બોલીવુડના આ ૫ હીરો – ખરેખરની જીંદગીમાં વિલન છે – આ પ્રકારના ગુનાહ કરી ચુક્યા છે

ભારતમાં લોકો ફિલ્મો જોઈને ખૂબ પ્રભાવિત થાય છે. ખાસકરીને ફિલ્મી હીરોને તેઓ પોતાનો આઈડલ માની લે છે. આ એક્ટર ફિલ્મમાં ઘણા સારા અને બહેતરીન રોલ નિભાવે છે, જે લોકોને પ્રેરણા આપે છે. જોકે આ પાત્ર ભજવનાર કલાકાર રિયલ લાઈફમાં પણ આવા જ સીધા અને સારા હોય એવું બિલકુલ નથી. આ વાતની સાબિતી આજે અમે તમને પાંચ એવા હીરોનાં માધ્યમથી જણાવીશું કે જે રિયલ લાઈફમાં વિલન બની ચુક્યા છે.

(1) સલમાન ખાન :


સલમાન ખાન ફિલ્મોમાં ભલે ખૂબ જ સારા હીરોવાળા રોલ કરતા હોય પણ રિયલ લાઈફમાં એમના પર ઘણા એવા આરોપ લાગી ચુક્યા છે કે જે એમને રિયલ લાઈફ વિલન બનાવે છે. સલમાન નશામાં ગાડી ચલાવતી વખતે હિટ એન્ડ રન કેસ હોય કે હમ સાથ સાથ હૈ નાં શૂટિંગ દરમિયાન કાળા હરણનો શિકાર કરવાની ઘટના હોય. આ બધા કેઇસને કારણે સલમાન ખાન ઘણી વખત જેલ અને કોર્ટમાં જઈ ચુક્યા છે. આ સાથે જ જર્નાલિસ્ટને લાફો મારવો અને પોતાના સાથી કલાકાર (વિવેક, એશ્વર્યા) ને ધમકાવવા જેવી ઘટનાને કારણે ઘણી વખત વિવાદમાં ફસાયેલા રહી ચૂક્યા છે.

(2) સંજય દત્ત :


સંજય દત્ત પણ બોલિવૂડમાં મોટું નામ છે. ફિલ્મ ખલનાયકમાં એમનો અભિનય ખૂબ દમદાર હતો. જોકે તેઓ રિયલ લાઈફમાં પણ ખલનાયક બની ગયા હતા જ્યારે એની ઉપર 1993માં મુંબઈ બ્લાસ્ટ દરમિયાન ગેરકાયદેસર રીતે હથિયાર રાખવાની ફરિયાદ થઈ. જેના માટે તેઓ ત્રણ વર્ષ જેલની સજા ભોગવી ચુક્યા છે. જવાનીના દિવસોમાં તે ડ્રગ્સ પણ લેતા હતા. ત્યારબાદ એમની આદત છોડાવવા માટે પુનર્વસન કેન્દ્ર (Rehabilitation center) મોકલવામાં આવ્યા.

(3) સૈફ અલી ખાન :


નવાબોનાં ખાનદાનથી બિલોન્ગ કરનાર સૈફ અલી ખાન આમ તો ખૂબ જ કુલ અને વિનમ્ર ઇમેજ ધરાવે છે. જોકે એક વખત તેઓ રેસ્ટોરન્ટમાં ડિનર કરી રહ્યા હતા ત્યારે ત્યાં બાજુ બેઠેલા એક વ્યક્તિને મુક્કો મારી દીધો હતો. એનું કારણ એ હતું કે એ વ્યક્તિ થોડો વધુ અવાજ કરી રહ્યો હતો. એવામાં સૈફને એટલો બધો ગુસ્સો આવ્યો કે એમણે હાથ ઉપાડી લીધો.

(4) શાઇની આહુજા :


બૉલીવુડનાં ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું હતું કે, એક મુખ્ય અભિનેતાને દુષ્કર્મ મામલે સજા મળી હોય. જણાવી દઈએ કે, શાઇની ઉપર આરોપ હતો કે એના ઘરે કામ કરતી સ્ત્રી સાથે એમણે દુષ્કર્મ કર્યું હતું. આ કેઇસમાં શાઇનીની પત્ની બચાવમાં પણ આવી હતી પણ બધા જ સબૂત શાઇની વિરુદ્ધ હતા. તેથી એને કોર્ટમાં સજા પણ મળી.

(5) રાજપાલ યાદવ :


બહેતરીન કોમેડી કરીને લોકોને હસાવનાર રાજપાલ યાદવ પણ 10 દિવસ માટે જેલ જઈ ચુક્યા છે. હકીકતમાં રાજપાલ 5 કરોડ રૂપિયા સાથે જોડાયેલ કેટલીક વાતો છુપાવવાની કોશિશ કરી રહ્યા હતા. તેથી એમને જેલ જવું પડ્યું. જોકે ત્યારબાદ એમના પરથી આરોપ ક્લિયર થઈ ગયો અને તે જેલમાંથી છૂટી ગયા.

તો આ હતા બોલિવૂડનાં 5 અભિનેતા કે જે ઓનસ્ક્રીન ગમે એટલા મોટા હીરો હોય પણ રિયલ લાઈફમાં એમણે પોતાની ઇમેજ વિલન જેવી બનાવી લીધી હતી.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ રસપ્રદ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!