગલી પકડી લીધી.

અહીં તેને ટીવી શો અને ફિલ્મો કરતા કરતા એક વિદેશી સેલિબ્રીટી સાથે સંબંધ બનાવી લીધો. જી હા અમે વાત કરી રહ્યા છીએ નિક જોંસ ની. બન્નેના લગ્નએ તો દુનિયામાં હલચલ મચાવી દિધી હતી, અને લગ્ન પછી પ્રિયંકાએ અમેરીકામાં ઘર પણ લઇ લીધુ.  જો તમે એક વાત નોટીસ કરી હોય તો હોલીવુડમાં ગયા પછી જ પ્રિયંકાનું સ્ટાંડર્ડ અને રહેણી કહેણી પણ ઘણી ઉંચી થઇ ગઇ છે. અને આ દરમિયાન તેને ઘણા બધા વિદેશી પકવાનોનો આનંદ લીધો હસે.

પ્રિયંકા બહારથી ભલે ગમે એટલી મોર્ડન બની જાય પરંતુ તેનું દીલ તો દેશી જ છે. અને એ વાત તો તે પણ જાણે છે. હાલમાં જ તે ગુજરતના અમદાવાદ માં ‘સ્કાઇ ઇઝ ધ પિંક’ ફિલ્મના શૂટિંગ મા આવી હતી તો તેની હાલત બદલેલ લાગતી હતી. મતલબ કે તે પુરે પુરી દેશી ગર્લ બની ગઇ છે.

 

તેના આ દેશી રુપની અમુક તસ્વીરો પણ પ્રિયંકાએ તેના ઇંસ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી. એમાથી સૌથી દિલચસ્પ ફોટો તે ગુજરાતી થાળીની મજા લેતી હતી એ હતો. જી હા પ્રિયંકા ચોપડાએ અમદાવાદ આવીને સિમ્પલ અને લજીજ ગુજરતી થાળીનો આનંદ લીધો. આમ તો આપણા ભારતીયોને લાખ વિદેશી પકવાન મળી જાય પરંતુ મજા તો થાળી ખાઇને જ આવે. અને તેનાથી જ પેટ ભરાય છે. લગભગ પ્રિયંકા સાથે પણ કંઇક આવું જ હતું.

તેમજ તેના સિવાય પણ અમુક બીજી પણ તસ્વીરો શેર કરી જેમા તે પિંક રંગનાં સૂટમાં નજર આવી હતી. તેમાથી એક ફોટામાં તેને ગરબાના ડાંડિયા પણ જોવા મળે છે. જો કે આ હાલમાં નવરાત્રીની સિઝન છે તો પ્રિયંકા પણ આ દેશની હવામાં મલી ગઇ. આ સિમ્પલ પિંક કલરના સૂટમાં તે ખુબ જ સુંદર લાગે છે. જેમા તેની સાથે ‘ ધ સ્કાઇ ઇઝ પિંક’ ના સહ કલાકાર રોહિત સરાફ પણ નજરે આવે છે.

જો કે રોહિત અને પ્રિયંકા નહીં તેની ફિલ્મનું પ્રમોશન કરવા જ આવ્યા છે. પ્રિયંકાની બોલીવુડની છેલ્લી ફિલ્મ ગંગાજલ 2 હતી. અને હવે તેની ફિલ્મ ફરહાન ખાન સાથે ‘ સ્કાઇ ઇઝ ધ પિંક’ આવસે. જો આ બેન્નેની સાથે બીજી ફિલ્મ છે. ફિલ્મ ‘દિલ ધડકને દો’ માં બન્ને સાથે હતા. પ્રિયંકાની આ આવનારી ફિલ્મ દિલ્લીની છોકરી આયશા ચૌધરીની બાયોપિક છે. તો જોઇએ આ ફિલ્મ કેટલી હિટ રહેશે…

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!