ભારતનું આ હિંદુ ગામ – જ્યાં ગામના હિંદુ લોકો મસ્જીદમાં જઈને આ કામ કરે છે…

‘હિન્દૂ, મુસ્લિમ, શીખ, ઈસાઈ આપસ મેં સબ ભાઈ-ભાઈ’ આ લાઇન તમે ઘણી વખત સાંભળી હશે. પરંતુ આપણામાંથી કેટલા લોકો છે કે જે રિયલ લાઈફમાં આનું પાલન કરતા હોય. આપણે બધા ઇચ્છીએ કે, દેશમાં શાંતિ બની રહે. બધા ધર્મ અને જાતિના લોકો એકબીજા સાથે હળીમળીને રહે. પરંતુ આના માટે ખરેખર કેટલા લોકો કોશિશ કરે છે. જો તમે એક સારા માણસ બનવા માંગતા હો તો તમારે બધા ધર્મને બરાબરની નજરથી જોવા પડે. મંદિર હોય કે મસ્જીદ બધાને બરાબર માન-સન્માન આપવું જોઈએ. ત્યારે જ આપણાં દેશમાં પૂર્ણ શાંતિ સ્થાપિત થશે.

જ્યાં એક તરફ સોશિયલ મીડિયા પર કેટલાક ગૃપ અથવા લોકો ધર્મના નામે નફરત અને હિંસા ફેલાવવાનું કામ કરી રહ્યા છે, ત્યાં બીજી તરફ આજે અમે તમને એક એવું ઉદાહરણ જણાવીશું કે, જેમાં માનવતાનો એક અલગ જ અંદાઝ જોવા મળશે. હકીકતમાં આજે અમે તમને એક એવી મસ્જીદ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જેની દેખભાળ મુસ્લિમ નહીં પણ હિન્દૂ લોકો કરે છે. એટલું જ નહીં, આ મસ્જીદમાં અજાન પણ થાય છે અને આ જવાબદારી હિંદુ ભાઈઓ નિભાવે છે.

આ મસ્જીદ બિહારનાં નાલંદા જિલ્લાનાં મારી ગામમાં સ્થિત છે. આ ગામનાં લોકોએ ‘પ્રેમભાવ’ અને ‘સમાનતા’ જેવા શબ્દોને પોતાના જીવનમાં ઉતાર્યા છે અને જીવી જાણ્યા છે. તેઓ હળીમળીને રહે છે. ગામનાં હિન્દૂ લોકો મસ્જીદની દેખભાળ, સુરક્ષા, અજાન અને સાફ-સફાઈ જેવા બધા કામ કરે છે. વાત એવી છે કે, આ ગામમાં હવે કોઈપણ મુસ્લિમ પરિવાર રહ્યું નથી. પહેલા પણ આ ગામમાં ફક્ત 50 મુસ્લિમ પરિવાર હતાં. પણ સમયની સાથોસાથ બધા લોકો ગામ છોડીને ચાલ્યા ગયા. એવામાં સુની પડેલી આ મસ્જીદની જવાબદારી ગામનાં હિન્દૂ ભાઈઓએ ઉપાડી લીધી છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર આ મસ્જીદનું નિર્માણ વર્ષ 1920માં થયું હતું. ત્યારથી જ ગામમાં હિન્દૂ-મુસ્લિમ મળીને આ મસ્જીદમાં ઈબાદત કરતા હતા. જેથી તેમની આસ્થા જોડાય ગઈ. આજે મુસ્લિમોએ ગામ છોડી દીધું છતાં ગામના હિન્દૂ લોકો મસ્જીદની કાળજી લે છે. ગામનાં લોકો જણાવે છે કે, અહીંયાના ઘણા મુસ્લિમ પરિવાર ભાગલા સમયે પાકિસ્તાન ચાલ્યા ગયા હતાં. થોડાઘણા બચ્યા હતા પણ રોજગારીની શોધમાં એમણે પણ ગામ છોડી દીધું. એટલે હવે આ ગામમાં ફક્ત હિન્દૂ જ રહ્યા છે.

દરેક મસ્જીદમાં અજાનનું ઘણું મહત્વ હોય છે, એવામાં ગામનાં લોકો પેન ડ્રાઈવને ઓડિયો પ્લેયરમાં લગાવીને અજાન પ્લે કરે છે. આ ઉપરાંત જ્યારે પણ ગામમાં કોઈના લગ્ન હોય ત્યારે દુલ્હા-દુલ્હન મસ્જીદમાં ચોક્કસ આવે છે. આ મસ્જીદનાં કામમાં ગામનાં લોકો ખૂબ ઉત્સાહથી ભાગ લે છે. જેમાં મુખ્યત્વે, ગૌતમ મહતો, અજય પાસવાન અને બખોરી જમાદાર છે.

આ ઘટના એકદમ અનોખી અને હ્ર્દયસ્પર્શી છે. ઘણા રાજનેતા અને સ્પેશિયલ દળનાં લોકો હિન્દૂ-મુસ્લિમની રાજનીતિ કરે છે. પરંતુ તમારું કર્તવ્ય છે કે, તમે એક સારા માણસ બનો અને કોઈની વાતોમાં ન આવો. એકબીજાને માન-સન્માન આપવાથી પ્રેમભાવ વધે છે. જ્યારે આપણે સામેવાળાનાં ધર્મનો આદર કરીશું ત્યારે એ પણ આપણાં ધર્મની રિસ્પેક્ટ કરશે. ભાઈચારાને પ્રોત્સાહન આપો અને નફરતને ટાટા-બાય..બાય કહો. હમ સબ એક હૈ.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ પ્રેરણાદાયી આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!