બહેન સારા અલી ખાન સાથે રાખે છે આવા સંબંધ – સૈફનો લાડલો લુકમાં સૈફ ને ટક્કર મારે છે

બોલીવુડના નવાબ તરીકે ઓળખાતા સૈફ અલી ખાને તેના કરિયરમાં એકથી એક ફિલ્મો આપી છે. જેના કારણે તે અભિનેતા થી સુપરસ્ટાર બની ગયા. એવામાં હવે તેના દિકરાનો સમય આવી ચુક્યો છે. જો કે તેની દિકરી સાર અલી ખાન તો બોલીવુડમાં ધમાલ મચાવી રહી છે. પરંતુ ખુબ જ જલ્દી તેનો દિકરો પણ ઇંડ્સ્ટ્રીઝમાં ડેબ્યુ કરી શકે છે. આ જ વિષય પર સૈફ અલી ખાનન દિકરા ઇબ્રાહિમએ સોશિયલ મીડિય સાથે વાત કરી જેમા તેને તેની બહેન સારા અલી ખાન વિષે ઘણું બધુ જણાવ્યુ જે સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યુ છે.

સૈફ અલી ખાનના દિકરા ઇબ્રાહિમે હાલમાં જ એક મેગેજીનને ઇંટર્વ્યુ આપ્યુ, જેમા તેને તેની ફેમિલી વિષે ખુલીને વાત કરી. સારા અલી ખાનની જેમ જ તેનો ભાઇ પણ તેના પરિવારને લઇને ઉઠેલા સવાલનો જવાબ પણ સીધે સીધો આપી દે છે. જેમાં બન્ને પોત્રોનો આત્મવિશ્વાસ ગજબનો જોવા મળે છે. ઇબ્રાહિમે એક ઇંટર્વ્યુમાં તેના પરીવાર વિશે જણાવ્યુ અને એ પણ જણાવ્યુ કે તેને તેની મોટી બહેન સારા અલી ખાન સાથે કેવા સંબંધો છે.

હું પપ્પા જેવો જ દેખાવું છુ :

ઇંટર્વ્યુમાં ઇબ્રાહિમે કહ્યુ કે ઘરમાં બધા મને કહે છે કે તુ બીલકુલ સૈફ અલી ખાન જેવો જ દેખાસ અને હરકતો પણ તેના જેવી જ કરેશ, તેથી મને એવુ લાગે છે કે હુ બીલકુલ પપ્પા પર જ ગયો છુ. તેમજ તેને કહ્યુ કે પપ્પા મારા માર્ગદર્શક છે, તેના રસ્તા પ્રમાણે હું હંમેશા ચાલવા માંગુ છુ. તેમજ તેને તેની માં માટે પણ સ્પેશિયલ શબ્દોનો ઉપયોગ  કર્યો છે, જેના દ્વારા જાણવા મળે છે કે ઇબ્રાહિમ એક પારિવારિક વ્યક્તિ છે.

બહેન સારા સાથે ક્યારેય નથી થતો ઝઘડો :

તેની મોટી બહેન સાથેના સંબંધોને લઇને ઇબ્રાહિમે કહ્યુ કે અમારો બન્નેનો સંબંધ એકદમ પરફેક્ટ છે. અમે બન્ને એકબીજાની ખુબ જ નજીક છીયે અને એકબીજાને ખુબ જ પ્રેમ કરીએ છીએ. તે દરમીયાન તેને પુછવામાં આવ્યુ કે શું તમારી બન્નેની વચ્ચે ક્યારેય જઘડો થાય છે? તેના જવાબમાં ઇબ્રાહિમે કહ્યુ કે, ના અમારી વચ્ચે ઝધડો થતો નથી, ક્યારેક ક્યારેક થઇ જાય તો વાત અલગ છે. નકર અમે હંમેશા પ્રેમથી જ રહિયે છીયે. અને લડાઇ ઝગડા ન હોવાનું મોટુ કારણ એ છે કે અમારી બચ્ચે 5 વર્ષનું અંતર છે.

જલ્દી કરી શકે છે ડેબ્યુ :

 

સારા અલી ખાન બાદ હવે સૌની નજર ઇબ્રાહિમ પર છે. સૈફ અલી ખાનના ફેંસ તેને સ્ક્રીન પર જોવા માંગે છે. તેના માટે એક ડેબ્યુની રાહ જોવાઇ રહી છે. જો કે હજુ નક્કી નથી કે તે ફિલ્મોમાં ડેબ્યુ કરશે, કેમ કે તેનુ મન ક્રિકેટમાં કરિયર બનાવવાનું છે. જેના કારણે કદાચ બોલીવુડની રાહ લાંબી થઇ શકે છે . જણાવી દઇયે કે સારા અલી ખાન ઇચ્છે છે કે તેનો ભાઇ ખુબ જ ભને પછી જે કરવું હોય તે કરે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!