જયારે ઓસામા બિન લાદેનની સારવાર માટે કરોડોની ઓફર આવી – ડૉ ત્રિવેદીએ આ ૩ શરત મૂકી

કિડની સર્જરી અને ટ્રાન્સપ્લાન્ટનાં ભીષ્મપિતામહ અને પદ્મશ્રી ડૉ. એચ.એલ ત્રિવેદી સાહેબનો ગઈકાલે એટલે કે, 02 ઓક્ટોબરનાં રોજ સ્વર્ગવાસ થયો છે. તેમના નિધનથી તબીબી ક્ષેત્રે કદી ન પુરી શકાય તેવી ખોટ પડી છે. તેઓ દર્દીઓના ભગવાન અને તબીબી જગતના વિશ્વવિખ્યાત નેફ્રોલોજીસ્ટ ડોક્ટર હતા.

ડૉક્ટરોના જણાવ્યા મુજબ ડૉ.ત્રિવેદીના મગજના જ્ઞાનતંતુ સૂકાઈ ગયા હતા અને તેમને પાર્કિન્સન્સ નામની બીમારી પણ હતી. ડૉ.ત્રિવેદીના અવસાન બાદ મોડી સાંજે વડાપ્રધાન મોદીએ ટ્વીટર પર અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપી હતી. વિશ્વભરમાં તબીબી ક્ષેત્રે માનવ કીડની ટ્રાન્સપ્લાન્ટ માટે જાણીતા બનેલા ડો. ત્રિવેદીનું આખુ નામ ડો. હરગોવિંદ લક્ષ્મીશંકર ત્રિવેદી છે. તેઓ સુરેન્દ્રનગરના ચોરાવડ ગામના વતની હતાં.

ડૉ. ત્રિવેદી ભારતમાં એમ.બી.બી.એસ થયા અને વધુ અભ્યાસ માટે અમેરિકા ગયા. જે યુનિવર્સિટીએ એમને પ્રવેશ આપ્યો હતો એ યુનિવર્સિટી સામે જ એમણે શરત મૂકી હતી કે જો તેમને અમેરિકા આવવાનું ભાડું આપવામાં આવે તો જ તેઓ અમેરિકા જશે, અને એ યુનિવર્સિટીએ ભાડું આપ્યું પણ ખરું. અમેરિકાથી કેનેડા ગયા. નૅફ્રોલૉજીનું ક્ષેત્ર પસંદ કર્યું અને અભ્યાસ પૂરો કર્યો. કેનેડામાં જ પ્રૅક્ટિસ શરૂ કરી અને ત્યાંના પૈસાદાર લોકોમાં સામેલ થયા. પરંતુ તેમને ત્યાંથી વતનની યાદ આવી અને તેઓ ફરી દેશ પરત ફર્યા. જે બાદ તેમણે અમદાવાદ આવી સિવિલ હૉસ્પિટલમાં કિડની હૉસ્પિટલની શરૂઆત કરી હતી.

ડૉ. ત્રિવેદી ડોલરને બદલે દુવા કમાવવા માટે વતન પરત ફર્યા. તેઓ મફતમાં ગરીબોની સેવા કરવા ભારત આવી ગયા હતા. એમણે નિર્ણય કરી લીધો હતો કે મારે મારા દેશનાં ગરીબ દર્દીઓની સેવા કરવી છે.

25 વર્ષમાં 5600 થી વધુ સફળ ઓપરેશન્સ કર્યા :


ભારતભરમાં ન હોય તેવી કિડની હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર અમદાવાદમાં ઉભું કરનાર એચ.એલ. ત્રિવેદીના નેતૃત્વમાં 25 વર્ષમાં 5600 કરતા વધારે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી છે. આશરે 125 ડોક્ટર્સ અને 600નો સ્ટાફ ધરાવતી અમદાવાદનું કિડની ઈન્સ્ટિટ્યૂટ આજે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. આ હોસ્પિટલમાં 400 પથારી છે. ડો. ત્રિવેદીનો જન્મદિવસની પણ કિડની દર્દી કલ્યાણ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. એટલું જ નહીં, એમણે દરરોજનું એક કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું અને વિશ્વમાં આવું ક્યાંય પણ થયું નથી. ભારત સરકાર દ્વારા ડૉ. ત્રિવેદીને વર્ષ 2015માં પદ્મશ્રી એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.

ઓસામા બિન લાદેનની બંને કિડની ફેઇલ થઈ ગઈ હતી ત્યારે વિશ્વના આ ખૂંખાર આતંકવાદીની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાની વિનંતી કરવા અલકાયદાના અગ્રણીઓ અમદાવાદ ડો.ત્રિવેદી સાહેબને મળવા આવેલા. પાકિસ્તાનમાં જઈને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી આપવાના બદલામાં ડો.ત્રિવેદી સાહેબને કરોડો રૂપિયાની રકમ ઓફર કરવામાં આવી હતી. ડો.ત્રિવેદીએ તે સમયે નિર્ભીક રીતે ઉત્તર આપેલો કે બિન લાદેન પણ એક માણસ છે માટે હું એની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવા તૈયાર છું પણ એ માટે એણે મારી બે શરતો માનવી પડે. પહેલી શરત એ કે હું પાકિસ્તાન ન જાવ પણ બિન લાદેનએ અમદાવાદ મારી હોસ્પિટલમાં આવવું પડે અને બીજું એ કે એણે આતંકવાદી પ્રવૃતિઓને તિલાંજલી આપી ભારત સાથે મૈત્રીપૂર્ણ સંબંધ કેળવવો પડે.

ડૉ. ત્રિવેદીએ ત્રણ નહિ પણ ચારે વેદોને આત્મસાત કરીને માનવજાતની અદભૂત સેવા કરી છે. એમની દિવ્ય ચેતનાને વંદન…

‘એકલો જાણે રે…’ એ ગુરુદેવ ટાગોરના અતિ પ્રખ્યાત કાવ્યની પ્રારંભિક પંક્તિ છે. મેં ખુબ ઓછા માનવીઓને જોયા છે જેઓ આ પંક્તિને પોતાનો મુદ્રાલેખ બનાવીને જિંદગીને જીવી ગયા હોય. એ ટૂંકી યાદીનું એક મોટું નામ છે : ડો. એચ.એલ. ત્રિવેદી.

ડો. એચ.એલ. ત્રિવેદીના જીવન માં ઘટેલી ઘણી સત્ય ઘટનાઓ નું સંકલન કરેલ ગુજરાતી પુસ્તક પણ ઉપલબ્ધ છે , જે ડૉ શરદ ઠાકર દ્વારા લખાયેલ છે….. આ પુસ્તક ઘરે બેઠા મેળવવા અહી ક્લિક કરો અથવા 7405479678 પર વોટ્સએપ થી મેસેજ કરો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

 

Leave a Reply

error: Content is protected !!